IND vs ENG 4th T20I Preview: આજે ટીમ ઇન્ડીયા માટે નોક આઉટ મુકાબલો, આજે હાર્યા તો બધુ જ હાર્યા સમજો

|

Mar 18, 2021 | 9:44 AM

IND vs ENG 4th T20I Preview: પાંચ મેચોની T20 શ્રેણીમાં ટીમ ઇન્ડીયા (Team India) 1-2 થી પાછળ છે. ઇંગ્લેંડ (England) હાલમાં સિરીઝમાં એક મજબૂત સ્થિતીમાં છે. શ્રેણીની બાકી રહેલી 2 મેચોમાંથી ઇંગ્લેંડ ને એક જ જીતની જરુર છે, જેના થી તે શ્રેણી વિજય હાસંલ કરી શકે છે.

IND vs ENG 4th T20I Preview: આજે ટીમ ઇન્ડીયા માટે નોક આઉટ મુકાબલો, આજે હાર્યા તો બધુ જ હાર્યા સમજો
Team India

Follow us on

IND vs ENG 4th T20I Preview: પાંચ મેચોની T20 શ્રેણીમાં ટીમ ઇન્ડીયા (Team India) 1-2 થી પાછળ છે. ઇંગ્લેંડ (England) હાલમાં સિરીઝમાં એક મજબૂત સ્થિતીમાં છે. શ્રેણીની બાકી રહેલી 2 મેચોમાંથી ઇંગ્લેંડ ને એક જ જીતની જરુર છે, જેના થી તે શ્રેણી વિજય હાસંલ કરી શકે છે. જોકે નંબર વન બનવાની આશાઓને ગુમાવી ચુકેલી ટીમ ઇન્ડીયાના માટે હવે હારવુ મતલબ બધુ જ હારવુ થશે.

પાછલી 3 T20 ના પરિણામોને જોવામાં આવે તો, ભારત ઇંગ્લેંડ સિરીઝમાં ટોસ એ મહત્વનો રોલ ભજવ્યો છે. એટલે કે જે ટીમ એ ટોસ જીત્યો છે, તેનો મેચમાં વિજય થયો છે. ઇંગ્લેંડ એ પ્રથમ અને ત્રીજી મેચમાં ટોસ જીત્યો હતો અને ઇંગ્લેંડની ટીમ વિજેતા બની હતી. બીજી T20 મેચમાં ભારતે ટોસ જીત્યો હતો અને ભારતની તે મેચમાં જીત થઇ હતી. જોકે ટોસની હાર જીત એ ટીમના હાથમાં નથી. આમ છતાં પણ હવે ભારતે મેચમાં જીત મેળવવી જરુરી બની ચુકી છે. આ માટે ટોસની હાર જીત ના બદલે દાવ પર લાગેલી શ્રેણી પર હાથ જમાવવા માટે મેચની જીત જરુરી છે.

ત્રીજી T20 માં હાર મળ્યા બાદ ભારત નંબર વન T20 ટીમ બનવાની આશા પર પાણી ફરી વળ્યુ છે. આ દરમ્યાન હવે તેમની સામે સિરીઝને જીતવી એ જ એક મકસદ છે. ભારત જો આમ કરે છે તો ઓવર ઓલ સાતમી અને ઘરેલુ મેદાનની ચોથી T20 સિરીઝ માં જીત મળી શકશે. પરંતુ આ માટેનો રસ્તો પણ ત્યારે જ તૈયાર હશે, જ્યારે ઇંગ્લેંડ સામેની ચોથી T20 મેચ ભારતના નામે થઇ શકે.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

આંતરરાષ્ટ્રીય T20માં ભારત અને ઇંગ્લેંડ વચ્ચે કાંટાની ટક્કર જોવા મળી રહી છે. આ કારણ પણ છે કે, આ બંને ક્રિકેટના ફોર્મેટમાં ટોચની બે ટીમો છે. જેમાં ઇંગ્લેંડ કે જેણે ભારત સામે રમેલી 17 માંથી 9 મેચમાં જીત મેળવી છે. ઇંગ્લેંડ T20માં નંબર વન ટીમ છે. તો ભારતે પણ 8 મેચ જીતી છે. ભારત T20 માં નંબર ટુ નુ સ્થાન ધરાવે છે. એટલે કે હવે ટીમ ઇન્ડીયા પાસે શ્રેણીની ચોથી T20 મેચ જીતીને બરાબરી કરવાનો મોકો છે. સાથે જ પાંચમી T20 મેચ દ્રારા શ્રેણી જીતવાનો અને ઇંગ્લેંડને પાછળ મુકવાનો પણ મોકો હશે.

Published On - 9:44 am, Thu, 18 March 21

Next Article