INDIA-ENGLAND વચ્ચે આ શહેરમાં રમાશે પહેલી ટેસ્ટ, પ્રેક્ષકો વગર યોજાશે મેચ

|

Jan 24, 2021 | 10:48 AM

ભારત (INDIA) અને ઇંગ્લેન્ડ(ENGLAND) વચ્ચે આગામી સિરીઝની બે ટેસ્ટ ચેન્નઈના એમ.એ. ચિદમ્બરમ સ્ટેડિયમમાં પ્રેક્ષકો વગર યોજાશે.

INDIA-ENGLAND વચ્ચે આ શહેરમાં રમાશે પહેલી ટેસ્ટ, પ્રેક્ષકો વગર યોજાશે મેચ
India-England Match

Follow us on

ભારત (INDIA) અને ઇંગ્લેન્ડ9ENGLAND) વચ્ચે આગામી સિરીઝની બે ટેસ્ટ ચેન્નઈના એમ.એ. ચિદમ્બરમ સ્ટેડિયમમાં પ્રેક્ષકો વગર યોજાશે. તમિલનાડુ ક્રિકેટ એસોસિએશન (TNCA) ના સચિવ આર.એસ. રામાસ્વામીના જણાવ્યા અનુસાર, કોવિડ -19ની શરતોને ધ્યાનમાં રાખીને ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI) ની સૂચના મુજબ બંને ટેસ્ટ મેચ દર્શકો વગર રમશે.

ટીએનસીએના સેક્રેટરીએ કહ્યું કે, કોરોના જેવી મહામારીની પરિસ્થિતિને જોતા દર્શકોને બે ટેસ્ટ મેચ દરમિયાન સ્ટેડિયમમાં જવા દેવામાં આવશે નહીં.” તો બીજી તરફ 20 જાન્યુઆરીએ ટીએનસીએના સભ્યોને એક પરિપત્ર મોકલવામાં આવ્યો છે. જેમાં કહેવામાં આવ્યું છે કે દર્શકો વગર મેચ રમવાનો નિર્ણય બીસીસીઆઇ સાથે મળીને લેવામાં આવ્યો છે.

પરિપત્રમાં જણાવ્યા મુજબ, “કોરોનાની મહામારીને ધ્યાનમાં રાખીને બીસીસીઆઈએ ભારત-ઇંગ્લેન્ડ ટેસ્ટ સિરીઝ દરમિયાન ખેલાડીઓની સલામતી સાથે કોઈ જોખમ નહીં લેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.” આ મુજબ, “બીસીસીઆઈના નિર્દેશ મુજબની સાવચેતી પગલા તરીકે એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં કોઈપણ દર્શકો વિના પ્રથમ બે ટેસ્ટ 5 થી 17 ફેબ્રુઆરીની વચ્ચે રમાશે.”

વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા
IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો

ટીમો 27 જાન્યુઆરી સુધીમાં ચેન્નાઈ પહોંચશે તેવી સંભાવના છે. આ બાદ બાય બબલમાં પ્રવેશતા પહેલા કોરોનાનો રિપોર્ટ કરવો પડશે. કેન્દ્ર સરકારે તાજેતરમાં જાહેરાત કરી હતી કે આઉટડોર રમતની ગતિવિધિઓ 50 ટકા પ્રેક્ષકો સાથે કરી શકાય છે. પ્રથમ ટેસ્ટ મેચ 5 ફેબ્રુઆરીથી શરૂ થશે.

પહેલા 2 ટેસ્ટ મેચ માટે ભારતની ટીમ

વિરાટ કોહલી (કેપ્ટન), રોહિત શર્મા, મયંક અગ્રવાલ, શુબમન ગિલ, ચેતેશ્વર પૂજારા, અજિંક્ય રહાણે (વાઇસ કેપ્ટન), કે.એલ. રાહુલ, હાર્દિક પંડ્યા, ઋષભ પંત (વિકેટકીપર), રિદ્ધિમન સાહા (વિકેટકીપર), આર.કે. અશ્વિન, કુલદીપ યાદવ, અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર, ઇશાંત શર્મા, જસપ્રીત બુમરાહ, મો. સિરાજ, શાર્દુલ ઠાકુર.

નેટ બોલરો: અંકિત રાજપૂત, આવેશ ખાન, સંદીપ વોરિયર, કૃષ્ણપ્પા ગૌતમ, સૌરભ કુમાર

સ્ટેન્ડબાય ખેલાડીઓ: કે.એસ.ભારત, અભિમન્યુ ઇસ્વરન, શાહબાઝ નદીમ, રાહુલ ચાહર, પ્રિયંક પંચાલ

ઇંગ્લેન્ડનો ભારત પ્રવાસનું સંપૂર્ણ સમયપત્રક
ટેસ્ટ સિરીઝ

પ્રથમ ટેસ્ટ: 5 થી 9 ફેબ્રુઆરી: ચેન્નાઇ

બીજી ટેસ્ટ: 13 થી 17 ફેબ્રુઆરી: ચેન્નાઇ

ત્રીજી ટેસ્ટ : 24 થી 28 ફેબ્રુઆરી: અમદાવાદ

ચોથી ટેસ્ટ : 4 થી 8 માર્ચ: અમદાવાદ

ટી 20 આંતરરાષ્ટ્રીય સિરીઝ

પ્રથમ ટી 20 આંતરરાષ્ટ્રીય 12 માર્ચ: અમદાવાદ

બીજી ટી 20 આંતરરાષ્ટ્રીય 14 માર્ચ: અમદાવાદ

ત્રીજી ટી 20 આંતરરાષ્ટ્રીય માર્ચ 16: અમદાવાદ

ચોથી ટી 20 આંતરરાષ્ટ્રીય માર્ચ 18: અમદાવાદ

પાંચમો ટી 20 આંતરરાષ્ટ્રીય માર્ચ 20: અમદાવાદ

વનડે સિરીઝ

પ્રથમ વનડે: 23 માર્ચ: પુણે

બીજી વનડે: 26 માર્ચ: પુણે

ત્રીજી વનડે: 28 માર્ચ: પુણે

આ પણ વાંચો: કહેવામાં આવે છે કે દાને દાને પે લીખા હૈ ખાને વાલા કા નામ, ખોરાકનો ક્યારે પણ ના કરવો જોઈએ અનાદર

Next Article