
ઈશાન કિશનની આગેવાની હેઠળના ઈસ્ટ ઝોને દુલીપ ટ્રોફી 2026 ની પહેલી સેમિફાઈનલમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન સેન્ટ્રલ ઝોનને માત્ર ત્રણ દિવસમાં ચાર વિકેટથી હરાવીને ફાઇનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કર્યું હતું. પ્રથમ ઇનિંગમાં બંને ટીમો 266 રન પર બરાબરી પર હતી, પરંતુ બીજી ઇનિંગમાં ઈસ્ટ ઝોનના બોલરો અને બેટ્સમેનોના મજબૂત પ્રદર્શનથી મેચ એકતરફી બની ગઈ.
આ મેચમાં સેન્ટ્રલ ઝોને પ્રથમ બેટિંગ કરીને પોતાની પહેલી ઇનિંગમાં 266 રન બનાવ્યા હતા. તેના જવાબમાં, યુવા સેન્સેશન વૈભવ સૂર્યવંશીએ માત્ર 81 બોલમાં 92 રન ફટકાર્યા હતા, જેનાથી ઈસ્ટ ઝોને સેન્ટ્રલ ઝોનના 266 રનની બરાબરી કરી હતી. તેની ઇનિંગમાં સાત ચોગ્ગા અને સાત છગ્ગા સામેલ હતા. અભિમન્યુ ઈશ્વરને પણ 69 રનની મહત્વપૂર્ણ ઇનિંગ રમી હતી. અન્ય કોઈ બેટ્સમેન 30 રન સુધી પહોંચી શક્યો ન હતો.
!
A statement win over defending champions Central Zone, sends East Zone into the Duleep Trophy summit clash! pic.twitter.com/lNed1OiRyt— CricTracker (@Cricketracker) September 1, 2026
ત્યારબાદ, બીજી ઇનિંગમાં, મોહમ્મદ શમી અને મુકેશ કુમારની જોડીએ ભારે તબાહી મચાવી, સેન્ટ્રલ ઝોનને ફક્ત 158 રનમાં ઓલઆઉટ કરી દીધું. મુકેશ કુમારે બીજી ઇનિંગમાં 12 ઓવરમાં 44 રન આપીને 4 વિકેટ લીધી, જેનાથી મેચમાં તેને કુલ 7 વિકેટ મળી. મોહમ્મદ શમીએ બીજી ઇનિંગમાં પણ 3 વિકેટ લીધી, જેણે પહેલી ઇનિંગમાં પણ 2 વિકેટ લીધી હતી. આનો અર્થ એ થયો કે બંને ઝડપી બોલરોએ મેચમાં કુલ 12 વિકેટ લીધી.
જીત માટે 159 રનનો લક્ષ્યાંક મુકતા, ઈસ્ટ ઝોને વૈભવ સૂર્યવંશી અને અભિમન્યુ ઈશ્વરને 61 રનની ઓપનિંગ ભાગીદારીની મદદથી શાનદાર શરૂઆત કરી. વૈભવે 43 બોલમાં 3 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી 40 રનની મહત્વપૂર્ણ ઇનિંગ રમી. જોકે, વૈભવના આઉટ થયા પછી, ટીમ પછડાટ ખાઈ ગઈ, અને સતત 5 વિકેટ ગુમાવી દીધી. ત્યારબાદ કેપ્ટન ઈશાન કિશને બાજી સંભાળી, એક છેડો પકડી રાખ્યો અને ટીમને 4 વિકેટથી યાદગાર જીત અપાવી ફાઇનલમાં સ્થાન મેળવ્યું. કિશન 43 રન બનાવીને અણનમ રહ્યો.
Published On - 5:33 pm, Tue, 1 September 26