GT vs MI, IPL 2023 Qualifier 2: ગુજરાત ટાઈટન્સ સામે અમદાવાદમાં મુંબઈ ઈન્ડિયન્સ ટકરાશે, મોદી સ્ટેડિયમમાં ફાઈનલ માટે ખેલાશે જંગ

GT vs MI, IPL 2023 Qualifier 2: 26 મે શુક્રવારે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગુજરાત ટાઈટન્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે ટક્કર જામશે. આ ટક્કર ફાઈનલમાં સ્થાન મેળવવા માટે હશે.

GT vs MI, IPL 2023 Qualifier 2: ગુજરાત ટાઈટન્સ સામે અમદાવાદમાં મુંબઈ ઈન્ડિયન્સ ટકરાશે, મોદી સ્ટેડિયમમાં ફાઈનલ માટે ખેલાશે જંગ
Follow Us:
| Updated on: May 24, 2023 | 11:33 PM

IPL 2023 તેના અંત તરફ પહોંચી ચુકી છે. IPL Final માં ચેન્નાઈ સુપર કિંગ્સ પહોંચી ચુક્યુ છે. હવે તેની સામે ગુજરાત ટાઈટન્સની ટક્કર થશે કે મુંબઈ ઈન્ડિયન્સની એ 26મી મેની રાત્રે નક્કી થશે. મુંબઈ ઈન્ડિયન્સે બુધવારે ચેપોક સ્ટેડિયમમાં લખનૌ સુપર જાયન્ટ્સ સામે શાનદાર જીત નોંધાવી છે. મુંબઈ સામે લખનૌ માત્ર 101 રનમાં જ 17મી ઓવરમાં ધરાશાયી થઈ ગયુ હતુ, આમ મુંબઈની 81 રનથી જીત થઈ હતી. આ સાથે જ મુંબઈની ટીમ હવે ક્વોલિફાયર-2 માં પહોંચ્યુ છે. ચેન્નાઈ સુપર કિંગ્સ સામે હારીને ગુજરાત ક્વોલિફાયર-2 રમનાર છે, જ્યાં હવે ગુજરાત અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે ટક્કર થનારી છે.

રોહિત શર્માએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનુ પસંદ કર્યુ હતુ. મુંબઈએ 183 રનનો ટાર્ગેટ આપ્યો હતો. પરંતુ લખનૌની ટીમ મુંબઈના આકાશ મેઘવાલ સામે ધરાશાયી થઈ ગઈ હતી. આકાશે લખનૌના 5 બેટરનો પોતાનો શિકાર બનાવ્યો હતો. જ્યારે તેણે 3.3 ઓવર કરીને માત્ર 5 જ રન આપ્યા હતા.

IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું

એલિમિનેટરમાં જીત, હવે ફાઈનલ માટે ટક્કર

બુધવારે ચેન્નાઈમાં ગુજરાત અને લખનૌ વચ્ચે ટક્કર થઈ હતી. મુંબઈ ઈન્ડિયન્સે લીગ તબક્કામાં ખૂબ જ સંઘર્ષ કર્યા બાદ કિસ્મતના સાથ વડે પ્લેઓફમાં સ્થાન મેળવ્યુ હતુ. મુંબઈ પ્લેઓફ માટે લીગ તબક્કાના અંતિમ દિવસે અંતિમ મેચના પરિણામ બાદ પ્રવેશ મેળવ્યો હતો. ચોથા સ્થાને રહેતા ત્રીજા સ્થાનની ટીમ લખનૌ સુપર જાયન્ટ્સ સામે એલિમિનેટર મેચમાં રમવા માટે રોહિત સેના મેદાને ઉતરી હતી. એલિમિનેટરમાં જીત સાથે જ મુંબઈને હવે અમદાવાદ માટેની ફ્લાઈટ મળી છે અને આગામી શુક્રવારે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ફાઈનલમાં પહોંચવા માટે પૂરો દમ ગુજરાત સામે લગાવશે.

ગુજરાત ટાઈટન્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે અમદાવાદની ટક્કર જબરદસ્ત રહેવાની આશા છે. મુંબઈ સિઝનમાં અંત તરફ આગળ વધતા જબરદસ્ત અંદાજથી પ્રદર્શન કરી રહ્યુ છે. જ્યારે સિઝનમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર ગુજરાત ટાઈટન્સનો ચેન્નાઈ સામે ચેપોકમાં પરાજય થયો હતો. આમ ગુજરાત પર હોમ ગ્રાઉન્ડમાં ફાઈનલમાં પહોંચવાનુ દબાણ હશે. જ્યારે સામે પાંચ વારની ચેમ્પિયન ટીમ હશે. જેના સુકાની રોહિત શર્મા પાસે પાંચ વાર ટીમને ચેમ્પિયન બનાવવાનો અનુભવ છે.

આ પણ વાંચોઃ MS Dhoni Controversy: ધોનીને કયા નિયમને લઈ અંપયાર સાથે વાંધો પડ્યો? ચર્ચામાં માહી ચાલ ખેલી ગયો! કયા નિયમે કરાવી દીધી રકઝક જાણો-Video

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">