IND vs AUS: સિરીઝ પહેલા જ ઓસ્ટ્રેલિયાના આ ખેલાડીએ સોશિયલ મીડિયાના એકાઉન્ટ બંધ કરી દીધા, દર્શાવ્યુ આ કારણ

|

Nov 14, 2020 | 9:11 PM

ભારત અને ઓસ્ટ્રેલિયાની વચ્ચે લગભગ બે મહીના સુધી ચાલનારી સિરીઝની શરુઆત 27 નવેમ્બરથી થનારી છે. બંને ટીમો વન ડે અને ટી-20ની ત્રણ ત્રણ મેચો રમશે, જ્યારે એક ડે નાઈટ ટેસ્ટ અને બોક્સીંગ ડે ટેસ્ટ સહિત ચાર ટેસ્ટ મેચ રમશે. સિરીઝથી પહેલા બંને ટીમોના ખેલાડીઓનું પુરુ ધ્યાન સારામાં સારા પ્રદર્શન કરવા પર લાગેલુ છે. આ કડીમાં […]

IND vs AUS: સિરીઝ પહેલા જ ઓસ્ટ્રેલિયાના આ ખેલાડીએ સોશિયલ મીડિયાના એકાઉન્ટ બંધ કરી દીધા, દર્શાવ્યુ આ કારણ

Follow us on

ભારત અને ઓસ્ટ્રેલિયાની વચ્ચે લગભગ બે મહીના સુધી ચાલનારી સિરીઝની શરુઆત 27 નવેમ્બરથી થનારી છે. બંને ટીમો વન ડે અને ટી-20ની ત્રણ ત્રણ મેચો રમશે, જ્યારે એક ડે નાઈટ ટેસ્ટ અને બોક્સીંગ ડે ટેસ્ટ સહિત ચાર ટેસ્ટ મેચ રમશે. સિરીઝથી પહેલા બંને ટીમોના ખેલાડીઓનું પુરુ ધ્યાન સારામાં સારા પ્રદર્શન કરવા પર લાગેલુ છે. આ કડીમાં ઓસ્ટ્રેલીયાના ઉભરતા ક્રિકેટર વિલ પુકોવસ્કીએ સોશિયલ મીડિયાથી અંતર બનાવી લીધુ છે. તેને ઓસ્ટ્રેલિયાની ટેસ્ટ ટીમમાં પસંદ કરવામાં આવ્યો છે. આવામાં ભારત સામે રમાનારી ટેસ્ટ સીરિઝને લઈને તમામ હાઈપ અને અટકળો બાજીથી દુર રહેવા માટે તેણે સોશિયલ મીડિયાથી અંતર કરી લેવા માટે પોતાના એકાઉન્ટ બંધ કરી દીધા છે.



Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો
PAK ક્રિકેટરની સુંદર પત્નીનું ભારત કનેક્શન, જુઓ તસવીર
WhatsApp Tips : WhatsApp પર ડિલિટ કરેલા મેસેજ આ રીતે જુઓ, અલગ એપની જરુર નથી
ગુજરાતમાં કયા છે અંબાણી પરિવારની આલીશાન હવેલી, જુઓ તસવીર
પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર

 

છેલ્લા કેટલાક વર્ષોમાં ઓસ્ટ્રેલિયાના ખુબ ઓછા યુવા ક્રિકેટરોની એટલી ચર્ચા થઈ છે, જેટલી શેફીલ્ડ શિલ્ડમાં શાનદાર પ્રદર્શન કરવા વાળા પુકોવસ્કીની થઈ રહી છે. પોતાનું ધ્યાન ભટકતુ બચાવવા માટે તેણે સોશિયલ મીડિયાને પુરી રીતે કિનારો કરી લીધો છે. તેણે પત્રકારોને કહ્યુ હતુ કે, મીડિયામાં આ શૃંખલાની ખુબ ચર્ચા છે. હું મારી તૈયારીઓ અને રમત પર પુુર્ણ રીતે ફોકસ કરવા માંગુ છુ. આ કારણથી જ મેં ટ્વીટર અને અન્ય સોશિયલ મીડિયાથી અંતર બનાવી લીધુ છે. આનાથી દુર રહેવાને લઈને મારુ કાર્ય આસાન થઈ શકશે.

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

પુકોવસ્કી અને કૈમરન ગ્રીન સહિત પાંચ નવા ખેલાડીઓને 17 સદસ્યોની ઓસ્ટ્રેલિયાની ટીમમાં શામેલ કરવામાં આવ્યા છે. પુકોવસ્કીએ હાલમાં જ શેફીલ્ડ શીલ્ડમાં સતત બે મેચોમાં બેવડી સદી લગાવી હતી. સ્કુલના દિવસોમાં ફુટબોલ રમવા સમયે માથામાં ઈજા પહોંચી હતી, પરંતુ તેણે ખુબ મહેનત કરીને પોતાને શ્રેષ્ઠ ક્રિકેટરોમાં સામેલ કર્યો છે. પુકોવસ્કી પોતાના કેરીયરની શરુઆતમાં મેન્ટલ હેલ્થથી સંઘર્ષ કરી રહ્યો હતો. આ કારણથી તેની આંતરરાષ્ટ્રીય ડેબ્યુમાં પણ ખુબ વાર લાગી હતી. ગત વર્ષે શ્રીલંકા સામેની સિરીઝમાં પણ તેનુ ટીમમાં સમાવેશ થવાનું નક્કી હતુ, પરંતુ અંત સમયે જ પોતાને પસંદગીથી દુર કરી લીધો હતો. તે મિડલ ઓર્ડરમાં સારી રીતે રમી શકે તે પ્રકારનો ખેલાડી છે. સાથે જ ઓપનર તરીકે પણ તે મહત્વનો માની શકાય છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Next Article