AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs AUS: પ્રથમ દિવસે જ કોહલી અને ચેતેશ્વરના નામે અંકિત થયા આ નવા આંકડા, નજર કરો આ ખાસ દસ વાતો પર

ભારત અને ઓસ્ટ્રેલીયા વચ્ચેની એડિલેડ ટેસ્ટમાં બંને ટીમોએ શાનદાર પ્રદર્શન કર્યુ હતુ. ડે-નાઇટ ટેસ્ટના પ્રથમ દિવસે બંને ટીમો વચ્ચે બરાબરીનો મુકાબલો જોવા મળ્યો હતો. ભારતીય ટીમને કોહલી અને ચેતેશ્વર પુજારા, રહાણે ની રમત થી ખરાબ શરુઆતને સુધારી લઇ 233 રનનો સ્કોર કર્યો હતો. પ્રથમ ઇનીંગની રમત દરમ્યાન કેપ્ટન વિરાટ કોહલીના અર્ધ શતક નોંધાવા સાથે તેના […]

IND vs AUS: પ્રથમ દિવસે જ કોહલી અને ચેતેશ્વરના નામે અંકિત થયા આ નવા આંકડા, નજર કરો આ ખાસ દસ વાતો પર
Avnish Goswami
| Edited By: | Updated on: Jan 16, 2021 | 2:50 PM
Share

ભારત અને ઓસ્ટ્રેલીયા વચ્ચેની એડિલેડ ટેસ્ટમાં બંને ટીમોએ શાનદાર પ્રદર્શન કર્યુ હતુ. ડે-નાઇટ ટેસ્ટના પ્રથમ દિવસે બંને ટીમો વચ્ચે બરાબરીનો મુકાબલો જોવા મળ્યો હતો. ભારતીય ટીમને કોહલી અને ચેતેશ્વર પુજારા, રહાણે ની રમત થી ખરાબ શરુઆતને સુધારી લઇ 233 રનનો સ્કોર કર્યો હતો.

પ્રથમ ઇનીંગની રમત દરમ્યાન કેપ્ટન વિરાટ કોહલીના અર્ધ શતક નોંધાવા સાથે તેના રેકોર્ડ પણ અંકિત થયા હતા. વિરાટ કોહલી અને ચેતેશ્વર પુજારા સહિત ઓસ્ટ્રેલીયાના બોલરોના કેટલાંક શાનદાર આંકડા સામે આવ્યા હતા. નજર નાંખીએ આવા જ દશ આંકડાઓ પર

  1.  એડિલેડ ટેસ્ટની પ્રથમ ઇનીંગમાં વિરાટ કોહલીએ 74 રન બનાવ્યા હતા. ટેસ્ટ ક્રિકેટમાં તેનુ 23મુ અર્ધ શતક પુર્ણ થયુ. જ્યારે એડિલેડમાં ચોથી વાર પચાસના આંકને પાર કર્યો હતો. જોકે આ પહેલી વાર હતુ કે તેના પચાસના આંકડાને તે સદીમાં ના ફેરવી શક્યો.
  2.  અજીંક્ય રહાણે અને વિરાટ કોહલી વચ્ચે 88 રનની ભાગીદારી થઇ. ઓસ્ટ્રેલીયાની ધરતી પર આ બંને ભારતીય બેટ્સમેનોએ, છઠ્ઠી વખત પચાસ કે તેથી વધુ ની ભાગીદારી કરી.
  3. વિરાટ કોહલીએ 74 રનની પોતાની ઇનીંગની સાથે જ એડિલેડમાં 505 રન પુરા કર્યા હતા. કોહલીએ એડિલેડમાં અગાઉ 3 શતક લગાવ્યા. આમ વિદેશમાં 500 રન બનાવનાર તે છઠ્ઠો ભારતીય ખેલાડી બન્યો.
  4.  ઓસ્ટ્રેલીયા સામે સૌથી વધુ રન કરનારો કોહલી ભારતીય કેપ્ટન બન્યો છે. કોહલીએ હવે આ લીસ્ટમાં 851 રન સાથે સૌથી આગળ છે. ધોની અને ટાઇગર પટૌડી પણ તેની પાછળ રહી ગયા છે.
  5. કોહલીના ટેસ્ટમાં 50 મી વખત 50 કે તેથી વધુ રન નો સ્કોર હતો. વન ડે અને ટેસ્ટમાં આમ કરનારો તે આઠમો ભારતીય ક્રિકેટર બન્યો છે.
  6. ઓસ્ટ્રેલીયા સામે વિરાટ કોહલીનુ આ 13 મું અર્ધશતક હતુ. સચિન તેંદુંલકર પણ આ અગાઉ ઓસ્ટ્રેલીયા સામે 13 અર્ધશતક લગાવી ચુક્યો છે.
  7. કોહલી 74 રન બનાવીને રન આઉટ થયો હતો. ટેસ્ટ ક્રિકેટમાં આવુ ફક્ત બીજી વાર હતુ કે, તે રન આઉટ થયો.
  8. ચેતેશ્વર પુજારાએ 43 રન બનાવ્યા હતા. જેના માટે તેણે 160 બોલ રમ્યો હતો. આ સાથે જ પુજારા આ દાયકાનો ઓસ્ટ્રેલીયાની સામે સોથી વધુ બોલ રમનારો બેટ્સમેન બન્યો છે. પુજારાએ અત્યાર સુધી 28 ઇનીંગમાં 3609 બોલ રમ્યો છે.
  9. પુજારાના ટેસ્ટ કેરિયરમાં આ સાતમો મોકો હતો, કે જેમાં તે ઓસ્ટ્રેલીયા સામે એક ઇનીંગમાં 100 કે તેથી વધુ બોલ રમ્યો હતો. ભારતીય બેટ્સમેનોમાં તેનાથી આગળ કોહલી અને લક્ષ્મણ 9-9 વખત, સચિન 11 અને દ્રાવિડ 12 વખત નોંધાયા છે.
  10. લગભગ બંને સેશન સુધી બેટીંગ કરનારા પુજારાએ 43 રન બનાવ્યા હતા. તેને ઓસ્ટ્રેલીયાના ઓફ સ્પિનર નાથન લિયોન ને લેગ સ્લિપમાં કેટ આઉટ કરાવ્યો હતો. આમ લિયોને ટેસ્ટમાં 10 મી વખત પુજારાની વિકેટ હાંસલ કરી છે.

ચૂંટણી પહેલા ગૌમાતાને “રાજમાતા”નો દરજ્જો આપવા કોંગ્રેસે રજૂ કર્યું બિલ
ચૂંટણી પહેલા ગૌમાતાને “રાજમાતા”નો દરજ્જો આપવા કોંગ્રેસે રજૂ કર્યું બિલ
અમેરિકામાં વિઝા ફ્રોડ મામલે 11 ગુજરાતીઓ સામે કાયદાકીય કાર્યવાહી
અમેરિકામાં વિઝા ફ્રોડ મામલે 11 ગુજરાતીઓ સામે કાયદાકીય કાર્યવાહી
પ્રેમલગ્ન સામે ભારે વિવાદ બાદ સિંગર કિંજલ રબારી ઘરે પરત ફરી
પ્રેમલગ્ન સામે ભારે વિવાદ બાદ સિંગર કિંજલ રબારી ઘરે પરત ફરી
તમે આખો દિવસ ઉર્જાવાન અનુભવશો, મિત્રોની મદદથી નાણાકીય મુશ્કેલી દૂર થશે
તમે આખો દિવસ ઉર્જાવાન અનુભવશો, મિત્રોની મદદથી નાણાકીય મુશ્કેલી દૂર થશે
પ્રેમ લગ્નનો વિરોધ કરનારાઓ સામે લડી લેવાના મૂડમાં ગાયિકા કિંજલ રબારી
પ્રેમ લગ્નનો વિરોધ કરનારાઓ સામે લડી લેવાના મૂડમાં ગાયિકા કિંજલ રબારી
જૂનાગઢના અંબાજી મંદિરમાંથી ચોરી કરતા ઝડપાયા પૂજારી, CCTVએ ખોલી પોલ
જૂનાગઢના અંબાજી મંદિરમાંથી ચોરી કરતા ઝડપાયા પૂજારી, CCTVએ ખોલી પોલ
સુરતમાં ફરી શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપાયો
સુરતમાં ફરી શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપાયો
હવે ગામડાઓમાં 45 દિવસ બાદ જ મળશે બીજો LPG સિલિન્ડર
હવે ગામડાઓમાં 45 દિવસ બાદ જ મળશે બીજો LPG સિલિન્ડર
કાર્યક્ષેત્રમા નવી ઊંચાઈઓ સર કરશો, વ્યાપારીઓ માટે નફાકારક દિવસ સંભાવના
કાર્યક્ષેત્રમા નવી ઊંચાઈઓ સર કરશો, વ્યાપારીઓ માટે નફાકારક દિવસ સંભાવના
સુરતમાં ગેસ સંકટ: ટેક્સટાઇલ ઉદ્યોગ પર જોખમ
સુરતમાં ગેસ સંકટ: ટેક્સટાઇલ ઉદ્યોગ પર જોખમ
g clip-path="url(#clip0_868_265)">