ICC Awards: રોહિત શર્માએ આખરે મૌન તોડી વિરાટ કોહલીને માટે કરી કોમેન્ટ

|

Dec 29, 2020 | 6:46 PM

ભારતીય કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli) ને આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (ICC) દ્રારા દશકનો શ્રેષ્ઠ ક્રિકેટર તરીકે પંસદ કર્યો છે. તેણે પાછલા દશ વર્ષના સર્વશ્રેષ્ઠ પુરુષ ક્રિકેટરના માટે સર ગારફીલ્ડ સોબર્સ ટ્રોફી (Sir Garfield Sobers Trophy) જીતી છે. આ સાથએ જ તે દશકનો સર્વશ્રેષ્ઠ વન ડે ક્રિકેટર પર પસંદ કરવામાં આવ્યો છે. ICCએ ટ્વીટર પર આ […]

ICC Awards: રોહિત શર્માએ આખરે મૌન તોડી વિરાટ કોહલીને માટે કરી કોમેન્ટ

Follow us on

ભારતીય કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli) ને આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (ICC) દ્રારા દશકનો શ્રેષ્ઠ ક્રિકેટર તરીકે પંસદ કર્યો છે. તેણે પાછલા દશ વર્ષના સર્વશ્રેષ્ઠ પુરુષ ક્રિકેટરના માટે સર ગારફીલ્ડ સોબર્સ ટ્રોફી (Sir Garfield Sobers Trophy) જીતી છે. આ સાથએ જ તે દશકનો સર્વશ્રેષ્ઠ વન ડે ક્રિકેટર પર પસંદ કરવામાં આવ્યો છે. ICCએ ટ્વીટર પર આ અંગે ની ઘોષણાં કરી હતી. કોહલીની આ સન્માન મળવાને બાદ રોહિત શર્મા (Rohit Sharma) એ પણ પ્રતિક્રિયા આપી છે. તેણે ભારતીય ક્રિકેટ ટીમ તરફ થી ઇન્ટાગ્રામ પર પોષ્ટ કરવામાં આવેલી પોષ્ટ પર જવાબ આપ્યો હતો. રોહિત શર્માએ કોમેન્ટ કરતા લખ્યુ હતુ કે, ‘Great Achievement’.

Rohit Sharma Comments

રોહિત શર્માની આ કોમેન્ટ હાલના સમયમાં એટલા માટે મહત્વની છે કે, બંને વચ્ચે તણાવનો માહોલ હોવાની ખબરો વધુ આવતી રહે છે. આવામાં રોહિત શર્માની કોમેન્ટ મહત્વની છે. રોહિત હાલમાં ઓસ્ટ્રેલીયા સામેની ટેસ્ટ સીરીઝ રમવા માટે હાલમાં સીડનીમાં છે. તે અંતિમ બે ટેસ્ટ મેચમાં ભારતીય ટીમ સાથે હશે. IPL માં ઇજા થવાને લઇને ઓસ્ટ્રેલીયા પ્રવાસ માટે શરુઆતમાં તે સામેલ થઇ શક્યો નહોતો. કોહલી પેટરનીટી લીવ પર ભારત પરત ફર્યો છે.

Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ

કોહલીને ICC પુરસ્કારોના સમય દરમ્યાન 70 માંથી 66 શતક આંતરરાષ્ટ્રીય ફટકાર્યા છે. આ દરમ્યાન તેણે સર્વાધિક 94 અર્ધશતક, સર્વાધિક 20,396 રન કર્યા હતા. 70 થી વધુ પારીમાં તેણે 56.97 ની સરેરાશનો રેકોર્ડ પણ રહ્યો હતો. આમ સરવાળે 32 વર્ષનો કોહલી વન ડે મેચોમાં 12040 રન, ટેસ્ટ ક્રિકેટમાં 7318 રન અને T20 આંતરરાષ્ટ્રીય મેચોમાં 2928 ર બનાવ્યા હતા. આમ બધા જ ફોર્મેટમાં મળાવીને તેની સરેરાશ 50 થી વધુ છે.

Next Article