વડોદરા સામેની એ મેચમા રવિ શાસ્ત્રીએ સૌથી ઝડપી બેવડી સદી ફટકારી દીધી હતી, 33 વર્ષ ટકી રહ્યો રેકોર્ડ

|

Jan 10, 2021 | 2:16 PM

રવિ શાસ્ત્રી (Ravi Shastri) હાલમાં ભારતીય ટીમના મુખ્ય કોચ છે. તે ટીમની સાથે હાલમાં ઓસ્ટ્રેલીયા પ્રવાસ (Australia Tour) પર છે. પરંતુ 35 વર્ષ પહેલા આજના દિવસે તેમણે ધમાકેદાર બેટીંગ વડે એક વિશ્વ રેકોર્ડ (World Record) બનાવી દીધો હતો. આ રેકોર્ડ 33 વર્ષ સુધી અડીખમ રહ્યા બાદ તુટ્યો હતો. શાસ્ત્રીનો આ રેકોર્ડ સૌથી ઝડપ થી પ્રથમ શ્રેણી ડબલ સેન્ચ્યુરી લગાવવાનો હતો.

વડોદરા સામેની એ મેચમા રવિ શાસ્ત્રીએ સૌથી ઝડપી બેવડી સદી ફટકારી દીધી હતી, 33 વર્ષ ટકી રહ્યો રેકોર્ડ
Ravi Shastri

Follow us on

રવિ શાસ્ત્રી (Ravi Shastri) હાલમાં ભારતીય ટીમના મુખ્ય કોચ છે. તે ટીમની સાથે હાલમાં ઓસ્ટ્રેલીયા પ્રવાસ (Australia Tour) પર છે. પરંતુ 35 વર્ષ પહેલા આજના દિવસે તેમણે ધમાકેદાર બેટીંગ વડે એક વિશ્વ રેકોર્ડ (World Record) બનાવી દીધો હતો. આ રેકોર્ડ 33 વર્ષ સુધી અડીખમ રહ્યા બાદ તુટ્યો હતો. શાસ્ત્રીનો આ રેકોર્ડ સૌથી ઝડપ થી પ્રથમ શ્રેણી ડબલ સેન્ચ્યુરી લગાવવાનો હતો. તેણે 1985માં મુંબઇ (Mumbai) માટે રમતા વડોદરા (Vadodara) ની સામે 113 મીનીટ એટલે કે 1 કલાક અને 53 મીનીટમાં જ 200 રન ફટકારી દીધા હતા. જે સૌથી ઓછા સમયમાં ફટકારવામાં આવેલી બેવડી સદી હતી જે મેચમાં એક વધારે કમાલ પણ રવિ શાસ્ત્રીએ કર્યો હતો. તેણે વડોદરાની સામેની એ મેચમાં એક ઓવરમાં છ છગ્ગા પણ લગાવી દીધા હતા. વર્ષ 2018માં અફઘાનિસ્તાનના શફિકુલ્લાહ એ 103 મિનીટમાં બેવડી સદી કરીને શાસ્ત્રીનો આ રેકોર્ડ તોડી નાંખ્યો હતો.

આ રેકોર્ડ રણજી ટ્રોફી દરમ્યાન નોંધાયો હતો. વેસ્ટ ઝોન મુકાબલામાં મુંબઇ અને વડોદરા બંને આમને સામને હતા. મુંબઇના કેપ્ટન સુનિલ ગાવાસ્કરે ટોસ જીતીને પહેલા બેટીંગ પસંદ કરી હતી. તેમણે 371 રન પર પારી ઘોષિત કરી દીધી હતી. જેમાં ગુલામ પારકરે 170 અને શિશિર હટ્ટંગડી એ 83 રન બનાવ્યા હતા. લાલચંદ રાજપૂતે 66 રન કર્યા હતા. જેના જવાબમાં વડોદરાએ સુરેશ કેશવાલાનુ શતક અને મોંહિંદર અમરનાથે 88 રનની ઇનીંગ રમી હતી. તિલક રાજે પણ અર્ધશતક લગાવ્યુ હતુ. આમ વડોદરાએ પણ આઠ વિકેટ ગુમાવીને 330 રન બનાવીને પારીને ઘોષિત કરી હતી. જેમાં રવિ શાસ્ત્રીએ ત્રણ વિકેટ ઝડપી હતી.

બીજી ઇનીંગમાં મુંબઇના બેટ્સમેનોએ ઝડપી બેટીંગ શરુ કરી હતી. લાલચંદ રાજપૂતે 136 રનની ઇનીંગ રમી હતી. પરંત રવિ શાસ્ત્રીએ તો જાણે કે ટેસ્ટમાં આતશબાજી શરુ કરી હતી. છઠ્ઠા નંબર પર રમતમાં આવેલા શાસ્ત્રીએ આવતા સાથે જ ધૂમ મચાવવી શરુ કરહી હતી. શાસ્ત્રીએ 123 બોલમાં જ 200 રન ફટકારી દીધા હતા. જેમાં 13 ચોગ્ગા અને 13 છગ્ગા સામેલ હતા. તિલક રાજ તેમના નિશાના પર રહ્યો હોય એવી સ્થિતી હતી. તેની એક જ ઓવરમાં છ છગ્ગા ફટકારી દીધા હતા. આમ કરવામાં તે વેસ્ટઇન્ડીઝના ગેરી સોબર્સ બાદ તે બીજો ક્રિકેટર હતો જેણે આવો કમાલ કર્યો હતો. સોબર્સે વર્ષ 1968માં લગાતાર છ છગ્ગા લગાવ્યા હતા.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

અણનમ બેવડી સદી ની ઇનીંગમાં શાસ્ત્રીએ 42 બોલમાં જ ત્રણ છગ્ગા અને ચાર ચોગ્ગાની મદદ થી 50 રન પુરા કર્યા હતા. 80 બોલમાં શતક પુરુ કર્યુ હતુ. બાદમાં તો જાણે કે મેદાનમાં રનનુ તોફાન આવ્યુ હતુ. જ્યારે 147 રન પર તે રમી રહ્યા હતા, ત્યારે તેમણે તિલક રાજને લગાતાર છ છગ્ગા લગાવી દીધા હતા. આમ તે છ બોલમાં જ 183 રન પર પહોંચી ગયા હતા. આમ તે બાકીના 100 રન ને માત્ર 43 બોલમાં જ પુરા કરી શક્યા હતા. આ સાથે જ તે સૌથી ઝડપી બેવડી સદીનો રેકોર્ડ પણ પોતાને નામે લખી દિધો હતો. આ પારી દરમ્યાન ગુલામ પારકર સાથએ મળીને છઠ્ઠી વિકેટ માટે 204 રનની ભાગીદારી નોંધાવી હતી. જોકે તેમાં પાર્કરનુ યોગદાન માત્ર 33 રનનુ હતુ. શાસ્ત્રીએ પોતાના તમામ છગ્ગા સ્પિનરને જ લગાવ્યા હતા.

આ રેકોર્ડના એક સપ્તાહ પહેલા જ ઇંગ્લેંડ સામેની મેચમાં શાસ્ત્રીએ શતક પુરુ કરવા માટે 7 કલાકનો સમય લીધો હતો. તેમણે 357 બોલ રમીને 111 રન બનાવ્યા હતા. વડોદરા સામેની મેચને ગાવાસ્કરે પાંચ વિકેટે 457 રન પર જ ઘોષિત કરી દીધી હતી. વડોદરા માટે જીત નુ લક્ષ્ય 499 રન હતુ. જે લક્ષ્ય સામે વડોદરા ની ટીમ વિખેરાઇ ગઇ હતી. બલવિંદર સંધુ એ જેમાં ચાર અને શાસ્ત્રીએ બે વિકેટ ઝડપી હતી. જેને લઇને વડોદરા 81 રનમાં જ સાત વિકેટ ગુમાવી ચુક્યુ હતુ. જોકે મેચને ડ્રો કરાવવામાં તે કામિયાબ રહ્યા હતા.

Next Article