ગાવાસ્કરે ઓસ્ટ્રેલીયાને કર્યુ સાવધાન, કહ્યુ બુમરાહ નહી પરંતુ આ ઝડપી બોલરથી રહેજો સંભાળીને

|

Nov 23, 2020 | 9:15 AM

સ્ટીવ સ્મિથએ ભારતીય ઝડપી બોલરોને શોર્ટ બોલ ફેંકવાની રણનીતીને લઇને પડકાર આપ્યો છે. હવે પુર્વ ભારતીય ઓપનર બેટસ્મેન સુનિલ ગાવાસ્કરે ઓસ્ટ્રેલીયાની ક્રિકેટ ટીમને સાવધાન કરી છે. આઇપીએલ 2020માં રાજસ્થાનની કેપ્ટનશીપ કરવા વાળા સ્ટીવ સ્મિથ ભારતના વિરુદ્ધ પીળી જર્સીમાં મેદાન પર ઉતરવા માટે તૈયાર છે. ભારત સામે ક્રિકેટ સીરીઝમાં મેદાન પર ઉતરતા પહેલા સ્મિથે કહ્યુ હતુ […]

ગાવાસ્કરે ઓસ્ટ્રેલીયાને કર્યુ સાવધાન, કહ્યુ બુમરાહ નહી પરંતુ આ ઝડપી બોલરથી રહેજો સંભાળીને

Follow us on

સ્ટીવ સ્મિથએ ભારતીય ઝડપી બોલરોને શોર્ટ બોલ ફેંકવાની રણનીતીને લઇને પડકાર આપ્યો છે. હવે પુર્વ ભારતીય ઓપનર બેટસ્મેન સુનિલ ગાવાસ્કરે ઓસ્ટ્રેલીયાની ક્રિકેટ ટીમને સાવધાન કરી છે. આઇપીએલ 2020માં રાજસ્થાનની કેપ્ટનશીપ કરવા વાળા સ્ટીવ સ્મિથ ભારતના વિરુદ્ધ પીળી જર્સીમાં મેદાન પર ઉતરવા માટે તૈયાર છે.

ભારત સામે ક્રિકેટ સીરીઝમાં મેદાન પર ઉતરતા પહેલા સ્મિથે કહ્યુ હતુ કે, ભારતીય ઝડપી બોલરોની તેમના સામે શોર્ટ બોલ ફેકવાની રણનીતી વધુ કારગત નહી નિવડે. હવે આ પછી સુનિલ ગાવાસ્કરે ઓસ્ટ્રેલીયાની ટીમને ચેતવણી આપી દીધી છે. ગાવાસ્કરે કહ્યુ છે કે, તેમણે મહમંદ શામીની ઘાતક બોલીંગ થી સાવધાન રહેવાની જરુર છે. ભારતની ઝડપી બોલીંગ એટેક શામી વધુ ખતરનાક બનાવી શકે છે. સાથે જ તે ઘાતક બાઉન્સર થી કાંગારુ ટીમના બેટ્સમેનોને પણ ધ્વસ્ત કરવાની તાકાત પણ રાખે છે.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

સુનિલ ગાવાસ્કરે ઓસ્ટ્રેલીયાને સૌથી વધારે નુકશાન પહોંચાડનારા બોલરના રુપે 2019ના, સૌથી સફળ ભારતીય ઝડપી બોલર શામીને પસંદ કર્યો છે. સ્મિથના બાઉન્સર વાળા પડકારને લઇને બોલતા કહ્યુ હતુ કે શોર્ટ બોલનો સામનો કરવા માટે કોઇપણ બેટ્સમેન દરેક વખતે તૈયાર હોતો નથી. એક સારો શોર્ટ બોલ કોઇ પણ બેટ્સમેનને મુશ્કેલીમાં મુકવા માટે પુરતો હોય છે.

ગાવાસ્કરે કહ્યુ હતુ કે, કોઇ બેટ્સમેન એ નથી કહી શકતો કે હું પુરી રીતે તૈયાર છુ. મહંમદ શામી પાસે વિશેષ રુપે એક શાનદાર બાઉન્સર છે. જો તે યોગ્ય રીતે બાઉન્સર ફેંકી દે છે તો અનેક સારા બેટ્સમેન તેને રમવા માટે સક્ષમ નહી થઇ શકે. તે બહુ વધારે લાંબા નથી અને તેમની શોર્ટ બોલ તમારા ખભા અને માથાની આસપાસ રહેતી હોય છે.

આ મુશ્કેલ બોલ હોય છે, તેને રમવુ એ આસાન નથી હોચુ . એટલુ જ નહી પણ તે યોગ્ય રિધમમાં હોય તો તે એવા બોલર નથી કે જેને આસાની થી રમી શકાય. ભારત અને ઓસ્ટ્રેલીયા વચ્ચે ક્રિકેટ સીરીઝની શરુઆત 27, નવેમ્બર થી શરુ થનારી છે.

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Next Article