IND vs ENG: ઇંગ્લેન્ડના કોચ ક્રિસ સિલ્વરવુડે કહ્યું ભારતને હરાવવું મુશ્કેલ બનશે

|

Jan 27, 2021 | 7:23 AM

IND vs ENG: ઇંગ્લેન્ડના કોચ ક્રિસ સિલ્વરવુડે મંગળવારે કહ્યું છે કે ઓસ્ટ્રેલીયા શ્રેણીમાં મળેલી જીતે એ દેખાડી દીધું છે કે ભારતને હરાવવું મુશ્કેલ બનશે અને આગામી ટેસ્ટ શ્રેણીમાં આવું કરવા માટે ઓસ્ટ્રેલીયાએ સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરવું પડશે.

IND vs ENG: ઇંગ્લેન્ડના કોચ ક્રિસ સિલ્વરવુડે કહ્યું ભારતને હરાવવું મુશ્કેલ બનશે
Chris Silverwood

Follow us on

IND vs ENG: ઇંગ્લેન્ડના કોચ ક્રિસ સિલ્વરવુડે મંગળવારે કહ્યું છે કે ઓસ્ટ્રેલીયા શ્રેણીમાં મળેલી જીતે એ દેખાડી દીધું છે કે ભારતને હરાવવું મુશ્કેલ બનશે અને આગામી ટેસ્ટ શ્રેણીમાં આવું કરવા માટે ઓસ્ટ્રેલીયાએ સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરવું પડશે. ફીટનેસ સમસ્યાના લીધે પોતાના મુખ્ય ખેલાડીઓ વિના ભારતે ઓસ્ટ્રેલીયાને 2-1 થી હરાવ્યું હતું. એડીલેડમાં 36 રન પર આઉટ થયા બાદ ભારતે શ્રેણીમાં શાનદાર વાપસી કરી હતી.

સિલ્વરવુડે વર્ચ્યુલ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે ઓસ્ટ્રેલીયા વિરુદ્ધ ટેસ્ટ શ્રેણીમાં માલુમ પડી ગયું હતું કે ભારતને હરાવવું આસન નહી હોય. અમારી માટે આ મોટો પડકાર છે. ઇંગ્લેન્ડ ભારતવિરુદ્ધ પાંચ ફેબ્રુઆરીથી શરુ થઈ રહેલી સીરીઝ માં ચાર ટેસ્ટ અને પાંચ ટી-20 અને ત્રણ વન ડે મેચ રમશે. કોચે કહ્યું કે. મને લાગે છે કે અમે ભારતને હરાવી શકીશું પરંતુ મુકાબલો ખુબ જ નજીકનો હશે. અમને ખબર છે કે ભારતીય ટીમ શાનદાર છે. ખાસ કરીને હોમ ગ્રાઉન્ડ પર તેમણે હરાવવી મુશ્કેલ છે. આ ખુબ જ રોમાંચક મુકાલબો હશે. અમે સારા ફોર્મમાં છીએ.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

ઉલ્લેખનીય છે કે, આ દરમ્યાન ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 5 ફેબ્રુઆરીથી શરુ થનારી ચાર મેચની સીરીઝ માટે ટીમ ઇન્ડિયાની તમામ ખેલાડી 27 જાન્યુઆરીએ ચેન્નાઈ પહોંચશે. તમામ ખેલાડીઓએ એક અઠવાડિયા માટે કોરોનટાઈન પીરીયડ પુરો કરવા પડશે. ભારતીય ટીમ હાલ ઓસ્ટ્રેલીયામાં ચાર મેચોની ટેસ્ટ સીરીઝમાં 2-1 થી હરાવીને સ્વદેશ પરત ફરી છે. આ દરમ્યાન ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડએ આદેશ કર્યો છે કે ચેન્નાઈ હોટલમાં એન્ટ્રી લેતા પૂર્વે ભારતના તમામ ખેલાડીઓનો કોરોના ટેસ્ટથી પસાર થવું પડશે અને રીપોર્ટ નેગેટીવ આવ્યા બાદ તેમને અંદર જવાની પરમિશન આપવામાં આવશે.

Next Article