ICC Decade Awards: દશકની સર્વશ્રેષ્ઠ મહિલા ટીમોમાં પણ ભારતનો દબદબો, મિતાલી, ઝુલણ અને હરમનપ્રિત સામેલ

|

Dec 27, 2020 | 9:21 PM

ICC તરફથી જારી કરવામાં આવેલી દશકની સર્વશ્રેષ્ઠ મહિલા વન ડે (Women's ODI Team) અને T20 ટીમમાં ભારતીય મહિલા ક્રિકેટ ટીમની 4 ખેલાડીઓને સ્થાન મળ્યુ છે.

ICC Decade Awards: દશકની સર્વશ્રેષ્ઠ મહિલા ટીમોમાં પણ ભારતનો દબદબો, મિતાલી, ઝુલણ અને હરમનપ્રિત સામેલ

Follow us on

ICC તરફથી જારી કરવામાં આવેલી દશકની સર્વશ્રેષ્ઠ મહિલા વન ડે (Women’s ODI Team) અને T20 ટીમમાં ભારતીય મહિલા ક્રિકેટ ટીમની 4 ખેલાડીઓને સ્થાન મળ્યુ છે. ICC દ્વારા દશકની શ્રેષ્ઠ મહિલા વન ડે ટીમમાં ભારતીય ક્રિકેટની બે દિગ્ગજ ખેલાડીઓ મિતાલી રાજ (Mithali Raj) અને ઝૂલણ ગોસ્વામી (Jhulan Goswami)ને સ્થાન મળ્યુ છે. જ્યારે ટી20માં ભારતીય કેપ્ટન હરમનપ્રિત કૌર (Harmanpreet Kaur) અને સ્પીનર પૂનમ યાદવ (Poonam Yadav)ને સામેલ કરવામાં આવી છે. ઓસ્ટ્રેલીયાઈ મહિલા ટીમની કેપ્ટનશીપ મેગ લેનિંગ (Mag Lanning)ને આ બંને ટીમોની આગેવાની રુપ સોંપાઈ છે.

 

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

ICCએ દશકની સર્વશ્રેષ્ઠ ખેલાડીઓને મળીને અલગ અલગ ફોર્મેટની ટીમોનું એલાન કર્યુ હતુ. પુરુષોની ટીમમાં જ્યાં ભારતીય ખેલાડીઓની બોલબોલા રહી છે, ત્યાં મહિલા ટીમોમાં ઓસ્ટ્રેલીયાનો દબદબો રહ્યો છે. ટી20 ટીમમાં મેગ લેનિંગ ઉપરાંત ઓસ્ટ્રેલિયાની એલિસા હીલી, એલિસ પેરી અને મેગન શૂટને સ્થાન મળ્યુ છે. વન ડેમાં લેનિંગ, હિલી અને પેરી સામેલ છે. ટી20 ટીમમાં હીલીની સાથે ન્યુઝીલેન્ડની દિગ્ગજ બેટ્સમેન સોફી ડિવાઈન ઓપનર બનાવાઈ છે. સોફી ઉપરાંત ન્યુઝીલેન્ડની કેપ્ટન સુઝી બેટ્સ પણ પસંદ પામી છે. એલિસ પેરી ટીમની ઓલરાઉન્ડર છે, જ્યારે ઈંગ્લેન્ડની ઝડપી બોલર આન્યા શ્રબસોલ અને શૂટનો સાથ પૂનમ યાદવને બોલીંગ જવાબદારી સોંપાઈ છે.

https://twitter.com/ICC/status/1343124466386264067?s=20

Next Article