Gujarati NewsSportsDue to this five mistakes india team lost cricket series new zealand won series
જાણો આ પાંચ ભૂલ વિશે જેના લીધે ભારતીય ક્રિકેટ ટીમ ઈતિહાસ બનાવતા ચૂકી ગઈ, ન્યૂઝીલેન્ડે કર્યો ટી-20 શ્રેણી પર 2-1થી કબજો
ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની ટી-20 શ્રેણીમાં ભારતની ટીમને હારનો સામનો કરવો પડ્યો છે. આ શ્રેણીમાં ભારતની ટીમને માત આપીને ન્યૂઝીલેન્ડ 2-1થી આ શ્રેણીને પોતાના નામે કરી લીધી હતી. ભારતીય ટીમના ગેંદબાજો ન્યૂઝીલેન્ડની ટીમને શરુઆતમાં જ ઝટકો આપીને જે વિકેટ ઝડપવી જોઈએ તે ઝડપી શક્યાં નહીં. ભારતીય ગેંદબાજોએ ન્યૂઝીલેન્ડના પહેલાં ક્રમના બેટસમેન જે મેદાનમાં ઉતરેલાં તે […]
ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની ટી-20 શ્રેણીમાં ભારતની ટીમને હારનો સામનો કરવો પડ્યો છે. આ શ્રેણીમાં ભારતની ટીમને માત આપીને ન્યૂઝીલેન્ડ 2-1થી આ શ્રેણીને પોતાના નામે કરી લીધી હતી.
ભારતીય ટીમના ગેંદબાજો ન્યૂઝીલેન્ડની ટીમને શરુઆતમાં જ ઝટકો આપીને જે વિકેટ ઝડપવી જોઈએ તે ઝડપી શક્યાં નહીં. ભારતીય ગેંદબાજોએ ન્યૂઝીલેન્ડના પહેલાં ક્રમના બેટસમેન જે મેદાનમાં ઉતરેલાં તે બંનેને રમવાનો સારો એવો મોકો આપી દીધો. ભારતીય ગેંદબાજોની આ ભૂલથી મેદાન પર ઉતરેલી પહેલી જ જોડીએ 80 રન જેટલાં ફાસલાને તય કરી લીધો તે પછી ભારતીય બોલરો વિકેટ લેવામાં સફળ થયાં.
3 વખત લગ્ન અને 5 બાળકોના પિતા ડોનાલ્ડ ટ્રમ્પનો આવો છે પરિવાર
જોવા જઈએ તો બીજા મેદાનો કરતાં ન્યૂઝીલેન્ડનું મેદાન નાનું છે જેના લીધે બેટથી જો બોલ સીધો ન લાગે તો આસાન કેચ બની જતો હોય છે. ભારતીય ટીમે આવા ઘણાંબધા કેચને પકડવા જોઈતાં હતાં જે પોતાની નબળી ફિલ્ડીંગના લીધે ના પકડી શકાયા. જેમાં રોહિત શર્મા, ખલીલ અહમદ, વિજય શંકર અને કુલદીપ યાદવે એક-એક કેચ છોડી દીધો હતો. આ ઉપરાંત મેદાનમાં પણ આ વખતે ભારતીય ટીમે ઘણીબધી ભૂલો કરી હતી જેના લીધે ભારતને હારનો સામનો કરવો પડ્યો.
ભારતીય ટીમમાં જે મહત્ત્વના બેટ્સમેન ગણાય છે તે રોહિત શર્મા અને શિખર ધવન છે. શીખર ધવન પોતાની પહેલી જ ઓવરમાં આઉટ થઈ ગયો અને રોહિત શર્માએ પોતાની રમત માત્ર 32 રન સુધી જ ટકાવી જેના લીધે બે દિગ્ગજો આઉટ થવાથી મેચ પર અસર પડી.
ટીમ ઈન્ડિયામાં જે મિડલ ઓર્ડરના બલ્બેબાજ પર જીતની આશા હોય છે અને જે પોતાની લાંબી મેચ ટકાવીને રન લેવા માટે જાણીતા છે. ઋષભ પંત, મહેન્દ્રસિંહ ધોની, દિનેશ કાર્તિક અને હાર્દિક પંડ્યા પોતાની લાંબી ગેમ રમવાની હતી તે બધાએ ઝડપી રમવાનું શરુ તો કર્યું પણ મેદાનમાં વધુ ટકી ન શક્યાં. આમ મિડલ ઓર્ડરના બલ્લેબાજો ટીમમાં સારુ પ્રદર્શન ન કરી શકવાથી પણ ભારતને આ ટી-20 મેચથી હાથ ધોવાનો વારો આવ્યો.
આ દિવસમાં ભારતીય ટીમના ખેલાડીઓ દ્વારા જે ભૂલો થઈ તેની અસર સમગ્ર મેચમાં જોવા મળી. ફિલ્ડીંગમાં જે કેચમાં વિકેટ મળવાની આશા હતી તેવા ચાર જેટલાં કેચ ડ્રોપ થઈ ગયાં. બીજી તરફ જે સ્ટ્રેટ ડ્રાઈવમાં રમવાનું હોય જેમાં સીધો બોલ જવાને બદલે સ્ટંમ્પ સાથે ટકરાવાથી જે ચાર રન મળવાની ઉમ્મીદ હતી તેના પર પાણી ફરી વળ્યું. આમ ભારતીય ટીમ જેને ઐતહાસિક જીત મળવાની આશા હતી તે આશા પર પાણી ફરી વળ્યું.