FIH Pro League: ભારતે ઈગ્લેન્ડને ફરી એક વખત હરાવ્યું, Harmanpreet Singh ની હૈટ્રિકના દમ પર 4-3 હાર આપી

|

Apr 05, 2022 | 12:31 PM

ભારતીય ટીમે એક દિવસ પહેલા ઈંગ્લેન્ડને પેનલ્ટી શૂટઆઉટમાં હરાવ્યું હતું. હવે ટીમ ઈન્ડિયાની આગામી ટક્કર 14 અને 15 એપ્રિલે જર્મની સાથે છે.

FIH Pro League: ભારતે ઈગ્લેન્ડને ફરી એક વખત હરાવ્યું, Harmanpreet Singh ની હૈટ્રિકના દમ પર 4-3 હાર આપી
ભારતે ઈગ્લેન્ડને ફરી એક વખત હરાવ્યું,Harmanpreet Singh ની હૈટ્રિકના દમ પર 4-3 હાર આપી
Image Credit source: Twitter/Hockey India

Follow us on

FIH Pro League:ભારતીય પુરૂષ હોકી ટીમ (Indian Men’s Hockey Team) FIH પ્રો લીગ(FIH Pro League)માં સતત સારું પ્રદર્શન કરી રહી છે. ભારતીય ટીમ દરેક પરિસ્થિતિમાં સતત જીત મેળવી રહી છે, કોચ ગ્રેહામ રીડની ટીમ સકારાત્મક પરિણામ આપવામાં સફળ રહી છે. એક દિવસ અગાઉ શૂટઆઉટ જીત્યા પછી, ટીમ ઈન્ડિયાએ 3 એપ્રિલ, રવિવારના રોજ ફરીથી મુશ્કેલ અને સંઘર્ષપૂર્ણ મેચમાં ઈંગ્લેન્ડ સામે 4-3થી જીત નોંધાવી. અનુભવી ડ્રેગફ્લિકર હરમનપ્રીત સિંહની હેટ્રિક (Harmanpreet Singh Hat-trick)ની મદદથી, ભારતીય ટીમે સિઝનની તેની સાતમી જીત (શૂટઆઉટ સહિત) નોંધાવી.

ભુવનેશ્વરના કલિંગા સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં હરમનપ્રીતે 26મી અને 27મી મિનિટમાં સતત બે ગોલ કર્યા હતા જ્યારે 43મી મિનિટે પોતાની હેટ્રિક પૂરી કરી હતી. હરમનપ્રીતની હેટ્રિક પહેલા કેપ્ટન મનપ્રીત સિંહે ટીમને લીડ અપાવી હતી. પ્રથમ ક્વાર્ટરમાં પાછળ રહ્યા બાદ ભારતીય કેપ્ટને 15મી મિનિટે ગોલ કરીને ભારતને બરોબરી અપાવી હતી. આ જીતથી ભારતને ટેબલમાં ટોચ પર પોતાની લીડ વધારવામાં મદદ મળી.

મેચનું પરિણામ ભારતની તરફેણમાં આવ્યું હતું, પરંતુ સમગ્ર રમત દરમિયાન બોલ પર ઈંગ્લેન્ડનો દબદબો વધુ રહ્યો હતો. જો કે, ભારતે પેનલ્ટી કોર્નરને ક્લીન રીતે કન્વર્ટ કરી અને સ્કોરના આધારે ઈંગ્લેન્ડને દબાણમાં રાખ્યું. ભારતે મેચમાં આઠમાંથી ચાર પેનલ્ટી કોર્નરને કન્વર્ટ કર્યા હતા જ્યારે ઈંગ્લેન્ડે પણ ત્રણેય ગોલ પેનલ્ટી કોર્નર પર કર્યા હતા. ઇંગ્લેન્ડ તરફથી લિયામ સેનફોર્ડ (7મી), ડેવિડ કોન્ડોન (39મી) અને સેમ વોર્ડ (44મી મિનિટ)એ ગોલ કર્યા હતા. મેચના તમામ ગોલ પેનલ્ટી કોર્નરથી થયા હતા.

દેશી સફેદ જુવાર ખાવાના ફાયદા, જાણીને ચોંકી જશો
Cannesમાં કિયારા અડવાણીનો ચાલ્યો જાદું, પિંક અને બ્લેક ગાઉનમાં લૂટી મહેફિલ
જાહ્નવી કપૂરની ફિટનેસ ટ્રેનર પણ છે ખૂબ ગ્લેમરસ, જુઓ તસવીર
આ મેદાન પર રમાશે ભારત અને પાકિસ્તાનની મેચ, જુઓ વીડિયો
First Ballot Box વિશે જાણો, તેના દ્વારા થઈ હતી દેશની પ્રથમ ચૂંટણી
Knowledge : ચાલતી ટ્રેનમાં ધડક-ધડક અવાજ કેમ આવે છે? જાણો કારણ

મેચના છેલ્લા ક્વાર્ટરને બાદ કરતાં દરેક ક્વાર્ટરમાં ઘણા બધા ગોલ થયા હતા. છેલ્લી 15 મિનિટમાં ઇંગ્લેન્ડે બરાબરી કરવાનો ભરપૂર પ્રયાસ કર્યો હતો, પરંતુ પાછલી મેચની જેમ તેમાં પણ સફળતા મેળવી શકી નહોતી. શનિવારની મેચમાં ઇંગ્લેન્ડે છેલ્લી ઘડીની પેનલ્ટીને 3-3ની બરાબરી પર ફેરવી હતી. જો કે ત્યારબાદ પેનલ્ટી શૂટઆઉટમાં ભારતે 3-2થી જીત મેળવી હતી.

ભારતીય હજુ પણ પ્રથમ સ્થાને છે. આ જીત સાથે ટીમના પુરા 3 પોઈન્ટ થઈ ગયા છે. ભારત પાસે હવે 10 મેચમાં 7 જીતથી કુલ 21 પોઈન્ટ છે (1 શૂટઆઉટ જીત સહિત) અને ટોચ પર તેણે બીજા સ્થાને રહેલી જર્મની પર 4 પોઈન્ટની લીડ મેળવી લીધી છે. જોકે, જર્મનીએ ભારત સામે 2 મેચ રમી છે. બીજી તરફ ઈંગ્લેન્ડ છ મેચમાં સાત પોઈન્ટ સાથે સાતમા સ્થાને યથાવત છે. પ્રો લીગમાં ભારતની આગામી ટાઈ જર્મની સામે છે, જે બંને 14 અને 15 એપ્રિલે કલિંગા સ્ટેડિયમમાં રમાશે.

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

આ પણ વાંચો : Corona update: છેલ્લા 24 કલાકમાં કોરોનાના માત્ર 795 કેસ આવ્યા, એક્ટિવ કેસમાં ઘટાડો થતા લોકોને રાહત

Next Article