ધોની નહી સહેવાગ હતો CSKની પહેલી પસંદ, પૂર્વ ખેલાડીએ કર્યો ઘટસ્ફોટ

|

Sep 18, 2020 | 4:51 PM

ઈન્ડિયન પ્રીમિયર લીગની (IPL) મનગમતી ટીમ પૈકીની એક છે ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK ). આઈપીએલ ટુર્નામેન્ટમાં આ ટીમની સફળતા પાછળ મહેન્દ્રસિંહ ધોની (MS Dhoni)ની કેપ્ટનશીપ અને પ્રતિભાશાળી ખેલાડીઓનો ઉત્કૃષ્ટ દેખાવ મહત્વનો છે. મહેન્દ્રસિંહ ધોની પહેલી જ સિઝનથી ચેન્નાઈ સુપર કિગ્સનો ભાગ રહ્યો છે. પરંતુ બહુ ઓછા લોકો એ વાત જાણે છે કે, ચેન્નાઈ સુપર કિગ્સ […]

ધોની નહી સહેવાગ હતો CSKની પહેલી પસંદ, પૂર્વ ખેલાડીએ કર્યો ઘટસ્ફોટ

Follow us on

ઈન્ડિયન પ્રીમિયર લીગની (IPL) મનગમતી ટીમ પૈકીની એક છે ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK ). આઈપીએલ ટુર્નામેન્ટમાં આ ટીમની સફળતા પાછળ મહેન્દ્રસિંહ ધોની (MS Dhoni)ની કેપ્ટનશીપ અને પ્રતિભાશાળી ખેલાડીઓનો ઉત્કૃષ્ટ દેખાવ મહત્વનો છે.

મહેન્દ્રસિંહ ધોની પહેલી જ સિઝનથી ચેન્નાઈ સુપર કિગ્સનો ભાગ રહ્યો છે. પરંતુ બહુ ઓછા લોકો એ વાત જાણે છે કે, ચેન્નાઈ સુપર કિગ્સ માટે મહેન્દ્રસિંહ ધોની પહેલી પસંદ નહોતો. ચેન્નાઈ સુપર કિગ્સ માટે વિસ્ફોટક બેટીગ માટે જાણીતો વિરેન્દ્ર સેહવાગ (Virender Sehwag) પ્રથમ પંસદગી હતો. અને તેને જ સીએસકેની ટીમના કેપ્ટન બનાવવા માંગતી હતા ફ્રેન્ચાઈઝી. આ ચોકાવનારો ખુલાસો કર્યો છે પૂર્વ ખેલાડી સુબ્રમણ્યમ બદ્રીનાથે.

ચેન્નાઈ સુપર કિગ્સે મહેન્દ્રસિંહ ધોનીને આઈપીએલની પહેલી લિલામીમા ખરીદયો હતો. ચેન્નાઈ સિવાયની આઈપીએલની અન્ય સાત ટીમે આઈકન ખેલાડીને કેપ્ટન બનાવ્યા હતા. માત્ર ચેન્નાઈ સુપર કિગ્સ પાસે જ આઈકન ખેલાડી નહોતો. આથી જ સીએસકે એ લિલામીમાં મહેન્દ્રસિંહ ધોનીને ખરીદયો હતો.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

પોતાની યુટુયબ ચેનલ ઉપર ખુલાસો કરતા એસ બદ્રીનાથે, ઘટસ્ફોટ કરતા કહ્યું છે કે, વિરેન્દ્ર સેહવાગને પોતાની દિલ્લીની જ ટીમમાંથી જ રમવાની ઈચ્છા દર્શાવી હતી. માટે જ ચેન્નાઈએ પોતાની પ્રથમ પસંદગી બદલવાની ફરજ પડી હતી. 2008માં શરૂમાં જ ચેન્નાઈ સુપર કિગ્સના મેનેજમેન્ટે વિરેન્દ્ર સેહવાગે ના પાડ્યા બાદ, ભારતને ટી20 વર્લ્ડકપમાં ચેમ્પિયન બનાવનાર મહેન્દ્રસિંહ ધોની ઉપર પસંદગીનો કળશ ઢોળ્યો.

આ પણ વાંચોઃપોતાના ભોગે દર્દીનો જીવ બચાવનાર તબીબને જીવનુ જોખમ, તબીબના ફેફસા ટ્રાન્સપ્લાન્ટ માટે તૈયારીઓ, એકઠો કરાઈ રહ્યો છે લોકફાળો

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Published On - 3:51 pm, Sun, 13 September 20

Next Article