Harshal Patelને મેન ઓફ ધ મેચનો એવોર્ડ મળતા ચોંકી ગયો, જણાવ્યું કે અસલી હક્કદાર કોણ છે

|

Nov 20, 2021 | 6:56 PM

રાંચીમાં ટી20 મેચમાં ડેબ્યૂ કરનાર હર્ષલ પટેલ પહેલા જ મેચમાં પોતાની શાનદાર બોલિંગના આધારે પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ જીતી ચૂક્યો હતો.

Harshal Patelને મેન ઓફ ધ મેચનો એવોર્ડ મળતા ચોંકી ગયો, જણાવ્યું કે અસલી હક્કદાર કોણ છે
Harshal patel

Follow us on

IPL 2021માં પર્પલ કેપ જીતનાર હર્ષલ પટેલે શુક્રવારે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ધમાકેદાર ડેબ્યૂ કર્યું હતું. રાંચીમાં ન્યુઝીલેન્ડ સામે રમાયેલી બીજી ટી-20માં મોહમ્મદ સિરાજની જગ્યાએ ટીમે હર્ષલ પટેલને તક આપી જે તેના વિશ્વાસ પર ખરો ઉતર્યો. આ મેચમાં હર્ષલ પટેલે (Harshal patel) શાનદાર બોલિંગ કરી હતી, જેના માટે તેને મેન ઓફ ધ મેચ (Man of the Match) જાહેર કરવામાં આવ્યો હતો. જો કે હર્ષલે કહ્યું કે તેને લાગ્યું કે, કેએલ રાહુલ તેના કરતા આ એવોર્ડને વધુ લાયક છે.

 

આ મેચમાં પ્રથમ બેટિંગ કરતા ન્યુઝીલેન્ડે 6 વિકેટે 153 રન બનાવ્યા હતા. જવાબમાં ભારતે કેપ્ટન રોહિત અને વાઈસ-કેપ્ટન કેએલ રાહુલ (Vice-Captain KL Rahul)ની અડધી સદીની ઈનિંગને કારણે 17.2 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને જીતનો લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો. નવોદિત હર્ષલે શાનદાર બોલિંગ કરતા આ મેચમાં 25 રનમાં 2 વિકેટ ઝડપી હતી અને તેને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો. જો કે મેચ બાદ હર્ષલ પટેલે કહ્યું કે રાહુલ તેમના કરતા આ એવોર્ડનો વધુ હકદાર છે.

મહાયુતિ સરકારના ફેવરિટ છે આ સેક્ટર, આ શેર પર છે રોકાણકારોની નજર
IPL Auction ની શરૂઆતમાં જ કાવ્યા મારનને પ્રીટિ ઝિન્ટાએ આપ્યો ઝટકો ! આ ફાસ્ટ બોલર હાથમાંથી ગયો
અમદાવાદમાં હવે અંબાણીની જેમ કરી શકાશે પાણી વચ્ચે લગ્નનું આયોજન, જાણો ક્યાં
કુંડળીમાં ગ્રહોને મજબૂત કરવા લલાટ પર કરો આ તિલક
Amla with Honey : આમળા અને મધ એકસાથે ખાવાથી થાય છે ગજબના ફાયદા
આજનું રાશિફળ તારીખ : 24-11-2024

 

હર્ષલ રાહુલને મેન ઓફ ધ મેચ માટે લાયક માને છે

મેચ બાદ યુઝવેન્દ્ર ચહલ સાથેની વાતચીતમાં હર્ષલે કહ્યું કે તેને ડેબ્યૂમાં વિલંબ થવાનો અફસોસ નથી. તેણે કહ્યું, ‘ડેબ્યૂ કરવામાં એટલો સમય લાગ્યો કે હું આનાથી દુ:ખી નથી. આ દરમિયાન મને જે પણ સમય મળ્યો, મેં બધી વસ્તુઓ ખૂબ સારી રીતે શીખી, જે વસ્તુઓ અહીં આવીને મને મદદ કરી રહી છે. હું આનાથી વધુ સારા ડેબ્યૂની ઈચ્છા ન કરી શકી હોત. મેં કંઈ અલગ કર્યું નથી, જે હું આઈપીએલમાં કરી રહ્યો છું, મેં ત્યાં કર્યું છે. ભલે હું ભારત માટે રમી રહ્યો છું, પરંતુ તેનાથી મારી કુશળતા બદલાશે નહીં. મારી બોલિંગ કુશળતા ત્યાં જ રહેશે.

 

 

હર્ષલે વધુમાં કહ્યું કે મેન ઓફ ધ મેચ (Man of the Match)વિશે નથી વિચાર્યું, પરંતુ મેચ પૂરી થયા બાદ મારા મગજમાં એક વાત આવી. જ્યારે આપણે સ્કોર બોર્ડ જોઈએ છીએ અને ત્રણ બોલરોના નામ જોઈએ છીએ, ત્યારે હું ઈચ્છું છું કે મારું નામ ટોચ પર આવે અને તે જ થયું. મેન ઓફ ધ મેચની બિલકુલ અપેક્ષા નહોતી. કારણ કે મને પ્રામાણિકપણે લાગે છે કે કેએલને મેન ઓફ ધ મેચ બનવું જોઈતું હતું. કારણ કે તે મુશ્કેલ પરિસ્થિતિઓમાં રમ્યો હોવાથી તે શાનદાર ઇનિંગ હતી.

 

આ પણ વાંચો : Rohit sharmaએ એક મેચમાં બનાવ્યા 6 મોટા રેકોર્ડ, બાબર આઝમ-કોહલીની કરી બરાબરી, ધોનીને છોડયો પાછળ

Next Article