આ કારણથી સેમીફાઈનલમાં મેચ રમ્યા વગર જ ભારતીય ટીમ સીધી ફાઈનલ મેચમાં પહોંચી શકે છે!

|

Jul 08, 2019 | 7:28 AM

વિશ્વ કપ 2019ની પ્રથમ સેમીફાઈનલ ભારત અને ન્યૂઝીલેન્ડની વચ્ચે માન્ચેસ્ટરના ઓલ્ડ ટ્રેફર્ડ મેદાન પર 9 જુલાઈએ રમાશે. આ મુકાબલા પર દુનિયાભરના ક્રિકેટ પ્રશંસકોની નજર લાગેલી છે, કારણ કે આ મેચ પછી નક્કી થશે કે આ વિશ્વ કપની ફાઈનલ મેચમાં પહોંચનારી પ્રથમ ટીમ કોણ હશે. હાલના વિશ્વ કપમાં બંને ટીમોની વચ્ચે 13 જૂને યોજાયેલી મેચ વરસાદને […]

આ કારણથી સેમીફાઈનલમાં મેચ રમ્યા વગર જ ભારતીય ટીમ સીધી ફાઈનલ મેચમાં પહોંચી શકે છે!

Follow us on

વિશ્વ કપ 2019ની પ્રથમ સેમીફાઈનલ ભારત અને ન્યૂઝીલેન્ડની વચ્ચે માન્ચેસ્ટરના ઓલ્ડ ટ્રેફર્ડ મેદાન પર 9 જુલાઈએ રમાશે. આ મુકાબલા પર દુનિયાભરના ક્રિકેટ પ્રશંસકોની નજર લાગેલી છે, કારણ કે આ મેચ પછી નક્કી થશે કે આ વિશ્વ કપની ફાઈનલ મેચમાં પહોંચનારી પ્રથમ ટીમ કોણ હશે.

હાલના વિશ્વ કપમાં બંને ટીમોની વચ્ચે 13 જૂને યોજાયેલી મેચ વરસાદને કારણે રદ થઈ હતી. આ મેચ નોટિંઘમમાં રમાવવાની હતી. ભારત અને ન્યૂઝીલેન્ડ વિશ્વ કપની પ્રેક્ટિસ મેચમાં સામ-સામે આવી હતી અને ત્યારે ન્યૂઝીલેન્ડે ભારતીય ટીમને હરાવી હતી.

પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની આ સુંદર પત્ની, હવે IPLમાં મળી નોકરી
અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

ક્રિકેટ પ્રશંસકો માટે ખરાબ સમાચાર છે કે લીગ મેચની જેમ આ બંને ટીમોની વચ્ચે યોજાનારા સેમીફાઈનલ મેચમાં પણ વરસાદ પડવાની સંભાવના છે. બ્રિટેનના હવામાન વિભાગ મુજબ મંગળવારે વાદળ છવાયેલા રહેશે અને હળવો વરસાદ પડી શકે છે.

[yop_poll id=”1″]

ભારત અને ન્યૂઝીલેન્ડની વચ્ચે મંગળવારે યોજાનારા દિવસે વરસાદ પડવાની સંભાવના છે. જો આ મેચ વરસાદને લીધે નહી રમાય તો બુધવારનો દિવસ રિઝર્વ દિવસ તરીકે રાખવામાં આવ્યો છે પણ હવામાન વિભાગે રિઝર્વ દિવસે વધારે વરસાદ પડવાની આગાહી કરી છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

જો મંગળવારે સેમીફાઈનલ મેચ નહી રમાય તો આ મેચનું આયોજન રિઝર્વ દિવસે કરવામાં આવશે. જો રિઝર્વ દિવસે પણ વરસાદ પડશે તો પછી ભારતીય ટીમ ફાઈનલ મેચમાં પહોંચી જશે, કારણ કે ભારતીય ટીમ પોઈન્ટ ટેબલમાં 15 પોઈન્ટ સાથે પ્રથમ સ્થાને છે. જ્યારે ન્યૂઝીલેન્ડની ટીમ 11 પોઈન્ટ સાથે ચોથા નંબરે છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

બ્રિટનના હવામાન વિભાગ મુજબ સેમીફાઈનલ મેચના દિવસે સવારે 10 વાગ્યે 50 ટકા વરસાદ પડવાની સંભાવના છે. જ્યારે મેચ સવારે 10.30 વાગ્યે શરૂ થશે પણ બપોરે 1 વાગ્યા પછી વરસાદ પડવાની સંભાવના નથી.

આ પણ વાંચો: VIDEO: રાજકોટ કોંગ્રેસ દ્વારા સુબ્રમણ્યમ સ્વામીનો વિરોધ, પોલીસ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે ઘર્ષણ

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article