IPL 2022:જાણો કઈ ફ્રેન્ચાઈઝી સૌથી વધુ રકમ સાથે મેગા ઓક્શનમાં ઉતરશે, આ ટીમ પાસે સૌથી ઓછી રકમ

|

Jan 22, 2022 | 1:49 PM

જૂની આઠ ટીમોમાંથી, મુંબઈ ઈન્ડિયન્સ (Mumbai Indians), ચેન્નાઈ સુપર કિંગ્સ, કોલકાતા નાઈટ રાઈડર્સ અને દિલ્હી કેપિટલ્સે દરેકમાં મહત્તમ ચાર ખેલાડીઓને રીટેન કર્યા છે.

IPL 2022:જાણો કઈ ફ્રેન્ચાઈઝી સૌથી વધુ રકમ સાથે મેગા ઓક્શનમાં ઉતરશે, આ ટીમ પાસે સૌથી ઓછી રકમ
IPl auction 2022 (File photo)

Follow us on

IPL 2022: તમામ 10 ટીમોએ IPL 2022 માટે તેમના ખેલાડીઓની પસંદગી કરી લીધી છે. શુક્રવારે, બે નવી ટીમો લખનૌ અને અમદાવાદે પણ ડ્રાફ્ટમાંથી ત્રણ-ત્રણ ખેલાડીઓની પસંદગી કરી હતી. હવે તમામ ટીમોએ રિટેન કરાયેલા ખેલાડી (Player)ઓની યાદી જાહેર કરી છે. ટીમો તેમના પર્સમાંથી તેમની પોતાની મરજી મુજબ નાણાં ખર્ચે છે. આ વખતે તમામ ટીમોને પર્સમાં 90 કરોડ રૂપિયા આપવામાં આવ્યા છે. ગત વખતે આ રકમ 85 કરોડ રૂપિયા હતી. જ્યારે ઘણી ટીમોએ કેટલાક ચોંકાવનારા નિર્ણયો લીધા, તો કેટલીક ટીમોએ તેમના ચાહકોનું ધ્યાન રાખ્યું છે.

ફ્રેન્ચાઈઝી પાસે કુલ 90 કરોડ રૂપિયા હતા

દરેક ફ્રેન્ચાઈઝીના ખેલાડીઓને રિટેન કરવા પર આ 90 કરોડમાંથી નિશ્ચિત રકમ કાપવામાં આવી છે. એક ફ્રેન્ચાઈઝી (Franchise)ના ચાર ખેલાડીઓને જાળવી રાખવા માટે તેમના પર્સમાંથી કુલ 42 કરોડ રૂપિયા કાપવામાં આવ્યા હતા. ત્રણ ખેલાડીઓને જાળવી રાખવા માટે 33 કરોડ રૂપિયા, બે ખેલાડીઓને જાળવી રાખવા માટે 24 કરોડ રૂપિયા અને એક ખેલાડીને જાળવી રાખવા માટે ફ્રેન્ચાઇઝીના પર્સમાંથી 14 કરોડ રૂપિયા સુધીની રકમ કાપવામાં આવી છે.

ચાર ટીમોએ દરેક ચાર ખેલાડીઓને જાળવી રાખ્યા હતા

જૂની આઠ ટીમોમાંથી, મુંબઈ ઈન્ડિયન્સ, ચેન્નાઈ સુપર કિંગ્સ, કોલકાતા નાઈટ રાઈડર્સ અને દિલ્હી કેપિટલ્સે દરેકમાં મહત્તમ ચાર ખેલાડીઓને જાળવી રાખ્યા છે. સનરાઇઝર્સ હૈદરાબાદ, રાજસ્થાન રોયલ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે ત્રણ-ત્રણ ખેલાડીઓને રિટેન કર્યા છે. પંજાબ કિંગ્સે ઓછામાં ઓછા બે ખેલાડીઓને જાળવી રાખ્યા છે. અમદાવાદ અને લખનૌને હરાજી પૂલમાંથી ત્રણ-ત્રણ ખેલાડીઓ લેવાના હતા અને તેઓએ તે જ કર્યું. હવે મેગા ઓક્શન બેંગલુરુમાં 12 અને 13 ફેબ્રુઆરીએ થશે.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

મેગા ઓક્શન શું છે

છેલ્લી મેગા હરાજી 2018 માં થઈ હતી, કારણ કે ચેન્નાઈ સુપર કિંગ્સ અને રાજસ્થાન રોયલ્સ બે વર્ષના પ્રતિબંધ પછી લીગમાં પાછા ફર્યા હતા. આ મેગા ઓક્શનમાં 182 સ્લોટ માટે 13 દેશોના 578 ખેલાડીઓને શોર્ટલિસ્ટ કરવા માટે આઠ ટીમોએ બોલી લગાવી હતી. હવે બે નવી ટીમો ઉમેરાયા બાદ આ વર્ષે મેગા ઓક્શન થશે.

મેગા ઓક્શનમાં અગાઉની ફ્રેન્ચાઈઝીઓને વધુમાં વધુ પાંચ ખેલાડીઓ રાખવાની છૂટ હતી, જે આ વખતે ઘટાડીને ચાર કરવામાં આવી છે. અન્ય તમામ ખેલાડીઓ હરાજીમાં સામેલ છે. આને હરાજીમાં કોઈપણ ફ્રેન્ચાઈઝી ખરીદી શકે છે. નવી ટીમો બનાવવામાં આવે છે.
ફ્રેન્ચાઈઝી શરૂઆતના રાઉન્ડમાં પ્રથમ ત્રણ ખેલાડીઓને જાળવી શકતી હતી અને રાઈટ ટુ મેચ કાર્ડ સાથે હરાજી દરમિયાન બે ખેલાડીઓને ઉમેરી શકતી હતી, પરંતુ આ વખતે ચાર ખેલાડીઓને અગાઉથી જાળવી રાખવા માટે કહેવામાં આવ્યું હતું.
હવેથી, ફ્રેન્ચાઇઝી દ્વારા જાળવી રાખવામાં આવેલા ચાર ખેલાડીઓમાંથી વધુમાં વધુ બે વિદેશી ખેલાડીઓ હોઈ શકે છે. બે નવી ટીમોને ત્રણમાંથી માત્ર એક વિદેશી ખેલાડીની પસંદગી કરવાની છૂટ હતી.

પંજાબે સૌથી ઓછા ખેલાડીઓ જાળવી રાખ્યા છે

પંજાબે સૌથી ઓછા ખેલાડીઓ જાળવી રાખ્યા અને 18 કરોડ રૂપિયા ખર્ચ્યા. મતલબ કે મેગા ઓક્શન માટે તેમની પાસે સૌથી વધુ પૈસા બચ્યા છે. હરાજીમાં પંજાબની ટીમ 72 કરોડ રૂપિયા લઈને આવશે. આ ફ્રેન્ચાઇઝી બાકીની ટીમો માટે ઘણી સમસ્યાઓ ઊભી કરશે. તે જ સમયે હૈદરાબાદે ત્રણ ખેલાડીઓને જાળવી રાખ્યા અને 22 કરોડ રૂપિયા ખર્ચ્યા. હરાજી માટે તેમના પર્સમાં 68 કરોડ રૂપિયા છે.

રાજસ્થાને ત્રણ ખેલાડીઓને રિટેન કર્યા

રાજસ્થાને પણ ત્રણ ખેલાડીઓને રિટેન કર્યા અને 28 કરોડ રૂપિયા ખર્ચ્યા. તેના પર્સમાં 62 કરોડ રૂપિયા બાકી છે. બેંગ્લોરે પણ ત્રણ ખેલાડીઓને જાળવી રાખ્યા અને 33 કરોડ રૂપિયા ખર્ચ્યા. હરાજીમાં તેની પાસે 57 કરોડ રૂપિયા હશે. બેંગ્લોરની ટીમે વિરાટ કોહલી અને ગ્લેન મેક્સવેલ જેવા ખેલાડીઓને ફરીથી સામેલ કર્યા છે. કોહલી આ વખતે આરસીબીનો કેપ્ટન નહીં હોય.

દિલ્હીએ સૌથી વધુ ખર્ચ કર્યો

ચેન્નાઈ, કોલકાતા અને મુંબઈએ ચાર-ચાર ખેલાડીઓને જાળવી રાખ્યા અને સૌથી વધુ રૂ. 42 કરોડ ખર્ચ્યા. હરાજીમાં તેમની પાસે 48 કરોડ રૂપિયા હશે અને તેમણે તેને સમજદારીપૂર્વક ખર્ચ કરવો પડશે. દિલ્હીએ તેના ખેલાડીઓને જાળવી રાખવા માટે સૌથી વધુ પૈસા ખર્ચ્યા. તેઓએ 42.5 કરોડ રૂપિયા ખર્ચ્યા અને સૌથી ઓછા રૂપિયા 47.5 કરોડ સાથે આ ફ્રેન્ચાઈઝી હરાજીમાં પ્રવેશ કરશે.

બે નવી ટીમોએ આટલા પૈસા ખર્ચ્યા

અમદાવાદે ત્રણ ખેલાડીઓ પર કુલ રૂ. 38 કરોડનો ખર્ચ કર્યો અને હવે તેમના પર્સમાં રૂ. 52 કરોડ બાકી છે. તે જ સમયે, લખનૌએ ત્રણ ખેલાડીઓ પર કુલ 30.2 કરોડ રૂપિયા ખર્ચ્યા. તેના પર્સમાં હવે 59.8 કરોડ રૂપિયા બાકી છે. એટલે કે અમદાવાદ રૂ. 52 કરોડ અને લખનૌ રૂ. 59.8 કરોડ સાથે મેગા ઓક્શનમાં ઉતરશે.

બંને નવી ટીમોની જાહેરાત 25 ઓક્ટોબરે કરવામાં આવી

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ ગયા વર્ષે 25 ઓક્ટોબરે IPL માટે બે નવી ટીમોની જાહેરાત કરી હતી. લખનૌને RPSG વેન્ચર્સ લિમિટેડ (ગોએન્કા ગ્રુપ) દ્વારા રૂ. 7090 કરોડમાં અને અમદાવાદને CVC વેન્ચર્સે રૂ. 5625 કરોડમાં ખરીદ્યું હતું.

Next Article