હાર્દીક અને જાડેજાની રમતે ઓસ્ટ્રેલીયા સામેનો 21 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો, જાણો શું હતો આ રેકોર્ડ

|

Dec 03, 2020 | 8:23 AM

ભારત અને ઓસ્ટ્રેલીયા વચ્ચે કેનબરામાં રમાયેલી ત્રીજી વન ડેમાં ભારતીય ટીમને જીત મળી હતી. આ જીત માટે ની મુખ્ય ભૂમિકા હાર્દિક પંડ્યા અને રવિન્દ્રસિંહ જાડેજાની ભાગીદારી પણ રહી હતી. બંને એ મુશ્કેલ સ્થિતી દરમ્યાન પીચ પર આવીને બગડેલી બાજીને સુધારવાનો સફળ પ્રયાસ કર્યો હતો. ભારત 152 રન પર પાંચ વિકેટ ગુમાવી ચુક્યુ હતુ, ત્યારે આ […]

હાર્દીક અને જાડેજાની રમતે ઓસ્ટ્રેલીયા સામેનો 21 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો, જાણો શું હતો આ રેકોર્ડ

Follow us on

ભારત અને ઓસ્ટ્રેલીયા વચ્ચે કેનબરામાં રમાયેલી ત્રીજી વન ડેમાં ભારતીય ટીમને જીત મળી હતી. આ જીત માટે ની મુખ્ય ભૂમિકા હાર્દિક પંડ્યા અને રવિન્દ્રસિંહ જાડેજાની ભાગીદારી પણ રહી હતી. બંને એ મુશ્કેલ સ્થિતી દરમ્યાન પીચ પર આવીને બગડેલી બાજીને સુધારવાનો સફળ પ્રયાસ કર્યો હતો. ભારત 152 રન પર પાંચ વિકેટ ગુમાવી ચુક્યુ હતુ, ત્યારે આ બંને એ પોતાની ભાગીદારી રમતની શરુઆત કરી હતી. જે રમતે 21 વર્ષ જૂના રેકોર્ડને હવે પોતાની ભાગીદારી રમતના નામે કરી લીધો હતો.

હાર્દિક પંડયા નોટ આઉટ 92 અને રવિન્દ્ર જાડેજા નોટ આઉટ 66 રન કર્યા હતા. બંને એ છઠ્ઠી વિકેટ માટે 150 રનની ભાગીદારી રમત રમી હતી. આ અગાઉ ઓસ્ટ્રેલીયા સામે છઠ્ઠી વિકેટે માટેની સૌથી મોટી પાર્ટનરશીપનો રેકોર્ડ સદગોપાલ રમેશ અને રોબિન સિંહના નામે હતો. જેમણે વર્ષ 1999માં કાંગારુ ટીમ સામે 123 રન કર્યા હતા. હાર્દીક અને જાડેજાએ આ રેકોર્ડને હવે તોડીને પોતાના નામે કર્યો છે. જે હવે છઠ્ઠી વિકેટ માટે 150 રનનો નવો રેકોર્ડ 21 વર્ષ જૂના રેકોર્ડને તોડીને ચુક્યો છે. આ મજબૂત ભાગીદારીએ જ ભારતીય ટીમને 300 પારના સ્કોર પર પહોંચાડી દીધો હતો. જે જીતનો પાયો બન્યો હતો.

Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ

ઓસ્ટ્રેલીયાના ધરતી પર છઠ્ઠી વિકેટ કે તેના થી નિચલા ક્રમની વિકેટ માટે આ વન ડે ક્રિકેટમાં કરાયેલી આ સૌથી મોટી ભાગીદારી રમત છે. આ બંને વચ્ચે થયેલી ભાગીદારી રમત ભારત માટે છઠ્ઠા વિકેટના માટે આ ત્રીજી સૌથી મોટી ભાગીદારી રમત છે.

ટીમ ઇન્ડિયા માટે સૌથી મોટી ભાગીદારી રમત અંબાતી રાયડૂ અને સ્ટુઅર્ટ બિન્નીના નામે છે. જેણે વર્ષ 2015 માં ઝિમ્બાબ્વે સામે રમતા 160 રન જોડ્યા હતા.

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

Next Article