ICC Awards: ધોનીને દશકની T20 ટીમના કેપ્ટન તરીકે પસંદગીને લઈને આકાશ ચોપડાએ સવાલ ઉભા કર્યા

|

Dec 31, 2020 | 6:53 PM

ICCએ તાજેતરમાં જ દશકની સર્વશ્રેષ્ઠ T20, વન ડે (ODI) અને ટેસ્ટ ટીમની ઘોષણા કરી હતી. પૂર્વ ભારતીય કેપ્ટન એમએસ ધોની (MS Dhoni)ને T20 અને વન ડે ટીમના કેપ્ટન તરીકે પસંદ કરવામાં આવ્યા છે.

ICC Awards: ધોનીને દશકની T20 ટીમના કેપ્ટન તરીકે પસંદગીને લઈને આકાશ ચોપડાએ સવાલ ઉભા કર્યા

Follow us on

ICCએ તાજેતરમાં જ દશકની સર્વશ્રેષ્ઠ T20, વન ડે (ODI) અને ટેસ્ટ ટીમની ઘોષણા કરી હતી. પૂર્વ ભારતીય કેપ્ટન એમએસ ધોની (MS Dhoni)ને T20 અને વન ડે ટીમના કેપ્ટન તરીકે પસંદ કરવામાં આવ્યા છે. જ્યારે ટેસ્ટ ટીમ માટે વિરાટ કોહલી (Virat Kohli)ને પસંદ કર્યો છે. ICCની દશકની T20 ટીમમાં ધોની ઉપરાંત રોહિત શર્મા (Rohit Sharma), વિરાટ કોહલી અને જસપ્રિત બુમરાહ (Jaspreet Bumrah)નો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. ટીમની ઘોષણા બાદ ભારતીય પ્રશંસકો અને ભારતીય દિગ્ગજ ક્રિકેટરો તરફથી શુભેચ્છાઓ અને ઓપિનીયનનો દૌર હાલમાં ચાલી રહ્યો છે.

 

https://twitter.com/cricketaakash/status/1343121513570914305?s=20

વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા
IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો

 

 

આ દરમ્યાન ક્રિકેટરમાંથી કોમેન્ટેટર બનેલા આકાશ ચોપડા (Akash Chopra)એ દશકની T20 ટીમ પસંદ કરવાની વિશ્વસનીયતા પર સવાલ ઉઠાવ્યો છે. તે T20 ટીમમાં ભારતીય સ્ટાર ધોનીને જોઈને હેરાન રહી ગયો છે. આકાશ ચોપડાએ પ્રથમ સ્થાન પર ભારતીય ક્રિકેટરની ઉપસ્થિતીને લઈને સવાલો ઉભા કર્યા છે. ખાસ કરીને T20 વિશેષજ્ઞ જોસ બટલરને ટીમમાં સામેલ કરવામાં આવ્યો નથી, તેના પર સૌનુ ધ્યાન ખેંચાયુ છે.

 

આકાશ ચોપડાએ કહ્યુ કે હું થોડો હેરાન છુ. કારણ કે આપ દશકની T20 ટીમની વાત કરી રહ્યા છો તો ભારત ના તો કંઈ જીત્યુ છે, ના ધોનીએ T20માં સારુ પ્રદર્શન કર્યુ છે. આપણે એક T20 ટીમ બનાવી રહ્યા છીએ અને જેમાં જોસ બટલર જેવા ખેલાડીને સમાવાયો ના હોય. પાછલા 10 વર્ષમાં T20માં ધોનીના પ્રદર્શનની વાત કરીએ તો 73 મેચમાં 1,167 રન કર્યા છે. આમ ધોનીએ 45.23ની સરેરાશથી રન બનાવ્યા છે. આ દરમ્યાન તેનો સર્વાધિક સ્કોર 56 રનનો રહ્યો છે. આ દરમ્યાન ટ્વીટર પર આકાશ ચોપડાએ બોલર્સ પસંદ કરવાને લઈને પણ આશ્વર્ય વ્યક્ત કર્યુ હતુ. સાથે જ તેમના સોશિયલ મીડિયા મારફતે મુંબઈ ઈન્ડિયન્સ જ દશક ટીમને કાફી છે તેવી પણ ટીપ્પણી કરી ચુક્યા છે.

Next Article