ICC Ranking: વિરાટ કોહલી નવા રેન્કીંગમાં એક સ્થાન આગળ વધ્યો, રાહુલને નુકશાન

|

Mar 24, 2021 | 4:19 PM

આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સીલ (ICC) દ્રારા નવા બહાર પડાયેલ રેન્કીંગમાં ભારતીય કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli) ને એક સ્થાન નો ફાયદો થયો છે.

ICC Ranking: વિરાટ કોહલી નવા રેન્કીંગમાં એક સ્થાન આગળ વધ્યો, રાહુલને નુકશાન
Virat Kohli-KL Rahul

Follow us on

આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સીલ (ICC) દ્રારા નવા બહાર પડાયેલ રેન્કીંગમાં ભારતીય કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli) ને એક સ્થાન નો ફાયદો થયો છે. કોહલી હવે નવા રેન્કીંગમાં પાંચમાં સ્થાન થી ચોથા સ્થાન પર પહોંચી ચુક્યો છે. તો T20 માં પુર્ણ રીતે ફ્લોપ રહેલા ભારતીય બેટ્સમેન કેએલ રાહુલ (KL Rahul) ને એક સ્થાનનુ નુકશાન થયુ છે. તે હવે ચોથા નંબર પર થી પાંચમાં સ્થાન પર સરકી ગયો છે. રેન્કીંગમાં ઇંગ્લેંડના બેટ્સમેન ડેવિડ મલાન (David Malan) 892 પોઇન્ટસ સાથે પ્રથમ નંબર પર અગાઉની માફક જ બન્યો રહ્યો છે.

T20 રેન્કીંગમાં વિરાટ કોહલીની ઉપર જે ખેલાડીઓ સ્થાન ધરાવે છે, તેમાં ડેવિડ મલાન ઉપરાંત આરોન ફિંચ અને બાબર આઝમનુ નામ સામેલ છે. આરોન ફિંચ 830 પોઇન્ટ સાથે બીજા નંબરના સ્થાન પર છે. જ્યારે બાબર આઝમ 801 પોઇન્ટ સાથે ત્રીજા સ્થાન પર છે. વિરાટ કોહલી 762 પોઇન્ટસ સાથે ચાર નંબર પર છે. કેએલ રાહુલ 743 પોઇન્ટ્સ સાથે પાંચમાં નંબર પર છે. આમ કોહલી 19 પોઇન્ટ સાથે રાહુલ કરતા આગળ રહ્યો હતો.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

વિરાટ કોહલી ને T20 રેન્કીંગમાં પણ ફાયદો થવાનુ કારણ છે કે, તેણે ઇંગ્લેંડ સામેની પાંચ મેચોની T20 સિરીઝમાં જબરદસ્ત પ્રદર્શન કર્યુ હતુ. ખાસ વાત એ પણ રહી હતી કે, કોહલી પ્રથમ મેચમાં શૂન્યમાં આઉટ થયો હતો અને બાદમાં તેણે જબરદસ્ત વાપસી કરી હતી અને મેન ઓફ ધ સિરીઝ નો ખિતાબ પણ મેળવ્યો હતો. આ દરમ્યાન વિરાટ પાંચ મેચોની T20 સિરીઝમાં ત્રણ વાર 70 થી વધારે રનનો સ્કોર બનાવનારો વિશ્વનો પ્રથમ ક્રિકેટર બન્યો છે.

કેએલ રાહુલ ની વાત કરવામાં આવે તો, તે ઇંગ્લેંડ સામેની T20 સિરીઝમાં શાંત રહ્યો હતો. તે સતત રન માટે અને પિચ પર ટકી રહેવા માટે સંઘર્ષની સ્થિતિમાં હતો. તેણે પાંચમાંથી ચાર મેચ રમી હતી, જેમાં એક પણ મેચમાં તે દેખાવ કરી શક્યો નહોતો. સિરીઝમાં નિર્ણાયક મેચ દરમ્યાન કેપ્ટન વિરાટ કોહલી રાહુલના સ્થાને જાતે જ ઓપનીંગ કરવા માટે મેદાનમાં આવ્યો હતો. જ્યાં તેની અને રોહિત શર્માની જોડીએ ટીમને ધુંઆધાર શરુઆત આપી હતી. આ મેચને જીતીને ભારત એ સિરીઝને 3-2 થી જીતી લીધી હતી.

Next Article