ICC: કોરોના મહામારીને લઇને વિશ્વકપ લીગ-2 શ્રેણી મોકૂફ કરી દેવાઇ, કોરોના ઈફેક્ટ

|

Feb 13, 2021 | 9:50 AM

કોરોના મહામારીને લઇને હજુ પણ ક્રિકેટ ટુર્નામેન્ટ (Cricket Tournament) ને સ્થગીત કરવાની નોબત સર્જાઇ રહી છે. જેની અસર આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (ICC) ની મોટી ટુર્નામેન્ટો પર પડી રહી છે. પાછલા વર્ષે ICC T20 વિશ્વકપ કોરોનાને લઇને સ્થગીત કર્યો હતો.

ICC: કોરોના મહામારીને લઇને વિશ્વકપ લીગ-2 શ્રેણી મોકૂફ કરી દેવાઇ, કોરોના ઈફેક્ટ
International Cricket Council

Follow us on

કોરોના મહામારીને લઇને હજુ પણ ક્રિકેટ ટુર્નામેન્ટ (Cricket Tournament) ને સ્થગિત કરવાની નોબત સર્જાઇ રહી છે. જેની અસર આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (ICC) ની મોટી ટુર્નામેન્ટો પર પડી રહી છે. પાછલા વર્ષે ICC T-20 વિશ્વકપ કોરોનાને લઇને સ્થગીત કર્યો હતો. હવે ICC એ જાહેરાત કરી છે કે, માર્ચ અને મે માસમાં વિશ્વકપ લીગ-2 (World Cup League-2) ના ભાગરુપે રમાનારી આગામી ક્રિકેટ સિરીઝ કોવિડ-19 (Covid-19) ને લઇને સ્થગિત કરી દેવાઇ છે.

2023 વિશ્વ કપના ક્વોલીફાઇંગનો હિસ્સો વિશ્વ કપ લીગ 2 ની છઠ્ઠી, સાતમી અને આઠમી સિરીઝના ભાગરુપે 18 વન ડે મેચોનુ આયોજન થનારુ હતુ. સ્થગીત સિરીઝમાં પોઇન્ટ ટેબલમાં ટોચ પર ઓમાન સામેલ હતુ. જે 19 માર્ચ થી 18 માર્ચ વચ્ચે છ વન ડે મેચ માટે બીજા સ્થાન પર રહેલ અમેરિકા અને સાતમા સ્થાનના નેપાળની મહેમાનગતી કરનાર હતુ.

ICC એ કહ્યુ છે કે, આ સ્થગીત સંબંઘિત દેશો વચ્ચે વર્તમાન યાત્રાઓને પ્રતિબંધીત કરવાના કારણો છે. ICCએ કહ્યુ તે યજમાન અને ભાગ લેનારા સદસ્યો વચ્ચે સાથે મળીને એક વિંડો શોધવાનુ કામ કરશે.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

કોરોના મહામારીને કારણે હાલમાં ક્રિકેટ ઓસ્ટ્રેલીયાએ સાઉથ આફ્રિકાનો પોતાનો મહત્વનો પ્રવાસ રોકી દીધો હતો. જેને લઇને સાઉથ આફ્રિકા ક્રિકેટ બોર્ડ ખૂબ જ નારાજ થયુ હતુ. તેણે ICCને પણ આ મામલે હસ્તક્ષેપ કરવા માટે વિનંતી કરી હતી. જે પ્રવાસ સ્થગીત કરવાને લઇને ન્યુઝીલેન્ડની ટીમને ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઇનલમાં સ્થાન મળી ગયુ હતુ. હવે ભારત અને ઇંગ્લેંડ વચ્ચેની ટેસ્ટ સીરીઝના અંતે બીજી ફાઇનાલિસ્ટ ટીમ નક્કિ થઇ જશે.

Next Article