ICC Ranking: વિરાટ કોહલી અને કેએલ રાહુલને નુકશાન, એકેય ભારતીય બોલર ટોપ ટેનમાં સામેલ ના થઇ શક્યો

|

Mar 31, 2021 | 5:42 PM

ભારતીય કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli) અને બેટ્સમેન કેએલ રાહુલ (KL Rahul) ને આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ (ICC) દ્રારા બહાર પાડવામાં આવેલા રેન્કીંગમાં નુકશાન વેઠવુ પડ્યુ છે.

ICC Ranking: વિરાટ કોહલી અને કેએલ રાહુલને નુકશાન, એકેય ભારતીય બોલર ટોપ ટેનમાં સામેલ ના થઇ શક્યો
Virat Kohli and KL Rahul

Follow us on

ભારતીય કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli) અને બેટ્સમેન કેએલ રાહુલ (KL Rahul) ને આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ (ICC) દ્રારા બહાર પાડવામાં આવેલા રેન્કીંગમાં નુકશાન વેઠવુ પડ્યુ છે. નવા બહાર પડાયેલા રેન્કીંગ (ICC Ranking) માં બંને ખેલાડીઓ એ એક એક સ્થાન પાછળ થવુ પડ્યુ છે. વિરાટ કોહલી અને કેએલ રાહુલ બંને ક્રમશઃ ચોથા અને પાંચમાં સ્થાન પર હતા. જોકે હવે બંને પાંચવા અને છઠ્ઠા નંબર પર ખસક્યા છે. બાંગ્લાદેશ (Bangladesh) સામે શાનદાર પ્રદર્શન કરવાને લઇને ન્યુઝીલેન્ડ (New Zealand) ના ડેવોન કોન્વે (Devon Conway) ને જોરદાર ફાયદો થયો છે. તે હવે ચોથા સ્થાન પર પહોંચી ગયો છે.

હાલના નવા રેન્કીંગમાં ઇંગ્લેંડના બેટ્સમેન ડેવિડ મલાન 892 પોઇન્ટ સાથે પ્રથમ સ્થાન પર યથાવત છે. ઓસ્ટ્રેલીયાના મર્યાદિત ઓવરની ક્રિકેટના કેપ્ટન આરોન ફિંચ આ સમયે 830 પોઇન્ટ ધરાવે છે અને તે યાદીમાં બીજા સ્થાન પર છે. પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમ 801 પોઇન્ટની સાથે ત્રીજા સ્થાન પર છે. વિરાટ અને કોન્વે વચ્ચે માત્ર 22 પોઇન્ટનો જ ફરક છે.

ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ

બેટ્સમેનો બાદ આઇસીસી દ્રારા જારી કરવામાં આવેલા બોલર્સ T20 રેન્કીંગ માં દક્ષિણ આફ્રિકાનો તબરેઝ શમ્સી 733 પોઇન્ટ સાથે પ્રથમ નંબર પર છે. તેના બાદ અફઘાનિસ્તાનના સ્ટાર સ્પિનર રાશિદ ખાન છે, તે 719 પોઇન્ટ ધરાવે છે. ત્રીજા, ચોથા અને પાંચમાં સ્થાન પર ઓસ્ટ્રેલીયાનો એશ્ટન એગર, આદિલ રાશિદ અને મુજીબ ઉર રહેમાન છે. આશ્વર્યજનક વાત તો એ છે કે, એક પણ ભારતીય બોલર ટોપ ટેનમાં સામેલ થઇ શક્યો નથી. જ્યારે ન્યૂઝિલેન્ડના સૌથી વધુ ત્રણ બોલર તેમાં સામેલ છે.

Next Article