T20 world cup 2021ની ફાઈનલ મેચમાં ભારતીય અમ્પાયર મેનન ટીવી અમ્પાયરની ભૂમિકામાં જોવા મળશે

|

Nov 14, 2021 | 12:16 PM

ICC એલિટ પેનલમાં એકમાત્ર ભારતીય અમ્પાયર મેનન, ફાઇનલમાં ટીવી અમ્પાયર હશે જ્યારે શ્રીલંકાના ભૂતપૂર્વ સ્પિનર ​​કુમાર ધર્મસેના ચોથા અમ્પાયર હશે. મેનન તેના પ્રથમ મેન્સ વર્લ્ડ કપમાં અમ્પાયરિંગ કરવું તેના માટે મોટી ઉપલબ્ધિ છે.

T20 world cup 2021ની ફાઈનલ મેચમાં ભારતીય અમ્પાયર મેનન ટીવી અમ્પાયરની ભૂમિકામાં જોવા મળશે
Nitin Menon

Follow us on

T20 world cup 2021 ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડ (Australia and New Zealand)વચ્ચે રવિવારે રમાનારી T20 વર્લ્ડ કપ ફાઈનલ માટે દક્ષિણ આફ્રિકાના મેરાઈસ ઈરાસ્મસ અને ઈંગ્લેન્ડના રિચાર્ડ કીટેલબર્ગને શુક્રવારે મેદાન પરના અમ્પાયરોની નિમણૂક કરવામાં આવી હતી, જેમાં ભારતના નીતિન મેનન ટીવી અમ્પાયર (TV umpire)ની ભૂમિકા ભજવશે.

ICC એલિટ પેનલમાં એકમાત્ર ભારતીય અમ્પાયર (Indian umpires)મેનન ફાઇનલમાં ટીવી અમ્પાયર હશે, જ્યારે શ્રીલંકાના ભૂતપૂર્વ સ્પિનર ​​કુમાર ધર્મસેના ચોથા અમ્પાયર હશે. મેનન તેના પ્રથમ મેન્સ વર્લ્ડ કપમાં અમ્પાયરિંગ કરવું તેના માટે મોટી ઉપલબ્ધિ છે. આ ફાઈનલ મેચ માટે રંજન મદુગલેને મેચ રેફરી બનાવવામાં આવ્યા છે. આઈસીસી દ્વારા ફાઈનલ મેચ માટે મેચ અધિકારીઓના નામની જાહેરાત કરવામાં આવી છે.

તમને જણાવી દઈએ કે, ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડ બંનેએ ક્યારેય T20 વર્લ્ડ કપ (T20 world cup 2021)નો ખિતાબ જીત્યો નથી. આ વખતે બંને ટીમો માટે પોતાના દેશ માટે પ્રથમ વખત આ ટાઇટલ જીતવાની સમાન તક હશે. તેમાં કોઈ શંકા નથી કે, બંને ટીમો શાનદાર ક્રિકેટ રમી રહી છે અને પોતાના શ્રેષ્ઠ પ્રદર્શન બાદ જ અહીં સુધી પહોંચી છે. આવી સ્થિતિમાં, એરોન ફિન્ચ કે કેન વિલિયમસનમાંથી કોઈ પણ આ શ્રેષ્ઠ તક ગુમાવવા માંગશે નહીં.

ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ

અહીં એક વાત જે કિવી ટીમના પક્ષમાં નથી તે એ છે કે આ ટીમ ક્યારેય કાંગારૂ ટીમ સામે ICCની ફાઈનલ મેચ જીતવામાં સફળ રહી નથી. આ પહેલા બંને ટીમો વર્ષ 2007 અને ફરી 2015માં ICC ઈવેન્ટ્સમાં એકબીજા સામે રમી ચૂકી છે, પરંતુ બંને વખત ન્યૂઝીલેન્ડની ટીમને હારનો સામનો કરવો પડ્યો હતો. જો કે આંકડા આ ટીમના પક્ષમાં નથી, પરંતુ આ ટીમ પલટવાર કરી શકે છે. હવે એ જોવાનું રસપ્રદ રહેશે કે, આ વખતે T20 વર્લ્ડ કપ 2021ની ટ્રોફી કોના હાથમાં જાય છે.

ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમ (Australian Cricket Team)માટે 14 નવેમ્બરનો દિવસ ઘણો ખાસ સાબિત થઈ શકે છે. આરોન ફિન્ચ (Aaron Finch) ની આ ટીમ પણ કંઈક એવું જ કરી શકે છે જે તેના પહેલા ઘણી ઓસ્ટ્રેલિયન ટીમો કરી ચૂકી છે. રવિવારે દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં ઓસ્ટ્રેલિયાનો મુકાબલો ન્યુઝીલેન્ડ (New Zealand vs Australia) પર થશે અને તેની નજર આઈસીસી ટી20 વર્લ્ડ કપ 2021 (ICC T20 World Cup 2021)ના ખિતાબ પર રહેશે.

આ પણ વાંચો : T20 World Cup Final: આજે ફાઇનલમાં વિશ્વભરની નજર ભારતીય ખેલાડી પર પણ રહેશે, ‘લુધીયાણા બોય’ વગાડશે ડંકો

આ પણ વાંચો : Crime: ટુરિસ્ટ વિઝા પર ભારત આવેલી વિદેશી યુવતીઓ ચલાવતી હતી સેક્સ રેકેટ, કેબ ડ્રાઈવર સહિત ત્રણની ધરપકડ

Next Article