IPL 2020: સતત બીજી વાર શેન વોર્ન બ્રાન્ડ એમ્બેસેડર અને માર્ગદર્શક તરીકે રાજસ્થાન રોયલ્સમાં જોડાયો

|

Sep 17, 2020 | 1:25 PM

રાજસ્થાન રોયલ્સે ઓસ્ટ્રેલિયન દિગ્ગજ સ્પિનર શેન વોર્નને સતત બીજા વર્ષે તેના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નિમણૂક કરી છે. આઈપીએલની આગામી સીઝન માટે વોર્ન પણ રાજસ્થાન રોયલ્સના માર્ગદર્શકની ભૂમિકામાં ટીમ સાથે જોડાશે. રાજસ્થાન રોયલ્સએ એક નિવેદન બહાર પાડીને આ માહિતી આપી હતી. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે શેન વોર્નનું વિશિષ્ટ વ્યક્તિત્વ ખેલાડીઓ, સીઈઓ અને ચાહકોને પ્રેરણા આપે […]

IPL 2020: સતત બીજી વાર શેન વોર્ન બ્રાન્ડ એમ્બેસેડર અને માર્ગદર્શક તરીકે રાજસ્થાન રોયલ્સમાં જોડાયો

Follow us on

રાજસ્થાન રોયલ્સે ઓસ્ટ્રેલિયન દિગ્ગજ સ્પિનર શેન વોર્નને સતત બીજા વર્ષે તેના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નિમણૂક કરી છે. આઈપીએલની આગામી સીઝન માટે વોર્ન પણ રાજસ્થાન રોયલ્સના માર્ગદર્શકની ભૂમિકામાં ટીમ સાથે જોડાશે. રાજસ્થાન રોયલ્સએ એક નિવેદન બહાર પાડીને આ માહિતી આપી હતી. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે શેન વોર્નનું વિશિષ્ટ વ્યક્તિત્વ ખેલાડીઓ, સીઈઓ અને ચાહકોને પ્રેરણા આપે છે.

ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

ટીમમાં જોડા્યા બાદ શેન વોર્ન, રોયલ્સના મેનેજમેન્ટની સાથે ટીમના આંતરરાષ્ટ્રીય ફેન બેઝને મજબૂત બનાવવામાં મદદ કરશે. તે રોયલ્સના વર્તમાન અને સંભવિત પ્રાયોજકોને પણ તેના ક્રિકેટિંગ જ્ઞાન અને દુરંદેશીથી આકર્ષિત કરશે. તેઓ રોયલ રાજસ્થાન ફાઉન્ડેશન, જે ફ્રેન્ચાઇઝીની સીએસઆર વિંગ છે, જેની સાથે મળીને મહિલા સશક્તિકરણ પર કેન્દ્રિત રોયલ્સ ની પહેલને પ્રોત્સાહન આપવા માટે પણ અભિયાન કરશે.

Shane Warn

રોયલ્સે વોર્નની કેપ્ટનશીપ હેઠળ પ્રથમ આઈપીએલ જીતી હતી

શેન વોર્નની નિમણૂક અંગે રાજસ્થાન રોયલ્સે એક નિવેદન બહાર પાડતાં કહ્યું કે, તે આ રમતના મહાન ખેલાડીઓમાંનો એક છે અને રાજસ્થાન રોયલ્સમાં તે આપણા માટે ખૂબ જ ખાસ છે. શેન એક એવો માણસ છે જે ડ્રાઇવિંગ ઇનોવેશનની અમાર્દ્ર વિઝનનુ પણ એક ઉદાહરણ છે. અને અમે ખુશ છીએ કે ફ્રેન્ચાઇઝીની ગ્રોથ માટે અને અમારા ખેલાડીઓને સફળ થવા પ્રેરણા આપવા માટે તે અમારી સાથે છે.”

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

શેન વોર્ન ટીમના માર્ગદર્શક તરીકે મુખ્ય કોચ એન્ડ્ર્યુ મેકડોનાલ્ડ સાથે કામ કરશે. તે 2003 અને 2007 ની વચ્ચે વિક્ટોરિયા તરફથી મેકડોનાલ્ડ માટે રમ્યો હતો. તે રાજસ્થાન રોયલ્સના ક્રિકેટના વડા ઝુબીન ભરૂચા સાથે પણ જોડાશે. જે 2008માં આઈપીએલની પ્રથમ સીઝનમાં વોર્ન સાથે હતો. તે પણ જાણીતું છે કે આઈપીએલની પ્રથમ સીઝન શેન વોર્નના નેતૃત્વમાં રાજસ્થાન રોયલ્સ દ્વારા જીતી હતી.

રાજસ્થાન રોયલ્સ, મારી ટીમ, મારું કુટુંબઃ વોર્ન

રાજસ્થાન રોયલ્સમાં તેની ભૂમિકા અંગે શેન વોર્ને કહ્યું, “રોયલ્સ, મારી ટીમ, મારા પરિવાર સાથે પાછા ફરવું ખૂબ જ શાનદાર છે. આ ફ્રેન્ચાઇઝીમાં તમામ પ્રકારે કામ કરવું રોમાંચક છે, જે મને પણ ગમે છે. અમે વૈશ્વિક ટીમ બનવાની અમારી દ્રષ્ટિ તરફ કામ કર્યું છે. જેનો વિશ્વભરના ચાહકો પ્રેમ કરે છે. આ સિઝનમાં હું ટીમના માર્ગદર્શક તરીકે કામ કરવાની અને ઝુબિન ભરૂચા અને એન્ડ્રુ મેકડોનાલ્ડ જેવા મહાન સ્ટાફ સાથે જોડાવાની રાહ જોઈ રહ્યો છું. આશા છે કે આ એક સફળ સિઝન બને અને આવતા મહિનામાં અમે મોટી ઉપલબ્ધિ પ્રાપ્ત કરી શકીશું. ”

Published On - 7:06 am, Mon, 14 September 20

Next Article