Ind vs Aus: શિખર ધવને સાત સમંદર પાર ગીતની ધુન પર ભારતીય ખેલાડીની કરી છેડખાની, જુઓ વિડીયો

|

Nov 18, 2020 | 7:07 PM

ભારતીય ક્રિકેટ ટીમ આ સમયે ઓસ્ટ્રીલીયા પ્રવાસ પર છે. આ દરમ્યાન તે સિરીઝને ધ્યાને રાખીને પ્રેકટીશમાં વ્યસ્ત છે. જોકે આ દરમ્યાન ખેલાડીઓ પણ મસ્તિ કરતા પણ નજરે ચઢી રહ્યા છે. ટીમ ઇન્ડીયાના ઓપનર બેટસમેન શિખર ધવન પોતાના મજાકિયા અંદાજ માટે ખુબ જાણીતો છે, તે મોટેભાગે પોતાના સોશિયલ મિડીયાના એકાઉન્ટ પર ફની વિડીયો પણ શેર કરતો […]

Ind vs Aus: શિખર ધવને સાત સમંદર પાર ગીતની ધુન પર ભારતીય ખેલાડીની કરી છેડખાની, જુઓ વિડીયો

Follow us on

ભારતીય ક્રિકેટ ટીમ આ સમયે ઓસ્ટ્રીલીયા પ્રવાસ પર છે. આ દરમ્યાન તે સિરીઝને ધ્યાને રાખીને પ્રેકટીશમાં વ્યસ્ત છે. જોકે આ દરમ્યાન ખેલાડીઓ પણ મસ્તિ કરતા પણ નજરે ચઢી રહ્યા છે. ટીમ ઇન્ડીયાના ઓપનર બેટસમેન શિખર ધવન પોતાના મજાકિયા અંદાજ માટે ખુબ જાણીતો છે, તે મોટેભાગે પોતાના સોશિયલ મિડીયાના એકાઉન્ટ પર ફની વિડીયો પણ શેર કરતો રહે છે. આ વખતે તે ઓસ્ટ્રેલીયામાં ટીમના બીજા ઓપનર પૃથ્વી શો સાથે મસ્તી કરતા નજરે ચડ્યો છે. તો વળી તેણે આ મસ્તીનો વિડીયો પણ પોતોના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર પણ કર્યો છે.

ધવને જે વિડીયો શેર કર્યો છે તેમા તે પૃથ્વી શો ની સાથે નજરે આવી રહ્યો છે.આ વિડિયોમાં જોઇ શકાય છે  કે તે કેવી રીતે ધવન પૃથ્વીને એક હિન્દી ફીલ્મના ગીત પર છેડી રહ્યો છે. આ વિડીયોમાં જે ગીત વાગી રહ્યુ છે તે, સાત સમંદર પાર મે તેરે પીછે પીછે આ ગયા છે. જે ફિલ્મ ત્રિદેવ નુ છે અને જેને ઉદિત નારાયણે ગાયુ હતુ. આ ગીત પર ધવન પોતાની ટી શર્ટને ઉતારીને પૃથ્વી શોને છેડવા લાગે છે. પૃથ્વી પણ ધવનની આગળ આગળ ચાલીને શરમાવાની એકટીંગ કરે છે, સાથે જ તે પોતાના માથાને પણ ટી શર્ટ થી છુપાવવા પ્રયાસ કરી રહ્યો છે. ગીતની લાઇન ખતમ થતા જ ધવન પૃથ્વીને ગળે લગાવી લે છે અને ખુબ જોર થી હંસવા લાગે છે.

TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ

#shikar #dhavan #video #filmy #geet #tv9gujarati

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Published On - 7:03 pm, Wed, 18 November 20

Next Article