ગવાસ્કરે કહ્યુ આ છે ભારતીય ટીમના કેપ્ટન માટે ફીટ નામ, કોહલી પછી લઇ શકે છે સ્થાન, જાણો કોણ છે તે ?

|

Sep 21, 2020 | 12:04 PM

વિરાટ કોહલીને પહેલાથી જ, ભાવિ કેપ્ટનની ભુમીકાને લઇને તૈયાર કરવામાં આવતો. ધોની જ્યારે કેપ્ટન હતો, એ દરમ્યાન જ ધોનીનો ખાલીપો કોણ પુરશે, એ સવાલના જવાબ માટે થઇને, બીસીસીઆઇ દ્રારા સતત કવાયત કરાતી હતી. જેના ફળ સ્વરુપે ટીમ ઇન્ડીયાને, વિરાટ કોહલીના સ્વરુપ નવો જ કેપ્ટન પ્રાપ્ત થયો હતો. ભારતની ટીમ ઓસ્ટ્રેલીયાના પ્રવાસે હતી, એ દરમ્યાન જ […]

ગવાસ્કરે કહ્યુ આ છે ભારતીય ટીમના કેપ્ટન માટે ફીટ નામ, કોહલી પછી લઇ શકે છે સ્થાન, જાણો કોણ છે તે ?

Follow us on

વિરાટ કોહલીને પહેલાથી જ, ભાવિ કેપ્ટનની ભુમીકાને લઇને તૈયાર કરવામાં આવતો. ધોની જ્યારે કેપ્ટન હતો, એ દરમ્યાન જ ધોનીનો ખાલીપો કોણ પુરશે, એ સવાલના જવાબ માટે થઇને, બીસીસીઆઇ દ્રારા સતત કવાયત કરાતી હતી. જેના ફળ સ્વરુપે ટીમ ઇન્ડીયાને, વિરાટ કોહલીના સ્વરુપ નવો જ કેપ્ટન પ્રાપ્ત થયો હતો. ભારતની ટીમ ઓસ્ટ્રેલીયાના પ્રવાસે હતી, એ દરમ્યાન જ ટેસ્ટ ક્રિકેટ થી ધોનીએ સન્યાસ જાહેર કર્યો હતો. તુરત જ બીસીસીઆઇ એ કોહલીને કેપ્ટન તરીકેની જવાબદારી સોંપી હતી. ભારતીય ટીમને કોહલીએ એક નવી ઉંચાઇઓ, અપાવવા સાથે પોતાને પણ ક્રિકેટના તમામ ફોર્મેટમાં સાબિત કરી દીધો છે.

કોહલીની હાલમાં ત્રીસ વર્ષનો છે, તે ત્રીસીમાં પ્રવેશ કરતા જ હવે એ વાતે પણ જોર પકડ્યુ છે, કે હવે કોહલી પછી કોણ હોઇ શકે છે. જે કોહલીની જગ્યા લઇ શકે છે. આમ તો વાઇસ કેપ્ટન રોહિત શર્મા પણ, તે પદ માટે ઉત્તમ દાવેદાર માનવામાં આવે છે. જેનુ પ્રદર્શન પણ શાનદાર છે, અને ટીમ માટે ઉપયોગી પણ નિવડે છે. પણ જોકે તે પણ ઉંમરની બાબતમાં કોહલીનો સમોવડીયો છે.

પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર
ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
રોહિત શર્માએ તેના જન્મદિવસે ફટકારી 'હેટ્રિક', બનાવ્યો અનિચ્છનીય રેકોર્ડ
આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે

 

સુનિલ ગવાસ્કર જે ભારતીય ટીમના પુર્વ કપ્તાન રહી ચુક્યા છે. તેઓ પાસે પણ એક નામ છે, જેને વાઇસ કેપ્ટનની જવાબદારી સારી રીતે નિભાવી શકે છે. ગવાસ્કર પાસે જે નામ છે તે કિંગ્સ ઇલેવન પંજાબના કેપ્ટન કે એલ રાહુલ છે. જેને ટીમ ઇન્ડીયા માટે તૈયાર કરી શકાય છે.

ગવાસ્કરે કહ્યુ છે કે, કે એલ રાહુલ માટે એ કરી દેખાડવાનો આ શ્રેષ્ઠ મોકો છે, જવાબદારી મળવા પર તે રન બનાવી શકે છે. બીજુ એ પણ બતાવી શકે છે કે તે કેપ્ટનશીપ કરવા માટે પણ સક્ષમ છે, તેમજ કેવી રીતે ટીમને દીશામાં લઇ જાય છે અને સારુ બહાર લાવવા માટેની કોશીષ કરે છે. જો તે આમ કરે છે તો ભારતીય ક્રિકેટ ટીમના ઉપ કપ્તાન બની શકે છે.

 

આ પણ વાંચોઃIPL 2020: સોમવારે બેંગ્લોર અને હૈદરાબાદ વચ્ચે યોજાશે ત્રીજી મેચ, વિરાટ ટાઇટલના સપના સાથે ઉતરશે મેદાનમાં

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article