સાઈના નેહવાલ વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણી કરવા બદલ અભિનેતા સિદ્ધાર્થ વિરૂદ્ધ FIR

|

Jan 12, 2022 | 10:06 PM

સિદ્ધાર્થ (Siddharth) પર હૈદરાબાદ પોલીસે સાઇના નેહવાલ (Saina Nehwal) વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણી કરવા બદલ કેસ નોંધ્યો છે.

સાઈના નેહવાલ વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણી કરવા બદલ અભિનેતા સિદ્ધાર્થ વિરૂદ્ધ FIR
Hyderabad police registered a case against Siddharth for making derogatory remarks against Saina Nehwal

Follow us on

સિદ્ધાર્થ (Siddharth) પર હૈદરાબાદ પોલીસે સાઈના નેહવાલ (Saina Nehwal) વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણી કરવા બદલ કેસ નોંધ્યો છે. આ ફરિયાદ એક વકીલ, ઝોનલ ઈન્ચાર્જ આઈટી અને ભાજપ તેલંગાણાના સોશિયલ મીડિયા મેનેજર નીલમ ભાર્ગવ રામ અને પ્રેરણા તિરુવાઈપતિ દ્વારા કરવામાં આવી જે બાદ બુધવારે અભિનેતા વિરુદ્ધ પોલીસ દ્વારા FIR દાખલ કરવામાં આવી હતી.

ANI અનુસાર ટેલિફોનિક વાતચીતમાં KVM પ્રસાદ, એડિશનલ ડીસીપી, સાયબર ક્રાઈમ વિંગ, ડિટેક્ટીવ ડિપાર્ટમેન્ટ, હૈદરાબાદ જણાવ્યું હતું કે, “પ્રેરણા નામની એક મહિલાએ સાયબર ક્રાઈમ વિંગનો સંપર્ક કર્યો અને ટ્વિટર પર શટલર સાઈના નેહવાલ સામેની લૈંગિક ટિપ્પણી બદલ અભિનેતા સિદ્ધાર્થ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી.”

'હું ભગવાન છું', IITian બાબાના નવા વીડિયોએ મચાવી દીધો હંગામો
કચ્ચા બદામ ગર્લ અંજલિ અરોરાની આ સાદગી જોતાં રહી ગયા ફેન્સ
મહિલાઓ માટે આ સરકારી બચત યોજના છે શાનદાર, 31 માર્ચ સુધી રોકાણ કરવાની તક
23 વર્ષની જન્નત ઝુબેરે શાહરૂખ ખાનને આ મામલે પાછળ છોડ્યો, જુઓ ફોટો
ભારતના બંધારણની સૌપ્રથમ પ્રતિ કઈ ભાષામાં લખાઈ હતી?
દરિયામાં મસ્તી કરતી જોવા મળી સચિનની લાડલી સારા, જુઓ ફોટો

પોલીસ અધિકારીએ જણાવ્યું કે ફરિયાદના આધારે ભારતીય દંડ સંહિતાની કલમ 509 અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી એક્ટની 67 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. વધારામાં ડીસીપીએ ઉમેર્યું હતું કે આ મામલે તપાસ હાથ ધરવામાં આવી છે અને સિદ્ધાર્થને નોટિસ આપવામાં આવશે.

5 જાન્યુઆરીએ ફિરોઝપુર ખાતે પીએમ મોદીની સુરક્ષા નિષ્ફળતાની નિંદા કર્યા પછી સ્ટાર બેડમિન્ટન ખેલાડી સાયના નેહવાલ સામે અસંસ્કારી અને જાતીય અપમાનજનક ટિપ્પણી કર્યા બાદ સિદ્ધાર્થે વિવાદ ઉભો કર્યો હતો. નેહવાલે ટ્વીટ કર્યું હતુ કે દેશના વડાપ્રધાનની સુરક્ષા જોખમમાં છે, કોઈ પણ દેશ સુરક્ષિત હોવાનો દાવો કરી શકે નહીં અને તે પીએમ મોદી પરના બર્બર હુમલાની તે નિંદા કરે છે.

આ ટ્વીટ બાદ સિદ્ધાર્થે તેના પર અભદ્ર ભાષાનો પ્રયોગ કરીને ટીપ્પણી કરી હતી જોકે ત્યાર બાદ તેને માફી પણ માંગવી પડી હતી.

આ પણ વાંચો –ભારત બાયૉટેકનો દાવો, કોરોનાના Omicron અને Delta વેરિયન્ટ સામે સક્ષમ Covaxinનો બૂસ્ટર ડોઝ

આ પણ વાંચો – UP Election 2022: યોગી કેબિનેટમાંથી રાજીનામું આપ્યા બાદ Dara Singh Chauhanનો મોટો આરોપ, કહ્યું ‘5 વર્ષમાં દલિતો, બેરોજગારોને નથી મળ્યો ન્યાય’

આ પણ વાંચો –  જાગૃતિ ફેલાવવા અનોખી પહેલ : આ શહેરમાં કોવિડના નિયમો સમજાવવા રસ્તા પર ઉતર્યા ખુદ ‘યમરાજ’​​

Published On - 9:06 pm, Wed, 12 January 22

Next Article