T-20: સીએસકે સામે તોફાની બેટીંગ કરનાર સંજુ સૈમસનના ગૌતમ ગંભીરે કર્યા વખાણ, સંજુની રમતને લઇ કહ્યુ કરવી છે કોઇને ડીબેટ?

|

Sep 23, 2020 | 8:33 AM

T-20  લીગની પાંચમી મેચમાં રાજસ્થાન રોયલ્સે જબરદસ્ત વિજય મેળવ્યો હતો. ચેન્નાઇ સુપર કિંગ્સ સામે રમાયેલી શારજાહ ખાતેની મેચમાં રાજસ્થાને સ્ફોટક રનનો ઢગલો ખડકી દીધો હતો. પરંતુ આ બધામાં સંજુ સૈમસનની બેટીંગ જબરદસ્ત રહી હતી. તેણે આગવા અંદાજમાં જ પોતાની રમત દાખવી હતી અને વન ડાઉનમાં જ આવતા વેંત તેણે બેટને છગ્ગાઓ માટે જાણે કે ફટકારવુ […]

T-20: સીએસકે સામે તોફાની બેટીંગ કરનાર સંજુ સૈમસનના ગૌતમ ગંભીરે કર્યા વખાણ, સંજુની રમતને લઇ કહ્યુ કરવી છે કોઇને ડીબેટ?

Follow us on

T-20  લીગની પાંચમી મેચમાં રાજસ્થાન રોયલ્સે જબરદસ્ત વિજય મેળવ્યો હતો. ચેન્નાઇ સુપર કિંગ્સ સામે રમાયેલી શારજાહ ખાતેની મેચમાં રાજસ્થાને સ્ફોટક રનનો ઢગલો ખડકી દીધો હતો. પરંતુ આ બધામાં સંજુ સૈમસનની બેટીંગ જબરદસ્ત રહી હતી. તેણે આગવા અંદાજમાં જ પોતાની રમત દાખવી હતી અને વન ડાઉનમાં જ આવતા વેંત તેણે બેટને છગ્ગાઓ માટે જાણે કે ફટકારવુ શરુ કરી દીધુ હતુ. રાજસ્થાનના વિશાળ સ્કોર માટે જાણે તેણે મજબુત પાયો નાંખ્યો હતો. તેની આ ઇનીંગ્સ ને લઇને જબરદ્ત પ્રતિભાવ ક્રિકેટ ચાહકો તરફ થી આવી રહ્યા છે. જેમાં ખાસ કરીને ગૌતમ ગંભીરે જે પ્રમાણે સોશીયલ મિડીયામાં મેસેજ કર્યો છે તે ચર્ચાસ્પદ રહ્યો છે. કારણ કે ગૌતમ ગંભીરે પણ એક અલગ જ અંદાજમાં સંજુ ની ઇનીંગ્સની તારીફ કરી હતી.

SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો
આજનું રાશિફળ તારીખ : 04-05-2024
ઉનાળાની વધતી ગરમીમાં ચક્કર આવે તો આ છે બચવાની રીત, જાણી લો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

સંજુ સૈમસને જે પ્રમાણે અર્ધ શતક ઝડી દીધુ તેનાથી તેણે સૌ કોઇનુ મન મોહી લીધુ હતુ. આ દરમ્યાન ગૌતમ ગંભીરે પોતાના ઓફીસીયલ ટ્વીટર એકાઉન્ટ દ્રારા ટ્વીટ કરતા લખ્યુ હતુ કે, સંજુ સૈમસન ના ફક્ત ભારતીય ક્રિકેટનો સર્વશ્રેષ્ઠ વિકેટકીપર બેટ્સમેન છે. પરંતુ તે ભારત નો સર્વશ્રેષ્ઠ યુવા બેટ્સમેન છે. શુ કોઇ આ બાબતે ડીબેટ કરવા માંગે છે.

એ વાત પણ યાદ કરાવી દઇએ કે આ પહેલી વાર નથી કે, ગૌતમ ગંભીરે સંજુ ની તારીફ કરી હોય. આ પહેલા પણ તે તેના વખાણ કરી ચુક્યા છે અને ભારતીય ટીમ માટે પણ પ્રયાસ કરી ચુક્યા છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Next Article