England Tour: વિદેશી પીચો પર વિરાટ કોહલીનો દબદબો ફીકો પડી જાય છે! જાણો કેવો છે તેનો ટેસ્ટ રેકોર્ડ

|

May 22, 2021 | 11:19 PM

ન્યુઝીલેન્ડ સામે ફાઈનલ મેચ રમ્યા બાદ ટીમ ઈન્ડીયા ઈંગ્લેંડ સામે પાંચ ટેસ્ટ મેચોની શ્રેણી રમશે. જે 4 ઓગષ્ટથી 14 સપ્ટેમ્બર સુધી રમાનાર છે.

England Tour: વિદેશી પીચો પર વિરાટ કોહલીનો દબદબો ફીકો પડી જાય છે! જાણો કેવો છે તેનો ટેસ્ટ રેકોર્ડ
Virat Kohli

Follow us on

ભારતીય ટીમ (Team India) હવે વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઈનલ (World Test Championship Final) મેચ માટે 2 જૂને ઈંગ્લેંડ માટે રવાના થશે. જ્યાં ન્યુઝીલેન્ડ સામે ફાઈનલ મેચ રમ્યા બાદ ટીમ ઈન્ડીયા ઈંગ્લેંડ સામે પાંચ ટેસ્ટ મેચોની શ્રેણી રમશે. જે 4 ઓગષ્ટથી 14 સપ્ટેમ્બર સુધી રમાનાર છે.

 

 

Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ

વિરાટ કોહલી (Virat Kohli)ના ફેન્સ વિદેશી ધરતી પર રમાનારી ટેસ્ટ સિરીઝને લઈને પરેશાન છે તો વળી ફેન્સના પસંદગીના બેટ્સમેનનો રેકોર્ડ આમ પણ ઈંગ્લેંડમાં સારો રહ્યો નથી. વિદેશમાં વિરાટ કોહલીના રમવાને લઇને સૌ કોઈની નજર પણ રહેશે.

 

 

વિરાટ કોહલી ભલે લાંબા સમય સુધી નંબર વન બેટ્સમેન રહ્યો અને હાલ પણ ટોપ ફાઈવમાં સમાયેલો હોય. પરંતુ ઈંગ્લેંડમાં તેનો રેકોર્ડ પણ ખાસ રહ્યો નથી. ઈંગ્લેંડમાં વિરાટ કોહલીની બેટીંગ સરેરાશ જોવા જઈએ તો તે 36.35 ધરાવે છે તો વળી તેના ખાતામાં એક હજાર રન પણ જમા થઈ શક્યા નથી. કોહલી ઈંગ્લેંડ જ નહીં પરંતુ વિદેશની ધરતી પર નબળો રેકોર્ડ ધરાવે છે.

 

 

વિરાટ કોહલીએ 91 ટેસ્ટ મેચ અત્યાર સુધીમાં રમ્યો છે. જેમાં તેણે 7,490 રન બનાવ્યા છે. જેમાં 27 ટેસ્ટ શતક સામેલ છે. વિરાટની સરેરાશ ટેસ્ટ ક્રિકેટમાં 52.37ની રહી છે. વિરાટ કોહલી ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં 50થી વધુની બેટીંગ સરેરાશ ધરાવે છે. જે તેના દબદબાનું કારણ છે. પરંતુ વિદેશી પીચ પરના આંકડા કંઈક જુદા જ જોવા મળી રહ્યા છે.

 

 

વિદેશી પીચ પર કોહલીએ 48 ટેસ્ટ મેચ રમી છે. જેમાં તેણે 3,760 રન બનાવ્યા છે. જેમાં 14 શતક છે. તેની બેટીંગ સરેરાશ વિદેશમાં 52.37થી ઘટીને 44.23 ધરાવે છે. જેમાં વિરાટ કોહલીના કરિયર દરમ્યાન 15 મેચ ભારતે વિદેશમાં જીતી છે, તેમાં તેની સરેરાશ ખૂબ જ નીચી છે. ભારતે જીતેલી 15 ટેસ્ટ મેચ દરમ્યાન કોહલીએ 3 શતક સાથે 1,089 રન કર્યા છે. જોકે તેની બેટીંગ સરેરાશ ઘટીને 41.88ની છે.

 

વિરાટ કોહલીનુ ટેસ્ટ ક્રિકેટ પ્રદર્શન

 

વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશીપ ટુર્નામેન્ટ દરમ્યાન વિરાટ કોહલીના પ્રદર્શનને જોવામાં આવે તો તેની બેટીંગ સરેરાશ માત્ર 25.20 જ છે. વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશીપ ટુર્નામેન્ટ હેઠળ વિરાટ કોહલી પાંચ ટેસ્ટ મેચ વિદેશી પીચ પર રમ્યો છે. આમ વિદેશમાં ટુર્નામેન્ટ દરમ્યાન જીતનો શ્રેય વિરાટ કોહલી નહીં પણ અન્ય બેટ્સમેનો ધરાવે છે.

 

 

ટેસ્ટ ચેમ્પ્યિનશીપ ટુર્નામેન્ટની મેચ દરમ્યાન કોહલીની કેપ્ટનશીપમાં ભારતે 2 મેચમાં જીત મેળવી છે. તે બંને મેચ વેસ્ટ ઈન્ડીઝમાં રમાઈ હતી. જેની પ્રથમ મેચની જીતનો હીરો અજીંક્ય રહાણે રહ્યો હતો. જેણે તે મેચમાં શતક લગાવ્યુ હતુ.

 

 

બીજી મેચનો હીરો હનુમા વિહારી રહ્યો હતો, તેણે પ્રથમ ઈનીંગમાં શતક અને બીજી ઈનીંગમાં અર્ધ શતક લગાવ્યુ હતુ. કોહલીની ગેરહાજરીમાં બે ટેસ્ટ મેચ ભારતે ઓસ્ટ્રેલીયા સામે જીતી હતી તેનો હિરો ઋષભ પંત રહ્યો હતો. જ્યારે મેલબોર્ન ટેસ્ટ રહાણેએ જીતાડી હતી.

 

આ પણ વાંચો: Sushil Kumar: ઓલમ્પિક મેડલ વિજેતા રેસલર સુશિલ કુમારની ધરપકડ, હત્યાના મામલામાં શોધી રહી હતી પોલીસ

Next Article