AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

CWG 2022: સંકેત બાદ ગુરુરાજાએ વેટલિફ્ટિંગમાં જીત્યો કાંસ્ય પદક, ભારતના નામે કુલ 2 મેડલ

કોમવેલ્થ ગેમ્સમાં ભારતે બીજો મેડલ જીત્યો. વેટલિફ્ટિંગમાં ગુરુરાજા પુજારીએ 61 કિગ્રા વેટ કેટેગરીમાં કાંસ્ય પદક જીત્યો. ગુરુરાજાએ કુલ 269 કિલો વજન ઉચક્યું હતું. ભારતે બંને મેડલ બીજા દિવસે અને બંને વેટલિફ્ટિંગમાં જીત્યા છે.

CWG 2022: સંકેત બાદ ગુરુરાજાએ વેટલિફ્ટિંગમાં જીત્યો કાંસ્ય પદક, ભારતના નામે કુલ 2 મેડલ
Gururaj Poojary (PC: Twitter)
| Updated on: Jul 30, 2022 | 7:20 PM
Share

બર્મિંગહામ કોમનવેલ્થ ગેમ્સ 2022 (Commonwealth Games 2022) ના બીજા દિવસે ભારતે તેનો બીજો મેડલ જીત્યો. વેઈટલિફ્ટિંગ સાથે ખાતું ખોલાવ્યા બાદ ભારતને આ જ ઈવેન્ટમાં વધુ એક મેડલ મળ્યો. આ વખતે ભારતની બેગ ગુરુરાજા પૂજારી (Gururaja Poojary) એ ભરી હતી. 29 વર્ષીય વેઈટલિફ્ટરે પુરુષોની 61 કિગ્રા વજન વર્ગમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. સતત બીજી કોમનવેલ્થ ગેમ્સમાં મેડલ જીતનાર ગુરુરાજાએ કુલ 269 કિલો વજન ઉપાડ્યું હતું. આ કેટેગરીમાં ગોલ્ડ અજનિલ બિન મુહમ્મદે જીત્યો હતો. જેણે કુલ 285 કિલો વજન ઉઠાવીને CWG માં નવો રેકોર્ડ બનાવ્યો હતો. 29 જુલાઈએ ગેમ્સના પહેલા દિવસે ભારતને કોઈ મેડલ મળ્યો ન હતો. પરંતુ બીજા દિવસે વેઈટલિફ્ટર્સે દેશનું ખાતું ખોલાવ્યું હતું. પ્રથમ 55 કિગ્રામાં 21 વર્ષીય સંકેત સરગરે સિલ્વર મેડલથી શરૂઆત કરી હતી. તે માત્ર એક કિલોથી ગોલ્ડ જીતવાથી ચૂકી ગયો હતો. ત્યાર બાદ લગભગ 2 કલાક બાદ ગુરુરાજા પૂજારીએ દેશ માટે બીજો ગોલ્ડ જીત્યો.

આવુ રહ્યું ગુરુરાજાનું પ્રદર્શન

ગુરુરાજા પુજારી (Gururaja Poojary) એ તેના ત્રણ સ્નેચ પ્રયાસોમાં સૌથી વધુ 118 કિલો વજન ઉપાડ્યું હતું. તે તેના બીજા પ્રયાસમાં આવ્યો. જ્યારે તેનો 120 કિલોનો ત્રીજો પ્રયાસ નિષ્ફળ ગયો હતો. ત્યાર બાદ ક્લીન એન્ડ જર્કમાં તેણે 144 કિગ્રાથી શરૂઆત કરી હતી. ત્યાર બાદ 148 સુધી પહોંચી શક્યો હતો અને પછી કુલ 269 કિગ્રા સાથે 151 કિગ્રા વજન ઉઠાવીને મેડલ પાક્કો કર્યો હતો. તેણે કેનેડાના યુરી સિમરાડને માત્ર 1 કિલોના મામૂલી અંતરથી હરાવ્યો. પાપુઆ ન્યુ ગિનીના મોરિયા બારુએ 273 કિલો સાથે સિલ્વર જીત્યો હતો.

સતત બીજી કોમનવેલ્થ ગેમ્સમાં મેડલ

કર્ણાટકના ઉડુપી જિલ્લાના ગુરુરાજા પૂજારીએ અગાઉ 2018 ગોલ્ડ કોસ્ટ કોમનવેલ્થ ગેમ્સમાં પણ મેડલ જીત્યો હતો. ત્યાર બાદ તેણે 56 કિગ્રા વર્ગમાં ભાગ લીધો અને સિલ્વર મેડલ જીત્યો હતો. આ વખતે તેણે કેટેગરીમાં ફેરફાર કર્યો અને 61 કિગ્રામાં આવ્યો. જ્યાં મેડલનો રંગ સિલ્વરથી બ્રોન્ઝમાં બદલાઈ ગયો હતો. પરંતુ તે ખાલી હાથે પાછો ફર્યો નહીં.

સૌરાષ્ટ્રનું ગૌરવ: જુનાગઢના ક્રેન્સની IPL-19માં SRH માટે થઈ પસંદગી
સૌરાષ્ટ્રનું ગૌરવ: જુનાગઢના ક્રેન્સની IPL-19માં SRH માટે થઈ પસંદગી
શ્વાનના બચ્ચાંને રમડતા નજરે પડ્યો સિંહ જુઓ અનોખા દ્રશ્યો
શ્વાનના બચ્ચાંને રમડતા નજરે પડ્યો સિંહ જુઓ અનોખા દ્રશ્યો
અંકલેશ્વરમાં વિકાસકાર્યોને લઈ સત્તા–વિપક્ષ એકસાથે પ્રમુખ સામે પડયા
અંકલેશ્વરમાં વિકાસકાર્યોને લઈ સત્તા–વિપક્ષ એકસાથે પ્રમુખ સામે પડયા
ઘરઘાટીએ જ ઘરમાં ખાતર પાડ્યું, અમદાવાદના આ વિસ્તારમાં બની ઘટના
ઘરઘાટીએ જ ઘરમાં ખાતર પાડ્યું, અમદાવાદના આ વિસ્તારમાં બની ઘટના
અમદાવાદની 7થી વધુ પ્રાયમરી સ્કૂલ સીલ કરવામાં આવી
અમદાવાદની 7થી વધુ પ્રાયમરી સ્કૂલ સીલ કરવામાં આવી
સુરતના આવશે સોનાના દિવસ ! હીરા ઉદ્યોગમાં ફરી તેજીના એંધાણ
સુરતના આવશે સોનાના દિવસ ! હીરા ઉદ્યોગમાં ફરી તેજીના એંધાણ
આજે કઈ રાશિએ સાવધાન રહેવું પડશે અને કોને મળશે સફળતા? જુઓ Video
આજે કઈ રાશિએ સાવધાન રહેવું પડશે અને કોને મળશે સફળતા? જુઓ Video
ક્રિસમસે ચમકાવ્યો હીરા ઉદ્યોગ
ક્રિસમસે ચમકાવ્યો હીરા ઉદ્યોગ
હાર્દિક પટેલ સહિત તમામ નેતાઓને રાજદ્રોહના કેસમાં કોર્ટે આપી ક્લીન ચીટ
હાર્દિક પટેલ સહિત તમામ નેતાઓને રાજદ્રોહના કેસમાં કોર્ટે આપી ક્લીન ચીટ
સુરતમાં ACBની મોટી કાર્યવાહી: લાંચ લેતા PI તેમજ વકીલ ઝડપાયા
સુરતમાં ACBની મોટી કાર્યવાહી: લાંચ લેતા PI તેમજ વકીલ ઝડપાયા
g clip-path="url(#clip0_868_265)">