AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Haryana government : ટોક્યો ઓલિમ્પિકમાં રમનારી હરિયાણાની 9 ખેલાડીઓને 50 લાખ આપવાની મુખ્યપ્રધાન મનોહર લાલ ખટ્ટરની જાહેરાત

ભારત અને ગ્રેટ બ્રિટન વચ્ચે બ્રોન્ઝ માટે રોમાંચક મેચ રમાઈ હતી. બંને ટીમોએ છેલ્લા ક્વાર્ટર સુધી સંપૂર્ણ તાકાત લગાવી હતી. ભારતીય મહિલા હોકી ટીમને રમતા જોઈને એવું લાગ્યું નહોતું કે, તેઓ પહેલી વાર ઓલિમ્પિક મેદાન પર આટલી મોટી મેચ રમી રહ્યી છે.

Haryana government : ટોક્યો ઓલિમ્પિકમાં રમનારી હરિયાણાની 9 ખેલાડીઓને 50 લાખ આપવાની મુખ્યપ્રધાન મનોહર લાલ ખટ્ટરની જાહેરાત
હરિયાણાની 9 ખેલાડીઓને 50 લાખ આપવાની મુખ્યપ્રધાન મનોહર લાલ ખટ્ટરની જાહેરાત
| Updated on: Aug 06, 2021 | 1:03 PM
Share

Haryana Government : હરિયાણાના મુખ્યપ્રધાન મનોહર લાલ ખટ્ટરે (CM ML Khattar)ટોક્યો ઓલિમ્પિક (Tokyo Olympics)માં મહિલા હોકી ટીમ(Women Hockey Team) ના પ્રદર્શનની પ્રશંસા કરી છે. તેમણે કહ્યું કે, અમે ઓલિમ્પિક મહિલા હોકી ટીમમાં હરિયાણાની નવ ખેલાડીઓને 50-50 લાખ રૂપિયાનું ઇનામ આપીશું. હું ભારતીય ટીમને ટોક્યો ઓલિમ્પિક (tokyo olympics )માં પ્રશંસનીય પ્રદર્શન માટે અભિનંદન આપું છું.

ભારતીય મહિલા હોકી ટીમે ટોક્યો ઓલિમ્પિક (tokyo olympics )ના મેદાનમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન ગ્રેટ બ્રિટન સામે બ્રોન્ઝ મેડલની લડાઈ લડાઈ લડી હતી. રિયો ઓલિમ્પિક (Rio Olympics)ની ગોલ્ડ મેડલ વિજેતા ટીમે ભારતીય હોકી મહિલાઓને 4-3થી હરાવી હતી. આ હાર સાથે ભારતીય મહિલા હોકી ટીમનું પ્રથમ ઓલિમ્પિક મેડલ જીતવાનું સપનું પણ સમાપ્ત થયું હતુ.

મહિલા હોકી ટીમે ઈતિહાસ રચ્યો

આ પછી પણ મહિલા હોકી ટીમ ઇતિહાસ રચવામાં સફળ રહી. આ પ્રથમ વખત હતું જ્યારે ભારતીય મહિલા હોકી ટીમ (Women’s hockey team)ઓલિમ્પિક મેદાન પર મેડલ માટે લડી રહી હતી. આ બીજી વખત ગ્રેટ બ્રિટનના હાથે ભારતીય મહિલા હોકી ટીમ સામે ટુર્નામેન્ટ હારી હતી. અગાઉ ગ્રુપ સ્ટેજમાં ગ્રેટ બ્રિટને ભારતને 1-4થી હરાવ્યું હતું.

ભારત અને ગ્રેટ બ્રિટન વચ્ચે બ્રોન્ઝ માટે રોમાંચક મેચ હતી. બંને ટીમોએ છેલ્લા ક્વાર્ટર સુધી સંપૂર્ણ તાકાત લગાવી હતી. ભારતીય મહિલા હોકી ટીમને રમતા જોઈને એવું લાગ્યું નહોતું કે તેઓ પહેલી વખત ઓલિમ્પિક મેદાન પર આટલી મોટી મેચ રમી રહ્યા છે. તેણે ગ્રેટ બ્રિટનને કઠિન સ્પર્ધા આપી. બંને ટીમો વચ્ચેનો પ્રથમ ક્વાર્ટર ગોલ વિના સમાપ્ત થયો. ગ્રેટ બ્રિટનને પ્રથમ ક્વાર્ટરમાં બે પેનલ્ટી કોર્નર મળ્યા, જેને તેઓ ગોલમાં ફેરવી શક્યા નહીં.

બીજા ક્વાર્ટરમાં ભારતને લીડ મળી હતી

બીજા ક્વાર્ટરમાં 15 મિનિટમાં, બંને ટીમોએ મળીને 5 ગોલ કર્યા. આ 5 ગોલમાંથી 2 ગોલ ગ્રેટ બ્રિટન દ્વારા કરવામાં આવ્યા હતા, ત્યારબાદ ભારતીય ખેલાડીઓએ 3 ગોલ કર્યા હતા. ગુરજીત કૌરે ભારત માટે આ ક્વાર્ટરમાં 2 ગોલ કર્યા હતા અને એક ગોલ વંદના કટારિયાએ કર્યો હતો.

ચોથા ક્વાર્ટરમાં મેચ બદલાઈ

ત્રીજા ક્વાર્ટરમાં બ્રિટને ગોલ ફટકાર્યો હતો, ત્યારબાદ બંને ટીમો અટકી ગઈ હતી. બંને ટીમો વચ્ચે ક્વાર્ટર 3-3થી ડ્રોમાં સમાપ્ત થયું. આ પછી, ચોથા ક્વાર્ટરમાં, ગ્રેટ બ્રિટન ફરી એક ગોલની લીડ મેળવવામાં સફળ રહ્યું. ક્વાર્ટરના અંત સુધી તેની લીડ અકબંધ રહી હતી. પરિણામ એ આવ્યું કે, ભારતને 3 સામે 4 ગોલથી હારનો સામનો કરવો પડ્યો.

આ પણ વાંચો : Tokyo olympics : રવિ દહિયા ના દમથી ભારતને મળ્યો સિલ્વર મેડલ, ભારતના ખાતમાં 2 સિલ્વર મેડલ થયા

સુરતના આવશે સોનાના દિવસ ! હીરા ઉદ્યોગમાં ફરી તેજીના એંધાણ
સુરતના આવશે સોનાના દિવસ ! હીરા ઉદ્યોગમાં ફરી તેજીના એંધાણ
આજે કઈ રાશિએ સાવધાન રહેવું પડશે અને કોને મળશે સફળતા? જુઓ Video
આજે કઈ રાશિએ સાવધાન રહેવું પડશે અને કોને મળશે સફળતા? જુઓ Video
ક્રિસમસે ચમકાવ્યો હીરા ઉદ્યોગ
ક્રિસમસે ચમકાવ્યો હીરા ઉદ્યોગ
હાર્દિક પટેલ સહિત તમામ નેતાઓને રાજદ્રોહના કેસમાં કોર્ટે આપી ક્લીન ચીટ
હાર્દિક પટેલ સહિત તમામ નેતાઓને રાજદ્રોહના કેસમાં કોર્ટે આપી ક્લીન ચીટ
સુરતમાં ACBની મોટી કાર્યવાહી: લાંચ લેતા PI તેમજ વકીલ ઝડપાયા
સુરતમાં ACBની મોટી કાર્યવાહી: લાંચ લેતા PI તેમજ વકીલ ઝડપાયા
ગાંધીનગરમાં ગેરકાયદે દરગાહ પર ચાલ્યુ તંત્રનું બુલડોઝર- Video
ગાંધીનગરમાં ગેરકાયદે દરગાહ પર ચાલ્યુ તંત્રનું બુલડોઝર- Video
પોરબંદરમાં સતત ત્રીજા દિવસે ડિમોલિશન ડ્રાઈવ, લારી-ગલ્લા ધારકો પર તવાઈ
પોરબંદરમાં સતત ત્રીજા દિવસે ડિમોલિશન ડ્રાઈવ, લારી-ગલ્લા ધારકો પર તવાઈ
માંડવી બીચ પર ડોલ્ફિનનું આ આગમન, પ્રવાસીઓએ દ્રશ્યો કેમેરામાં કર્યા કેદ
માંડવી બીચ પર ડોલ્ફિનનું આ આગમન, પ્રવાસીઓએ દ્રશ્યો કેમેરામાં કર્યા કેદ
સૌરાષ્ટ્રના ખેડૂતોને ડુંગળીના પોષણક્ષણ ભાવ ન મળતા પારાવાર નુકસાન-VIDEO
સૌરાષ્ટ્રના ખેડૂતોને ડુંગળીના પોષણક્ષણ ભાવ ન મળતા પારાવાર નુકસાન-VIDEO
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતના વાતાવરણમાં આવશે પલટો, પડશે આકરી ઠંડી
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતના વાતાવરણમાં આવશે પલટો, પડશે આકરી ઠંડી
g clip-path="url(#clip0_868_265)">