ICC: ટેસ્ટ રેન્કિગમાં વિરાટ કોહલી પાછળ સરક્યો, ચેતેશ્વર પુજારાને ફાયદો

|

Jan 31, 2021 | 10:10 AM

ICCની નવી ટેસ્ટ રેન્કીંગમાં ઓસ્ટ્રેલિયાના બેટ્સમેન માર્નસ લાબુશેન ટીમ ઇન્ડીયાના કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli) થી આગળ નિકળી ગયો છે. લાબુશેન કોહલીને પાછળ છોડીને ત્રણ નંબરની પોઝીશન પર પહોંચી ગયો છે. જ્યારે વિરાટ કોહલી ચાર નંબર પર સરક્યો છે.

ICC: ટેસ્ટ રેન્કિગમાં વિરાટ કોહલી પાછળ સરક્યો, ચેતેશ્વર પુજારાને ફાયદો
કોહલી અને પુજારા ઉપરાંત ટોપ ટેનમાં અજીંક્ય રહાણેનુ પણ નામ.

Follow us on

ICC ની નવી ટેસ્ટ રેન્કીંગમાં ઓસ્ટ્રેલીયાના બેટ્સમેન માર્નસ લાબુશેન ટીમ ઇન્ડીયાના કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli) થી આગળ નિકળી ગયો છે. લાબુશેન કોહલીને પાછળ છોડીને ત્રણ નંબરની પોઝીશન પર પહોંચી ગયો છે. જ્યારે વિરાટ કોહલી ચાર નંબર પર સરક્યો છે. ન્યુઝીલેન્ડના કેપ્ટન કેન વિલિયમસન (Ken Williamson) નંબર એક અને સ્ટીવ સ્મિથ (Steve Smith) બે નંબર પર યથાવત છે. ઇંગ્લેંડના બેટ્સમેન જો રુટ પાંચમાં નંબર પર છે. બ્રિસબેન ટેસ્ટ (Brisbane Test) માં શાનદાર રમત રમનારા ચેતેશ્વર પુજારા (Cheteshwar Pujara) પણ, બાબર આઝમને પાછળ છોડતા નંબર છ પર પહોંચી ગયા છે.

પેટરનીટી લિવ પર જવાને લઇને વિરાટ કોહલીને ઓસ્ટ્રેલીયા સામે રમાયેલી ચાર ટેસ્ટ મેચોની સિરીઝની આખરી ત્રણ ટેસ્ટ મીસ કરી હતી. માર્નસ લાબુશેનનુ પ્રદર્શન ઓસ્ટ્રેલીયા માટે ભારત સામેની સિરીઝમાં સારુ રહ્યુ હતુ. તેણે ચાર મેચોની 8 પારી રમીને 53.25 ની સરેરાશ થી 426 રન બનાવ્યા હતા. જેમાં એક શતકીય પારી પણ શામેલ હતી. લાબુશેન સાથે સ્ટીવ સ્મિથે સિરીઝની આખરી બંને ટેસ્ટ મેચમાં શાનદાર પ્રદર્શન કર્યુ હતુ. તેણે 4 ટેસ્ટ મેચમાં 313 રન કર્યા હતા. વિરાટ કોહલીએ એડિલેડ ટેસ્ટની પ્રથમ પારીમાં અર્ધશતક ફટકાર્યુ હતુ. કોહલી અને પુજારા ઉપરાંત ટોપ ટેનમાં અજીંક્ય રહાણેનુ પણ નામ છે, જે આઠમુ સ્થાન ધરાવે છે. ગાબામાં ઓસ્ટ્રેલીયા સામે 89 રનની શાનદાર પારી રમનાર ઋષભ પંત 13 નંબર છે.

https://twitter.com/ICC/status/1355430540367814657?s=20

આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા

બોલીંગ ની ટેસ્ટ રેન્કિંગમાં ઓસ્ટ્રેલીયાના ઝડપી બોલર પેટ કમિન્સ નંબર વન બોલર બન્યો છે. જ્યારે બીજા નંબર પર ઇંગ્લેંડનો ઝડપી બોલર સ્ટુઅર્ટ બ્રોડ છે. જ્યારે શ્રીલંકા સામે બીજી ટેસ્ટ મેચમાં સારી બોલીંગ કરનાર જેમ્સ એન્ડરસન છઠ્ઠા નંબર પર પહોંચી ગયા છે. ભારત તરફ થી રવિચંદ્રન અશ્વિન આઠ નંબર અને જસપ્રિત બુમરાહ નવ નંબર પર સ્થાન ધરાવે છે.

https://twitter.com/ICC/status/1355427778703843329?s=20

Next Article