ENG vs PAK: ઇંગ્લેન્ડની ટીમ પાકિસ્તાનને આપી શકે છે ઝટકો, 2021ના પ્રવાસને ટાળવાના સંકેત

|

Nov 17, 2020 | 6:47 PM

ઇંગ્લેન્ડ ક્રિકેટ ટીમ આગામી વર્ષના શરુઆતના સમયગાળા દરમ્યાન ટી-20 સીરીઝ માટે પાકિસ્તાન નો પ્રવાસ ખેડનારી હતી. પરંતુ હવે ઇંગ્લેંડની ટીમનો પાકિસ્તાન પ્રવાસ કેટલાંક કારણોને લઇને ઓક્ટોબર 2021 સુધી સ્થગિત થવાનું નક્કિ થઇ ચુક્યુ છે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ માટે આ મોકુફી ચિંતાજનક બાબત બની ગઇ છે. મિડીયા રિપોર્ટનુસાર આગામી વર્ષના જાન્યુઆરી-ફેબ્રુઆરી સમયમાં ઇંગ્લેંડ ક્રિકેટ ટીમ પાકિસ્તાનનો […]

ENG vs PAK: ઇંગ્લેન્ડની ટીમ પાકિસ્તાનને આપી શકે છે ઝટકો, 2021ના પ્રવાસને ટાળવાના સંકેત

Follow us on

ઇંગ્લેન્ડ ક્રિકેટ ટીમ આગામી વર્ષના શરુઆતના સમયગાળા દરમ્યાન ટી-20 સીરીઝ માટે પાકિસ્તાન નો પ્રવાસ ખેડનારી હતી. પરંતુ હવે ઇંગ્લેંડની ટીમનો પાકિસ્તાન પ્રવાસ કેટલાંક કારણોને લઇને ઓક્ટોબર 2021 સુધી સ્થગિત થવાનું નક્કિ થઇ ચુક્યુ છે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ માટે આ મોકુફી ચિંતાજનક બાબત બની ગઇ છે.

મિડીયા રિપોર્ટનુસાર આગામી વર્ષના જાન્યુઆરી-ફેબ્રુઆરી સમયમાં ઇંગ્લેંડ ક્રિકેટ ટીમ પાકિસ્તાનનો પ્રવાસ કરનાર હતી. પરંતુ હવે આ પ્રવાસને આગામી વર્ષ 2021ના ઓક્ટોબર માસ સુધી અટકાવી દેવામાં આવ્યો છે. જેના પછી ભારતમાં ટી-20 વિશ્વકપ રમાનાર છે. જોકે આ પ્રવાસને લઇને હાલમાં કોઇ પણ પ્રકારની અધિકારીક પુષ્ટી કરવામાં આવી નથી.

TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ

સુત્ર દ્રારા કહેવામાં આવી રહ્યુ છે કે, આગામી વર્ષની શરુઆતમાં જ ટીમ ઇગ્લેંડે શ્રીલંકા અને ભારતમાં ક્રિકેટ સિરીઝ રમવાની છે. આ ઉપરાંત ટી-20 ના નિષ્ણાંત ખેલાડીઓ બિગ બૈશ લીગમાં વ્યસ્ત હશે. આ સાથે જ ખર્ચને લઇને પણ કેટલીક બાબતો પણ છે. આમ એકંદરે પરીબળો પાકિસ્તાન પ્રવાસને માટે અવરોધક હોવાને લઇને આ સ્થિતી સર્જાઇ છે. જે પાકિસ્તાન માટે હવે વિશ્વ વિજેતા ટીમને આવકારવા માટે વધુ રાહ જોવા સ્વરુપ સ્થિતી છે.

સુત્રોએ એમ પણ કહ્યુ છે કે, જે લગભગ ત્રણ મેચોની સિરીઝ થનારી હતી. તેમજ આ ત્રણેય મેચ કરાંચીમાં જ છે. ઇંગ્લેંડની ટીમને ચાર્ટર વિમાનથી લાવવા અને દુબઇમાં ટ્રેનીંગ કેંપ યોજવો પણ ઇંગ્લેંડ બોર્ડ માટે ખુબ ખર્ચાળ સાબિત થઇ શકે છે. આમ આ રીતે પણ ટીમ માટે પ્રવાસને લઇને અનેક મુદ્દે અવરોધકતા ઉભી થઇ રહી છે. જે હવે પાકિસ્તાનના ક્રિકેટ બોર્ડના સિરીઝના ઉત્સાહને ભાંગી શકે છે.

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

 


    
	
		
Next Article