ICC Ranking: ઋષભ પંતને ઇંગ્લેંડ સામેનુ પ્રદર્શન ફળ્યુ, દિગ્ગજોને પછાડી ટોપ-10 માં સામેલ

|

Mar 11, 2021 | 8:32 AM

ઋષભ પંત (Rishabh Pant) ને ઇંગ્લેંડ સામે હાલમાં રમાયેલી ટેસ્ટ શ્રેણીમાં શાનદાર રમત દર્શાવવાનુ પરીણામ તેને મળ્યુ છે. તે હવે વિશ્વના ટોપ ટેન બેટ્સમેનોમાં સામેલ થઇ ચુક્યો છે. ICC એ બહાર પાડેલા બેટ્સમેન ટેસ્ટ રેન્કિંગ (Test Ranking) ના મામલામાં 7 સ્થાન ની છલાંગ લગાવીને હવે ટોપ-10માં સામેલ થઇ ચુક્યો છે.

ICC Ranking: ઋષભ પંતને ઇંગ્લેંડ સામેનુ પ્રદર્શન ફળ્યુ, દિગ્ગજોને પછાડી ટોપ-10 માં સામેલ
Rishabh Pant

Follow us on

ઋષભ પંત (Rishabh Pant) ને ઇંગ્લેંડ સામે હાલમાં રમાયેલી ટેસ્ટ શ્રેણીમાં શાનદાર રમત દર્શાવવાનુ પરીણામ તેને મળ્યુ છે. તે હવે વિશ્વના ટોપ ટેન બેટ્સમેનોમાં સામેલ થઇ ચુક્યો છે. ICC એ બહાર પાડેલા બેટ્સમેન ટેસ્ટ રેન્કિંગ (Test Ranking) ના મામલામાં 7 સ્થાન ની છલાંગ લગાવીને હવે ટોપ-10માં સામેલ થઇ ચુક્યો છે. તે હવે રોહિત શર્મા (Rohit Sharma) સાથે સંયુક્ત રુપ થી સાતમા સ્થાન પર છે. ઋષભ પંત એ પ્રથમ વાર ટોપ-10માં સ્થાન મેળવ્યુ છે. આ સાથે જ આ તેની સર્વશ્રેષ્ઠ રેન્કિંગ છે. તેણે અમદાવાદ (Ahmedabad Test) માં અંતિમ ટેસ્ટ મેચમાં શતક લગાવ્યુ હતુ. તેને લઇને ભારત એ અંતિમ ટેસ્ટ મેચમાં એક ઇનીંગ અને 25 રન થી જીતીને સિરીઝ 3-1 થી પોતાના નામે કરી લીધી હતી. રોહિત શર્મા ને પણ શાનદાર બેટીંગનો ફાયદો થયો છે. તે પણ હવે આઠ નંબર ના સ્થાન થી હવે સાતમાં સ્થાન પર પહોંચ્યો છે. પંત અને રોહિત બંને પાસે હવે 747 પોઇન્ટ છે. જે કોઇ પણ ભારતીય વિકેટકીપર ના તરફ થી હાંસલ કરવામાં આવેલા સૌથી વધારે પોઇન્ટ છે.

રોહિત અને પંત ઉપરાંત વોશિંગ્ટન સુંદરને પણ ફાયદો મળ્યો છે. તેણે ચોથી મેચ અમદાવાદ ટેસ્ટ માં અણનમ 96 રન કર્યા હતા. દેને લઇને તે હવે 62 નંબર ના સ્થાન પર થી સીધો જ 39માં નંબર પર આવી પહોંચ્યો છે. પરંતુ ભારતીય કેપ્ટન વિરાટ કોહલી અને ચેતેશ્વર પુજારાને નુકશાન પહોંચ્યુ છે. કોહલી અગાઉ ની માફક જ પાંચમાં સ્થાન પર જ છે, પરંતુ પોઇન્ટ ઓછા મળ્યા છે. તે હવે 814 પોઇન્ટ સાથે પાંચ નંબર પર છે. નવેમ્બર 2017 બાદ તેના આ સૌથી ઓછા પોઇન્ટ છે. તો વળી પુજારા 700 થી ઓછા પોઇન્ટ પર આવી ગયો છે. તેને લઇને તે હવે ટોપ ટેન યાદીમાંથી બહાર થઇ ગયો છે.

મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો

બેટ્સમેનોની રેન્કિંગમાં ટોપ છ સ્થાનમાં કોઇ જ ફેરફાર થયો નથી. ન્યુઝીલેન્ડના કેપ્ટન કેન વિલિયમસન 919 પોઇન્ટ સાથે ટોચ પર છે. તેના બાદ સ્ટીવ સ્મિથ 891, માર્નસ લાબુશેન 878, જો રુટ 831, વિરાટ કોહલી 814, બાબર આઝમ 760 છે. તેના બાદ રોહિત શર્મા, હેનરી નિકલ્સ, ઋષભ પંત અને ડેવિડ વોર્નર છે.

બેટસમેનોમાં ઇંગ્લેંડના ડેન લોરેન્સને ફાયદો થયો છે. આખરી ટેસ્ટમાં 46 અને 50 રનની ઇનીંગને લઇને તે 93 થી 47માં સ્થાન પર પહોંચી ગયો છે. તો ઝીમ્બાબ્વેના કેપ્ટન શીન વિલિયમ્સ ને 105 રનની ઇનીંગને લઇને 24 સ્થાનનો ફાયદો થયો છે. તે હવે 43માં નંબર પર આવી ગયા છે. ઝિમ્બાબ્વે ના જ સિકંદર રઝા પણ આઠ સ્થાન ઉપર આવીને 56 નંબર છે. ઇંગ્લેંડના બેન સ્ટોક્સ, ભારતના અજીંક્ય રહાણે ને રેન્કિંગમાં નુકશાન થયુ છે. તે હવે ક્રમશઃ 12 માં અને 14માં સ્થાન પર છે.

Next Article