ICC Awards: ‘ક્રિકેટર ઓફ ધ યર’ બન્યા રોહિત શર્મા, વિરાટ કોહલીને ‘સ્પિરિટ ઓફ ક્રિકેટ’નો એવોર્ડ

|

Jan 15, 2020 | 10:41 AM

ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી અને રોહિત શર્મા હાલ ખુબ જ ચર્ચામાં છે. કારણ કે ભારતના આ બંને ખેલાડીઓને ICC એવોર્ડથી સન્માન મળ્યુ છે. જેને મેળવીને રોહિત અને વિરાટ બંને જ ખુબ ખુશ છે. રોહિત શર્માને ICC વન-ડે ‘ક્રિકેટર ઓફ ધ યર’ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. રોહિત શર્માને આ એવોર્ડ વર્ષ 2019માં 7 […]

ICC Awards: ક્રિકેટર ઓફ ધ યર બન્યા રોહિત શર્મા, વિરાટ કોહલીને સ્પિરિટ ઓફ ક્રિકેટનો એવોર્ડ

Follow us on

ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી અને રોહિત શર્મા હાલ ખુબ જ ચર્ચામાં છે. કારણ કે ભારતના આ બંને ખેલાડીઓને ICC એવોર્ડથી સન્માન મળ્યુ છે. જેને મેળવીને રોહિત અને વિરાટ બંને જ ખુબ ખુશ છે. રોહિત શર્માને ICC વન-ડે ‘ક્રિકેટર ઓફ ધ યર’ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. રોહિત શર્માને આ એવોર્ડ વર્ષ 2019માં 7 વન-ડે સદી અને ICC ક્રિકેટ વિશ્વ કપમાં 5 સદી ફટકારનારા પોતાના શાનદાર પરફોર્મન્સ માટે મળ્યો છે.

 

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

ત્યારે વિરાટ કોહલી એક શાનદાર ક્રિકેટર હોવાની સાથે સાથે એક સારૂ વ્યક્તિત્વ પણ છે. જેનો પૂરાવો તે ઘણી વખત આપી ચૂક્યા છે. ICC ‘સ્પિરિટ ઓફ ક્રિકેટ’નો એવોર્ડ વિરાટ કહોલીને મળ્યો છે. વિરાટ કોહલીને આ એવોર્ડ તેમના તે વ્યવહારથી આપવામાં આવ્યો, જ્યારે તેમને સ્ટેડિયમમાં બેઠેલા દર્શકોને સ્ટીવ સ્મિથ અને ડેવિડ વોર્નર માટે હૂટિંગ કરવાથી રોક્યા હતા.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ તે સમયની વાત છે જ્યારે પ્રતિબંધ પુરો થયા પછી સ્મિથ અને વોર્નરે વન-ડે ક્રિકેટમાં પરત આવ્યા હતા. ભારતમાં રમાયેલી એક મેચ દરમિયાન લોકો સ્મિથને જોઈને હૂટિંગ કરવા લાગ્યા, ત્યારે બેટિંગ કરી રહેલા વિરાટ કોહલીએ ફેન્સને રોક્યા અને સ્મિથને પ્રોત્સાહિત કરવા માટે કહ્યું.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોહિત શર્મા અને વિરાટ કોહલી સિવાય ભારતીય ક્રિકેટર દીપક ચહરને પણ ICC એવોર્ડમાં સન્માનિત કરવામાં આવ્યા છે. દીપક ચહરને ICC પરફોર્મર એવોર્ડ મળ્યો છે. ચહરને આ એવોર્ડ બાંગ્લાદેશની સામે તેમના શાનદાર પ્રદર્શન માટે આપવામાં આવ્યો છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આ પણ વાંચો: ઓસ્ટ્રેલિયા સામે બીજી વન-ડે માટે ભારતીય ટીમ રાજકોટ પહોંચી, રાસગરબા સાથે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article