T20 World Cup: શાકિબ અલ હસને વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો, ટી -20 માં સૌથી વધુ વિકેટ લેનાર બોલર બન્યો

|

Oct 18, 2021 | 12:06 PM

શાકિબ અલ હસન 2007 માં પ્રથમ ટી 20 વર્લ્ડ કપનો પણ ભાગ હતો અને ત્યારથી તે દરેક ટી 20 વર્લ્ડ કપમાં રમી રહ્યો છે. તે બાંગ્લાદેશ માટે સૌથી વધુ આંતરરાષ્ટ્રીય વિકેટ લેનાર ખેલાડી છે.

T20 World Cup: શાકિબ અલ હસને વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો, ટી -20 માં સૌથી વધુ વિકેટ લેનાર બોલર બન્યો
shakib al hasan

Follow us on

T20 World Cup: આઈસીસી ટી 20 વર્લ્ડ કપ 2021 (ICC T20 World Cup 2021 ) ઓમાન અને યુએઈમાં શરૂ થઈ ગયો છે અને પહેલા જ દિવસે નવો વર્લ્ડ રેકોર્ડ સર્જાયો છે.

આ રેકોર્ડ બાંગ્લાદેશના દિગ્ગજ ઓલરાઉન્ડર (Allrounder)શાકિબ અલ હસને બનાવ્યો છે. પ્રથમ રાઉન્ડમાં સ્કોટલેન્ડ સામે તેની પ્રથમ મેચમાં બાંગ્લાદેશના મહાન ખેલાડીએ પુરુષોની આંતરરાષ્ટ્રીય ટી 20 ક્રિકેટમાં સૌથી વધુ વિકેટ લેવાનો રેકોર્ડ તોડ્યો હતો. શાકિબે આ મેચમાં 2 વિકેટ લઈને શ્રીલંકાના દિગ્ગજ ફાસ્ટ બોલર લસિથ મલિંગાનો વર્લ્ડ રેકોર્ડ (World record)તોડ્યો હતો. શાકિબે (shakib al hasan) હવે 108 વિકેટ લીધી છે અને ટોચના સ્થાને પોતાનું સ્થાન બનાવી લીધું છે. શાકિબની શાનદાર બોલિંગના આધારે બાંગ્લાદેશે સ્કોટલેન્ડને મોટો સ્કોર કરતા અટકાવ્યો હતો.

2007 થી દરેક ટી 20 વર્લ્ડ કપમાં રમી રહેલા શાકિબે ફરી એક વખત પોતાની ટીમ માટે શાનદાર પ્રદર્શન કર્યું. આ મેચની શરૂઆત પહેલા શાકિબ (shakib al hasan)ના નામે 106 વિકેટ હતી. દિગ્ગજ ડાબા હાથના સ્પિનરે મલિંગાનો રેકોર્ડ તોડ્યો હતો કારણ કે શાકિબે સ્કોટલેન્ડની ઇનિંગની 11 મી ઓવરમાં વધુ બે વિકેટ ઉમેરી હતી. આ ઇનિંગમાં શાકિબની ત્રીજી ઓવર હતી. તેણે પહેલા મલીંગાને આફિફ હુસૈનના હાથે કેચ કરાવીને મલિંગાની બરાબરી કરી અને પછી માઈકલ લિશેને ચોથા બોલ પર લિટન દાસના હાથે કેચ કરાવ્યો અને 108 મી વિકેટ લઈને નવો રેકોર્ડ બનાવ્યો.

ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?
આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો

100 વિકેટ અને 1000 ટી 20 રનનો રેકોર્ડ

શાકિબે હવે 89 ટી 20 આંતરરાષ્ટ્રીય (T20 Internationalમાં 108 વિકેટ ઝડપી છે અને આ ફોર્મેટમાં 100 થી વધુ વિકેટ અને 1000 થી વધુ રન બનાવનાર એકમાત્ર ક્રિકેટર છે. તેણે આ ફોર્મેટમાં 1700 થી વધુ રન બનાવ્યા છે. જ્યાં સુધી વિકેટની વાત છે, બીજા ક્રમે રહેલા મલિંગાએ 84 મેચની કારકિર્દીમાં આ 107 વિકેટ લીધી હતી. આ સાથે જ ન્યૂઝીલેન્ડના ટિમ સાઉથી આ યાદીમાં ત્રીજા નંબરે છે, જેમણે 83 મેચમાં 99 વિકેટ ઝડપી છે. પાકિસ્તાનના ભૂતપૂર્વ લેગ સ્પિનર ​​શાહિદ આફ્રિદી (99) ચોથા નંબરે અને અફઘાનિસ્તાન (Afghanistan)ના દિગ્ગજ લેગ સ્પિનર ​​રાશિદ ખાન (95) પાંચમા નંબરે છે.

600 વિકેટ લેનાર પ્રથમ બાંગ્લાદેશી

એટલું જ નહીં, આ બે વિકેટ સાથે શાકિબે બાંગ્લાદેશ માટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ (International cricket)માં પોતાની 600 વિકેટ પણ પૂરી કરી. આ ઉપલ્બધિ મેળવનાર તે પ્રથમ બાંગ્લાદેશી બોલર (Bangladesh bowler)છે. તેણે 362 મી મેચમાં આ સિદ્ધિ મેળવી હતી. ખાસ વાત એ છે કે, અન્ય કોઈ બોલરે 400 વિકેટ પણ લીધી નથી. બીજા નંબરે ઝડપી બોલર મશરફે મોર્તઝા છે, જેણે 308 મેચમાં 389 વિકેટ ઝડપી છે.

આ પણ વાંચો : Corona Update: દેશમાં 230 દિવસમાં કોરોનાના સૌથી ઓછા 13,596 કેસ નોંધાયા, 166 દર્દીઓના મોત

Next Article