Breaking News : ગૌતમ ગંભીરની માતાને આવ્યો હાર્ટ એટેક, ઇંગ્લેન્ડ પ્રવાસ અધવચ્ચે જ છોડીને ભારત પરત ફર્યા

ગૌતમ ગંભીર ટીમ ઈન્ડિયાને અધવચ્ચે છોડીને ભારત પરત ફરી રહ્યા છે. આ પાછળનું કારણ તેમની માતાની ખરાબ તબિયત છે.ગૌતમ ગંભીરની માતાને હાર્ટ એટેક આવ્યો છે.

Breaking News : ગૌતમ ગંભીરની માતાને આવ્યો હાર્ટ એટેક, ઇંગ્લેન્ડ પ્રવાસ અધવચ્ચે જ છોડીને ભારત પરત ફર્યા
| Updated on: Jun 13, 2025 | 3:15 PM

ગૌતમ ગંભીર ટીમ ઈન્ડિયાને અધવચ્ચે છોડીને ભારત પરત ફર્યા છે. આ પાછળનું કારણ તેમની માતાની બગડતી તબિયત છે. એવા અહેવાલો છે કે, તેમની માતાને હૃદયરોગનો હુમલો આવ્યો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, ગૌતમ ગંભીરની માતા હાલમાં ICUમાં છે, જ્યાં ડોક્ટરો તેમના સ્વાસ્થ્ય પર સતત નજર રાખી રહ્યા છે. ભારત આવ્યા પછી ગૌતમ ગંભીર ક્યારે ઈંગ્લેન્ડ પરત ફરશે તેનો નિર્ણય માતાની તબિયત કેવી છે તેના પર નિર્ભર રહેશે.

શું 20 જૂન સુધી ઈંગ્લેન્ડ પરત ફરશે ગંભીર ?

ટીમ ઈન્ડિયાને 13 જૂનથી 16 જૂન સુધી ઈન્ટ્રા-સ્ક્વોડ મેચ રમવાની હતી, જેમાં મુખ્ય કોચ તરીકે ગૌતમ ગંભીરે ભારત માટે શ્રેષ્ઠ કોમ્બિનેશનનું કામ કરવાનું હતું. પરંતુ હવે તેમની ગેરહાજરીમાં, આ કામ બાકીના સપોર્ટ સ્ટાફ દ્વારા કરવું પડી શકે છે. ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ટેસ્ટ સિરીઝની પહેલી મેચ 20 જૂનથી હેડિંગ્લી ખાતે રમાશે. એવી આશા છે કે, ગૌતમ ગંભીરના પરિવાર પર જે સંકટ આવ્યું છે. તે હાલ પૂરતું ટળી જશે અને તે 20 જૂન પહેલા ટીમ ઈન્ડિયા સાથે જોડાશે.

 

 

ટીમ ઈન્ડિયાને ઈંગ્લેન્ડ પ્રવાસ પર ગૌતમ ગંભીરની ખાસ જરુર છે. આવું એટલા માટે કારણ કે, એક યુવા ટીમ, યુવા કેપ્ટનની આગેવાનીમાં ઈંગ્લેન્ડ પ્રવાસ પર છે. ત્યારે ગૌતમ ગંભીર જેવા કોચની સાથે તેનું મનોબળ વધારી શકે છે. આ માટે ગૌતમ ગંભીરનું ઈંગ્લેન્ડ જવું જરુરી છે.

ગૌતમ ગંભીર ક્યારે ટીમ ઈન્ડિયામાં જોડાશે?

ગૌતમ ગંભીરની માતા સીમા ગંભીરને 11 જૂને હાર્ટ એટેક આવ્યો હતો, ત્યારબાદ તેઓ પ્રવાસ અધવચ્ચે જ છોડીને ભારત પાછા ફર્યા હતા. જોકે, એક અહેવાલમાં જણાવાયું છે કે, ગૌતમ ગંભીર પહેલી ટેસ્ટ મેચ શરૂ થવાના 3 દિવસ પહેલા 17 જૂન સુધીમાં ફરીથી ટીમ ઈન્ડિયામાં જોડાશે. જો આવું છે, તો આ ટીમ ઈન્ડિયા માટે સારા સમાચાર છે.

ગૌતમ ગંભીરે વર્ષ 2018 માં ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ લીધી હતી.ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધા બાદ ગંભીર રાજકારણમાં એન્ટ્રી કરી હતી. આવો છે ટીમ ઈન્ડિયાના હેડ કોચનો પરિવાર અહી ક્લિક કરો

 

Published On - 2:58 pm, Fri, 13 June 25