INDvsAUS: ‘કરો યા મરો’ની સ્થિતી સાથે રવિવારનો જંગ વિરાટ સેનાએ ખેલવો પડશે, સિરીઝ બચાવવા મહત્વની મેચ

|

Nov 28, 2020 | 9:16 PM

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની સીરીઝની બીજી વન ડે 29, નવેમ્બર એટલે કે રવિવારે રમાનારી છે. જે મેચ વિરાટ કોહલીની કેપ્ટનશીપ વાળી ટીમ ઈન્ડિયા માટે હવે કરો યા મરોની સ્થિતી ભરી છે. ભારતીય  ટીમને પ્રથમ વન ડે મેચમાં 66 રનથી હાર સ્વીકારવી પડી હતી. જો હવે ભારત હવે બીજી મેચ પણ ગુમાવી દે છે તો એ […]

INDvsAUS: કરો યા મરોની સ્થિતી સાથે રવિવારનો જંગ વિરાટ સેનાએ ખેલવો પડશે, સિરીઝ બચાવવા મહત્વની મેચ

Follow us on

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની સીરીઝની બીજી વન ડે 29, નવેમ્બર એટલે કે રવિવારે રમાનારી છે. જે મેચ વિરાટ કોહલીની કેપ્ટનશીપ વાળી ટીમ ઈન્ડિયા માટે હવે કરો યા મરોની સ્થિતી ભરી છે. ભારતીય  ટીમને પ્રથમ વન ડે મેચમાં 66 રનથી હાર સ્વીકારવી પડી હતી. જો હવે ભારત હવે બીજી મેચ પણ ગુમાવી દે છે તો એ સાથે જ હવે તે સીરીઝ પરથી પણ હાથ ધોવા પડી શકે છે. પ્રથમ મેચમાં લય મેળવા માટે સંઘર્ષ કરતા ભારતીય બોલરોએ સમય બગાડ્યા વિના જ હવે ભુલોમાં સુધારો કરવો પડશે. ઓસ્ટ્રેલીયા સામેની સીરીઝ બચાવવા માટે બીજી વન ડે મેચમાં ટીમે હવે શ્રેષ્ઠ પ્રદર્શન કરવુ પડશે. ઓસ્ટ્રેલીયાએ જે રીતે ભારતીય ટીમની કમજોરીના ફાયદા ઉઠાવ્યા છે, તે વિરાટ કોહલી અને રવિ શાસ્ત્રી માટે હવે ચિંતાનો વિષય છે. ઓસ્ટ્રેલિયાના કેપ્ટન આરોન ફીંચ, સ્ટીવ સ્મિથ અને ડેવિડ વોર્નર જબરદસ્ત ફોર્મમાં છે. જેનાથી બુમરાહ અને અન્ય બોલરો પણ પ્રથમ વનડેમાં અસરદાર સાબિત થઈ શક્યા નહીં. ભારતીય ટીમના બોલીંગ સંયોજનમાં બદલાવની પણ શક્યતાઓ ઓછી વર્તાઈ રહી છે.

ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

સિડનીમાં રમાઈ ચુકેલી પ્રથમ વન ડે મેચમાં ભારતીય બોલરોએ બરાબર રન લુંટાવ્યા હતા. સ્પીનર યુઝવેન્દ્ર ચહલ અને પેસર નવદિપ સૈની બંનેએ મળીને 20 ઓવરમાં જ 172 રન આપ્યા હતા. ચહલ ઈજાને લઈને પોતાનો સ્પેલ પુરો કરીને મેદાન છોડીને બહાર ચાલ્યો હતો. સૈનીની કમરમાં ખેંચ આવી ગઈ છે. તેના કવરના રુપે ટી નટરાજનને ટીમમાં રાખવામાં આવ્યો છે. તેના બહાર થવા પર શાર્દુલ ઠાકુર સૈની અને કુલદીપ યાદવ ચહલની જગ્યાએ મેદાનમાં ઉતારી શકાય છે. ભારતના ટોચના ક્રમમાં કેટલાક બેટ્સમેને બેજવાબદારી ભર્યા શોટ્સ રમીને પોતાની વિકેટ ગુમાવી દીધી હતી. ખાસ કરીને શ્રેયસ ઐયરે જોશ હેઝલવુડના બોલ પર જે શોટ લગાવ્યો હતો, તે બેજવાબદાર શોટ હતો. મયંક અગ્રવાલે પણ અતિરીક્ત ઉછાળનો સામનો નહોતો કરી શકતો. કેપ્ટન વિરાટ કોહલી પર ઓસ્ટ્રેલિયાની ટીમ, મિડીયા અને ક્રિકેટ પ્રેમીઓની નજરો છે, તે પણ મોટી ઈનીંગ રમવા ઈચ્છશે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

હાર્દીક પંડ્યાએ 76 બોલમાં 90 રન બનાવ્યા હતા, પંડ્યાએ જોકે પોતેએ પણ સ્વીકાર કર્યો હતો કે તે હાલમાં બોલીંગ કરવાની સ્થિતીમાં નથી. ટી-20 વિશ્વકપ પહેલા તે બોલીંગ કરી નહીં શકે. આ પહેલા પણ કોહલીની પાસે એવા બોલર રહી ગયા છે કે જે બેટીંગ નથી કરી શકતા અને ટોચનો કોઈ બેટ્સમેન બોલીંગ નથી કરી શકતો. ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીએ પહેલી મેચ બાદ કહ્યુ હતુ કે છઠ્ઠા બોલરની કમીને લઈને જસપ્રિત બુમરાહ પર ખૂબ દબાણ આવ્યુ હતુ. જે પોતાના પ્રદર્શનને અનુરુપ પણ જો કે નહોતો દેખાયો. આઈપીએલનું શાનદાર ફોર્મ પણ તે વન ડેમાં નહોતો લાવી શક્યો. ટીમ ઈન્ડિયાને આશા રહેશે કે બોલરો ઓસ્ટ્રેલિયા પર દબાણ વધારવામાં સફળ થશે. ટીમ ઓસ્ટ્રેલિયામાં ઉભરતો ખેલાડી કૈમરન ગ્રીનને મોકો મળી શકે છે. કારણ કે મેચમાં માર્કસ સ્ટોઈનીશને પણ ખભામાં ખેંચાણ થઈ રહ્યુ છે. આમ ફિંચ અને સ્મિથ બંનેએ સંકેત આપ્યા છે કે ગ્રીન વન ડેમાં પદાર્પણ કરી શકે છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article