French Open 2022 : આજે ક્વાર્ટર ફાઇનલમાં નડાલ અને જોકોવિચની થશે ટક્કર, મેચને લઈને ચાહકોમાં ભારે ઉત્સાહ

|

May 31, 2022 | 12:09 PM

પેરિસના ટેનિસ કોર્ટ પર, બે મહાન ખેલાડી - રાફેલ નડાલ અને નોવાક જોકોવિચ - સેમિફાઇનલની ટિકિટ (Ticket to Semi-Final) માટે લડશે. આવી સ્થિતિમાં આ મેચને લઈને ચાહકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

French Open 2022 : આજે ક્વાર્ટર ફાઇનલમાં નડાલ અને જોકોવિચની થશે ટક્કર, મેચને લઈને ચાહકોમાં ભારે ઉત્સાહ
ફ્રેન્ચ ઓપનમાં નડાલ અને જોકોવિચ ટકરાશે
Image Credit source: AFP

Follow us on

French Open 2022 : વિશ્વના નંબર વન નોવાક જોકોવિચ આજે ફ્રેન્ચ ઓપન (French Open)ની ક્વાર્ટર ફાઇનલમાં સ્પેનના રાફેલ નડાલ સામે ટકરાશે. ટેનિસ જગતના વર્તમાન બે દિગ્ગજ ખેલાડીઓ વચ્ચેની આ લડાઈ સમય પહેલા થઈ રહી છે, સામાન્ય રીતે ટાઈટલ માટે નડાલ અને જોકોવિચ (Nadal vs Djokovic)ની સ્પર્ધા વધુ જોવા મળે છે. પરંતુ, પેરિસના લાલ માટીવાળા ટેનિસ કોર્ટ પર, આ બે માસ્ટર સેમિફાઇનલની ટિકિટ(Ticket to Semi-Final) માટે લડશે. આવી સ્થિતિમાં આ મેચને લઈને ચાહકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

નોવાક જોકોવિચ 16મી વખત ફ્રેન્ચ ઓપનની ક્વાર્ટર ફાઇનલમાં પહોંચ્યો છે. 2011 થી, તે સતત આ ટુર્નામેન્ટની ક્વાર્ટર ફાઈનલ રમી રહ્યો છે, જેમાં તેને 2016માં માત્ર એક જ વાર હારનો સામનો કરવો પડ્યો હતો. દરેક વખતે તે સેમિફાઇનલમાં પહોંચ્યો છે. જોકોવિચે ચોથા રાઉન્ડની મેચમાં 15મો ક્રમાંકિત આર્જેન્ટિનાના ડિએગો શ્વાર્ટઝમેનને 6-1, 6-3, 6-3થી હરાવ્યો હતો. આ સાથે જ રાફેલ નડાલે પણ ચોથા રાઉન્ડની મેચ જીતવા માટે પોતાની રાહ જોવી પડી હતી. તેણે તે મેચ 5 સેટમાં જીતી લીધી હતી.

ફ્રેન્ચ ઓપનમાં નડાલ અને જોકોવિચ ટકરાશે

નડાલ અને જોકોવિચ વચ્ચેનો ક્વાર્ટર ફાઈનલ આસાન નહીં હોય. ફ્રેન્ચ ઓપનમાં બંને ખેલાડીઓ વચ્ચે આ 8મો મુકાબલો હશે. આ પહેલા રમતની 7 મેચમાં નડાલ 5 વખત હરાવી ચૂક્યો છે. જ્યારે જોકોવિચ માત્ર 2 મેચ જીતવામાં સફળ રહ્યો છે. આ સતત ત્રીજી વખત હશે જ્યારે નડાલ અને જોકોવિચ લાલ માટીના કોર્ટ પર રમાયેલા ગ્રાન્ડ સ્લેમમાં એકબીજા સામે ટકરાશે.વર્ષ 2020માં નડાલે ફાઇનલમાં જોકોવિચને હરાવ્યો હતો. ગયા વર્ષે જોકોવિચે સેમિફાઇનલમાં નડાલને હરાવ્યો હતો.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

જોકોવિચ 59મી વખત નડાલ સાથે ટકરાશે

નડાલ અને જોકોવિચ 59મી વખત ટેનિસ કોર્ટ પર આમને-સામને થશે. જોકોવિચે આ પહેલા રમાયેલી 58 મેચોમાંથી 30માં જીત મેળવી છે જ્યારે નડાલે 28માં જીત મેળવી છે.

Next Article