Exclusive: જ્યારે સચિનના એ બેટ પર દિલ આવી ગયુ, જાણો રહાણેના જીવનનો ખાસ કિસ્સો

|

Dec 30, 2020 | 10:51 AM

અજીંક્ય રહાણે (Ajinkya Rahane) જ્યારે 16-17 વર્ષની વયનો હતો અને અંડર-16 (Under-16) ક્રિકેટ રમી ચુક્યો હતો. જોકે તે પોતાની બેટીંગ ટેકનીક પર રમવા ચાહતો હતો. એક દિવસની વાત છે, મુંબઇમાં જ રહેતા કોચ વિધ્યાધર પરાડ઼કર (Vidyadhar Paradkar) ના ઘરે તે પહોંચ્યો હતો. જ્યાં તેણે એક બેટ જોયુ હતુ અને તેને હાથમાં લઇ શકવા અંગે પુછ્યુ […]

Exclusive: જ્યારે સચિનના એ બેટ પર દિલ આવી ગયુ, જાણો રહાણેના જીવનનો ખાસ કિસ્સો

Follow us on

અજીંક્ય રહાણે (Ajinkya Rahane) જ્યારે 16-17 વર્ષની વયનો હતો અને અંડર-16 (Under-16) ક્રિકેટ રમી ચુક્યો હતો. જોકે તે પોતાની બેટીંગ ટેકનીક પર રમવા ચાહતો હતો. એક દિવસની વાત છે, મુંબઇમાં જ રહેતા કોચ વિધ્યાધર પરાડ઼કર (Vidyadhar Paradkar) ના ઘરે તે પહોંચ્યો હતો. જ્યાં તેણે એક બેટ જોયુ હતુ અને તેને હાથમાં લઇ શકવા અંગે પુછ્યુ હતુ.

કોચે તેને હા પાડતા જ રહાણે બેટને હાથમાં લઇને સ્ટાંસ લીધો અને શેડો પ્રેકટીસ (Shadow Practice) કરવા લાગ્યો હતો. રહાણેના ઉત્સાહને જોઇને કોચે તેને પુછ્યુ કે તને આ બેટ પસંદ છે. જવાબમાં રહાણેએ હા કહેતા, પરાડ઼કર જે બેટને કોઇને અડવા શુધ્ધાં નહોતા દેતા તે બેટ રહાણેને આપી દીધુ હતુ.

આ બેટ કોઇ સામાન્ય બેટ પણ નહોતુ. કારણ કે આ બેટ પર ક્રિકેટના ભગવાન માસ્ટ બ્લાસ્ટર સચિન તેંદુલકર (Sachin Tendulkar) નો ઓટોગ્રાફ હતો. આ જ બેટ થી રહાણેએ લાંબો સમય ઘરેલુ ક્રિકેટમાં ધૂમ મચાવતો રહ્યો હતો.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

પ્રથમ શ્રેણીની ક્રિકેટમાં 35 શતક લગાવી ચુકેલો રહાણે તે સમયે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ચર્ચાનો વિષય બન્યો હતો. મોટી વાત પણ એ છે કે, રહાણે હવે જ્યારે એકેડમીમાં જાય છે ત્યારે જરુરીયાતમંદ બાળકોને ક્રિકેટની કિટ જરુર ભેટ કરતો આવે છે. આ વાતને રહાણેના કોચે મેલબોર્ન ટેસ્ટમાં જીત મેળવ્યા બાદ TV9 સાથે કહી હતી.

અજીંક્ય રહાણે ક્યારેય મેદાન પર આક્રમક થતો જોવા મળ્યો નથી. ચાહે કોઇ પણ ફોર્મેટ હોય, પછી ભલે રોમાંચથી ભરચક T20 લીગ IPL જ કેમ ના હોય. જ્યા દબાણ જ એટલુ હોય છે કે, અનેક વાર ખેલાડી મેદાન પર નિયંત્રણ ગુમાવી દેતા જોવા મળતા હોય છે.

જ્યાં પણ રહાણે એક નાનકડી મુશ્કાન સાથે જ મેદાન પર ઉતરતો જોવા મળતો હોય છે. ચાહે તે સફળ હોય કે નિરાશ તેના ભાવમાં ગુસ્સો નથી જોવા મળતો. કોચ રહેલા વિધ્યાધર પરાડ઼કર કહે છે કે, તેની સૌથી ખાસ વાત તેનો શાંત સ્વભાવ અને અનુશાસિત વ્યવહાર.

કોચ કહે છે, “આજ સુધી મેં ઘણા બધા ખેલાડીઓને કોચીંગ આપ્યુ છે, પરંતુ રહાણે જેવા શિસ્તબદ્ધ ખેલાડી ને જોયો નથી. જો તે નિષ્ફળ જાય તો, તે ડ્રીલ કરે છે. પ્રેકટીશ કરે છે. વધારે તણાવ લેવાની જગ્યાએ, તૈયારી પર જોર લગાવે છે. આ જ વાત રહાણેને અલગ બનાવે છે. ”

કંઇક આવી જ વાત મેલબોર્ન ટેસ્ટમાં જીત બાદ ટીમ ઇન્ડીયાના કોચ રવિ શાસ્ત્રીએ પણ કહી હતી. તેમણે પણ કહ્યુ હતુ કે, રહાણેએ જે દિવસે બેટીંગ કરી હતી, તે બેટીંગ માટે સૌથી મુશ્કેલ દિવસ હતો. તે દિવસે પરિસ્થિતી કઠીન હતી. પરંતુ રહાણેનુ ધૈર્ય કમાલનુ હતુ.

2011માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં દસ્તક દેવા વાળા અજીંક્ય રહાણેના નામે કંઇક ખાસ ઉપલબ્ધીઓ છે. કેપ્ટન ના રુપે તે 100 ટકા જીત અપાવવા ના રેકોર્ડ પર કાયમ છે. રહાણેની સદીની રમતોની વાત કરવામાં આવે તો એ પણ દિલચસ્પ છે.

Published On - 7:20 am, Wed, 30 December 20

Next Article