AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tokyo Olympics: જીત બાદ PV સિંધુને થાર ગિફ્ટ કરવાની કરી માગ, ટ્વિટર યુઝરને આનંદ મહિન્દ્રાએ આપ્યો જોરદાર જવાબ

પીવી સિંધુના પદક જીત્યા બાદ દરેક જગ્યાએથી શુભકામનાઓ મળી રહી છે. આ વચ્ચે મહિન્દ્રા ગ્રુપના ચેયરમેન આનંદ મહિન્દ્રા (Anand Mahindra) એ તેમને શુભેચ્છા આપી. તેમણે ટ્વીટ કરતા લખ્યુ જો માનસિક શક્તિનું કોઇ ઓલિમ્પિક હોય તો તેમાં સિંધુ ટૉપ પર આવતા.

Tokyo Olympics: જીત બાદ PV સિંધુને થાર ગિફ્ટ કરવાની કરી માગ, ટ્વિટર યુઝરને આનંદ મહિન્દ્રાએ આપ્યો જોરદાર જવાબ
Anand Mahindra (File Photo)
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 03, 2021 | 1:28 PM
Share

ભારતના દિગ્ગજ બેડમિન્ટન ખેલાડી પીવી સિંધુ (PV Sindhu) એ ટોક્યો ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ જીતીને ઇતિહાસ રચી દીધો છે. પીવી સિંધુ ઓલિમ્પિકમાં સતત બે મેડલ જીતનારા પહેલા મહિલા ખેલાડી છે. પીવી સિંધુએ આ પહેલા રિયો ઓલિમ્પિકમાં સિલ્વર મેડલ જીત્યો હતો. પીવી સિંધુ ઓલિમ્પિકના વ્યક્તિગત ઇવેન્ટમાં બે પદક જીતનારા પહેલા ભારતીય મહિલા ખેલાડી બન્યા છે.

પીવી સિંધુના પદક જીત્યા બાદ દરેક જગ્યાએથી શુભકામનાઓ મળી રહી છે. આ વચ્ચે મહિન્દ્રા ગ્રુપના ચેયરમેન આનંદ મહિન્દ્રા (Anand Mahindra) એ તેમને શુભેચ્છા આપી. તેમણે ટ્વીટ કરતા લખ્યુ જો માનસિક શક્તિનું કોઇ ઓલિમ્પિક હોય તો તેમાં સિંધુ ટૉપ પર આવતા. વિચારો, મનોબળ તોડી નાખે તેવી હાર બાદ કેટલી પ્રતિબધ્ધાથી ગેમ રમી અને જીત મેળવી

આનંદ મહિન્દ્રાએ આપ્યો જોરદાર જવાબ

આનંદ મહિન્દ્રા (Anand Mahindra) ના આ ટ્વીટ બાદ સોશિયલ મીડિયા પર યુઝર્સ સિંધુ (PV Sindhu) માટે થારની માગ કરી રહ્યા છે. તેના પર આનંદ મહિન્દ્રાએ એક જોરદાર અંદાજમાં લખ્યુ તેમના (સિંધુ) ગેરાજમાં પહેલાથી એક થાર છે.

પીવી સિંધુએ ટોક્યો ઓલિમ્પિકમાં ઇતિહાસ રચી દીધો છે તેમણે બ્રોન્ઝ મેડલ જીતી લીધો છે. સિંધુએ ચીનના બિંગજિયાઓને સીધી ગેમ 21-13, 21-15 થી હરાવી કાંસ્ય પદક પર કબ્જો કર્યો છે. પીવી સિંધુ ઓલિમ્પિકના વ્યક્તિગત ઇવેન્ટમાં બે પદક જીતનારા ભારતીય મહિલા ખેલાડી બન્યા છે. પુરુષોમાં પહેલવાન સુશીલ કુમારે (કાંસ્ય-બીજિંગ 2008, રજત-લંડન 2012) આ સફળતા મેળવી હતી.

આ પણ વાંચોTokyo Olympics : સેમિફાઇનલમાં ભારતીય પુરુષ હૉકી ટીમ બેલ્જિયમ સામે હારી, હવે કાંસ્ય પદકની આશા

આ પણ વાંચો:  શાહરૂખ ખાને ફિલ્મી કોચ કબીર ખાન બનીને કરી ટ્વીટ, ઇન્ડિયન હોકી ટીમના Real કોચે આપ્યો જબરદસ્ત જવાબ

સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
g clip-path="url(#clip0_868_265)">