ICCએ T20 બેટ્સમેનનું નવું રેન્કિંગ કર્યુ જાહેર, ભારતના આ બે ખેલાડીના નામ ટોપ-10માં સામેલ

|

Sep 18, 2020 | 7:56 PM

ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની  T20 શ્રેણીના પુર્ણ થયા બાદ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલે T20 રેન્કિંગ જાહેર કર્યુ છે. ICC T20 રેન્કિંગમાં મોટા ફેરફાર થયાનું સામે આવ્યુ છે. નવા રેન્કિંગ મુજબ પાકિસ્તાની બેટ્સમેન બાબર આઝમ હવે T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટના નંબર વન બેટ્સમેન નથી. ઈંગ્લેન્ડના બેટ્સમેન ડેવિડ મલાને તેની દમદાર બેટીંગ દ્વારા  T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રથમ ક્રમે આવવાનો […]

ICCએ T20 બેટ્સમેનનું નવું રેન્કિંગ કર્યુ જાહેર, ભારતના આ બે ખેલાડીના નામ ટોપ-10માં સામેલ

Follow us on

ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની  T20 શ્રેણીના પુર્ણ થયા બાદ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલે T20 રેન્કિંગ જાહેર કર્યુ છે. ICC T20 રેન્કિંગમાં મોટા ફેરફાર થયાનું સામે આવ્યુ છે. નવા રેન્કિંગ મુજબ પાકિસ્તાની બેટ્સમેન બાબર આઝમ હવે T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટના નંબર વન બેટ્સમેન નથી. ઈંગ્લેન્ડના બેટ્સમેન ડેવિડ મલાને તેની દમદાર બેટીંગ દ્વારા  T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રથમ ક્રમે આવવાનો દરજ્જો મેળવી લીધો છે. ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલીયા વચ્ચે રમાયેલી ત્રણ મેચની T-20 શ્રેણીમાં ઈંગ્લેન્ડે 2-1થી જીત મેળવી લીધી હતી. ડેવિડ મલાને આ શ્રેણીમાં સારું પ્રદર્શન કર્યું હતું. શ્રેણી દરમ્યાન મલાને 3 ઈંનિગમાં 129 રન બનાવ્યા હતા, જેમાં એક અડધી સદી સામેલ હતી. આ સારા પ્રદર્શનનો તેને ફાયદો થયો છે અને હવે તે T20 ક્રિકેટનો નંબર વન ખેલાડી બની ગયો છે.

https://twitter.com/ICC/status/1303604425483784192?s=20

 

TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

બીજી તરફ બાબર આઝમ ઈંગ્લેન્ડ વિરુદ્ધ પાકિસ્તાનની T20 સિરીઝમાં સારુ પ્રદર્શન કરી શક્યો નહોતો, જેના કારણે તેણે નંબર વનની ખુરશી ગુમાવવી પડી છે. ભારતીય બેટ્સમેન કે એલ રાહુલને નવી આઈસીસી T20 રેન્કિંગમાં નુકસાન થયું છે. તે બીજા નંબરથી સીધો ચોથા નંબર પર પહોંચ્યો છે, જ્યારે વિરાટ કોહલી 10માં ક્રમેથી 9માં સ્થાને પહોંચ્યો છે. એરોન ફિંચ પોતાનું ત્રીજુ સ્થાન જાળવી રાખવામાં સફળ રહ્યો છે તો ઈયોન મોર્ગન ત્રણ સ્થાન ગુમાવી નીચે પહોંચી ચૂક્યો છે, જે હવે 7માંથી 10માં સ્થાન પર આવી ગયો છે. ડેવિડ મલાન 877 પોઈન્ટ સાથે પ્રથમ ક્રમે છે, જ્યારે બાબર આઝમના ખાતામાં 869 પોઈન્ટ છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ઓલ રાઉન્ડરોની વાત કરીએ તો ગ્લેન મેક્સવેલે એક સ્ટેપ આગળ વધ્યો છે. આ શ્રેણી પહેલા તે ત્રીજા સ્થાને હતો, પરંતુ હવે તે 220 પોઈન્ટ સાથે બીજા સ્થાને પહોંચ્યો છે, જ્યારે અફઘાનિસ્તાનના ક્રિકેટર મોહમ્મદ નબી 294 પોઈન્ટ સાથે પ્રથમ સ્થાન ધરાવે છે. સીન વિલિયમ્સ 213 પોઈન્ટ સાથે ત્રીજા સ્થાને છે. બોલિંગ રેન્કિંગમાં ટોચના 3માં કોઈ ફેરફાર નથી અને એ જ સ્થિતી જળવાઈ રહી છે. જેમાં રાશિદ ખાન પહેલા નંબર પર જ કાયમ રહ્યા છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Published On - 12:09 pm, Wed, 9 September 20

Next Article