IND vs AUS : ગાબા ટેસ્ટ વચ્ચે આવ્યા મોટા સમાચાર, અચાનક ભારત પરત ફરશે આ 3 ખેલાડી

|

Dec 15, 2024 | 8:38 PM

ટીમ ઈન્ડિયાને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે. ઓસ્ટ્રેલિયા પ્રવાસ અધવચ્ચે જ છોડીને આ ત્રણ ભારતીય ખેલાડીઓ સ્વદેશ પરત ફરી રહ્યા છે. ત્યારે આ લેખમાં જાણીશું કે, આ ત્રણ ખેલાડીઓ કોણ છે અને તેઓ બોર્ડર ગાવસ્કર ટ્રોફી છાડીને કેમ પરત ફરી રહ્યા છે.

IND vs AUS : ગાબા ટેસ્ટ વચ્ચે આવ્યા મોટા સમાચાર, અચાનક ભારત પરત ફરશે આ 3 ખેલાડી
Indian Cricket Team

Follow us on

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બે ટેસ્ટ મેચ બાદ ત્રીજી મેચ બ્રિસ્બેનના ગાબા સ્ટેડિયમમાં રમાઈ રહી છે. આ દરમિયાન અચાનક ટીમ ઈન્ડિયાને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે. ત્રણ ભારતીય ખેલાડીઓ ઓસ્ટ્રેલિયા પ્રવાસ અધવચ્ચે જ છોડીને સ્વદેશ પરત ફરી રહ્યા છે. તેની પાછળ એક ખાસ કારણ છે. તમને જણાવી દઈએ કે આ તમામ ખેલાડીઓમાં ત્રણેય ફાસ્ટ બોલર છે જે જલ્દી જ સ્વદેશ પરત ફરશે. ત્યારે આ લેખમાં જાણીશું કે, આ ત્રણ ખેલાડીઓ કોણ છે અને તેઓ બોર્ડર ગાવસ્કર ટ્રોફી છાડીને કેમ પરત ફરી રહ્યા છે.

મુકેશ-સૈની અને યશ દયાલ ભારત પરત ફરશે

મીડિયા અહેવાલ મુજબ, બોર્ડર ગાવસ્કર ટ્રોફી દરમિયાન ભારત પરત ફરનાર ત્રણેય ખેલાડીઓ ટીમ ઈન્ડિયાની ટીમનો ભાગ નથી. જેમાં મુકેશ કુમાર, યશ દયાલ અને નવદીપ સૈનીના નામ સામેલ છે. આ ત્રણેય ફાસ્ટ બોલર છે અને બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની શરૂઆતથી જ ટીમ ઈન્ડિયા સાથે રિઝર્વ ખેલાડીઓ તરીકે ઓસ્ટ્રેલિયામાં છે. જોકે, હવે ત્રણેયને ભારત પરત ફરવું પડશે. ટીમ ઈન્ડિયાએ ગાબા ટેસ્ટ વચ્ચે ત્રણેયને છોડવાનો નિર્ણય લીધો છે.

વિજય હજારે ટ્રોફીમાં જોવા મળી શકે છે

યશ દયાલ, નવદીપ સૈની અને મુકેશ કુમાર, જેઓ ટીમ ઈન્ડિયા સાથે રિઝર્વ પ્લેયર તરીકે હતા તેઓ ટૂંક સમયમાં ભારત આવશે. આ પછી આ ખેલાડીઓ વિજય હજારે ટ્રોફીમાં પોતપોતાની રાજ્યની ટીમો માટે રમતા જોવા મળી શકે છે. વિજય હજારે ટ્રોફીની આગામી સીઝન 21મી ડિસેમ્બરથી શરૂ થશે જ્યારે તે 18મી જાન્યુઆરી 2025ના રોજ સમાપ્ત થશે. આ ડોમેસ્ટિક ટૂર્નામેન્ટમાં મુકેશ કુમાર પશ્ચિમ બંગાળ અને યશ દયાલ ઉત્તર પ્રદેશની ટીમ તરફથી રમતા જોવા મળશે. જ્યારે નવદીપ સૈની દિલ્હી તરફથી રમે છે.

નાગ-નાગણના સુંદર જોડાએ કર્યો જબરદસ્ત ડાન્સ, કેમેરામાં કેદ થયા દ્રશ્યો
Winter Walking : શિયાળામાં કેટલી મિનિટ ચાલવું સ્વાસ્થ્ય માટે યોગ્ય છે?
ગુજરાતીઓનું ફેવરિટ અને ભારત નું સ્વર્ગ છે આ હિલ સ્ટેશન, જુઓ Photos
સુરતના 8 સૌથી અમિર વ્યક્તિઓનું લિસ્ટ, જોઈ લો
વિશ્વની ટોચની 10 સેમિકન્ડક્ટર કંપનીઓ, કોણ છે નંબર 1?
બ્રિસ્બેનમાં આ ક્રિકેટર સાથે જોવા મળી સારા તેંડુલકર, જુઓ Photos

ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે ભારત પાસે હજુ 5 ફાસ્ટ બોલર છે

ઓસ્ટ્રેલિયાની ઉછાળવાળી પીચોને ધ્યાનમાં રાખીને ટીમ ઈન્ડિયા ઘણા ફાસ્ટ બોલરોને ઓસ્ટ્રેલિયા લઈ ગઈ હતી. મુકેશ, યશ અને નવદીપને છોડવા છતાં ટીમ ઈન્ડિયા પાસે હજુ પણ પાંચ ફાસ્ટ બોલર છે. જેમાં જસપ્રિત બુમરાહ, મોહમ્મદ સિરાજ, આકાશ દીપ, હર્ષિત રાણા અને પ્રસિદ્ધ ક્રિષ્નાનો સમાવેશ થાય છે. બુમરાહ અને સિરાજ ટીમના મુખ્ય ફાસ્ટ બોલર છે. જ્યારે હર્ષિત રાણાએ આ પ્રવાસ દ્વારા આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યુ કર્યું છે. જોકે, તે ત્રીજી ટેસ્ટમાંથી બહાર હતો. તેની જગ્યાએ આકાશ દીપને તક મળી. પ્રસિદ્ધ ક્રિષ્ના હજુ પણ આ સીરિઝમાં તક મળી નથી.

Next Article