ધોનીના ચાર વર્ષ જૂના આ રેકોર્ડની બરાબરી ના કરી શક્યો વિરાટ કોહલી

|

Dec 09, 2020 | 8:55 AM

ભારતીય સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીની કેપ્ટનશીપમાં ભારતીય ટીમે અનેક રેકોર્ડ નોંધાવ્યા છે. સિડની ટી20 મેચની જીત સાથે જ તે ઓસ્ટ્રેલીયા સામે, ત્રણેય ફોર્મેટમાં જીત હાંસલ કરનારો પ્રથમ ભારતીય કેપ્ટન બન્યો છે. જોકે ત્રીજી ટી20 મેચમાં હારને લઇને તે મહેન્દ્રસિંહ ધોનીની બરાબરી કરવાનો મોકો ચુકી ગયો હતો. વન ડે સીરીઝમાં 1-2 થી હાર મળ્યા બાદ ભારતે […]

ધોનીના ચાર વર્ષ જૂના આ રેકોર્ડની બરાબરી ના કરી શક્યો વિરાટ કોહલી

Follow us on

ભારતીય સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીની કેપ્ટનશીપમાં ભારતીય ટીમે અનેક રેકોર્ડ નોંધાવ્યા છે. સિડની ટી20 મેચની જીત સાથે જ તે ઓસ્ટ્રેલીયા સામે, ત્રણેય ફોર્મેટમાં જીત હાંસલ કરનારો પ્રથમ ભારતીય કેપ્ટન બન્યો છે. જોકે ત્રીજી ટી20 મેચમાં હારને લઇને તે મહેન્દ્રસિંહ ધોનીની બરાબરી કરવાનો મોકો ચુકી ગયો હતો.

વન ડે સીરીઝમાં 1-2 થી હાર મળ્યા બાદ ભારતે ટી20 સીરીઝમાં જીત મેળવી છે. ટીમે કેનબરાની ટી20 મેચને 11 રને જીતી લીધી હતી. જ્યારે સિડનીમાં રમાયેલી બીજી મેચને પણ 6 વિકેટે જીતી લઇને શ્રેણી પર કબજો જમાવી લીધો હતો. કોહલી પાસે મોકો હતો કે ટીમ ઓસ્ટ્રેલીયાને ક્લીન સ્વીપ કરે, પરંતુ તેમ થઇ શક્યુ નહી. ભારતે અંતિમ મેચને 12 રન થી હારવા સાથે જ ક્લીન સ્વીપનો મોકો પણ ગુમાવ્યો હતો.

Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ

ટીમ ઇન્ડીયા વર્ષ 2016માં ભારતે 3-0 થી સીરીઝ પોતાના નામે કરી હતી. આ પ્રથમ મોકો હતો જ્યારે ભારતીય ટીમે ઓસ્ટ્રેલીયામાં જ તેની ધરતી પર ટી20 સીરીઝમાં એક પણ મેચ જીતવા નહોતી દીધી. જોકે કોહલીએ આ સીરીઝ જીતીને એક રેકોર્ડ પોતાના નામે કર્યો છે. ફાફ ડુ પ્લેસી સિવાય તે વિશ્વનો બીજો કેપ્ટન છે કે જેણે ઓસ્ટ્રેલીયાને ત્રણેય ફોર્મેટમાં હાર આપી હોય. વર્ષ 2018-19 ના પ્રવાસ દરમ્યાન કોહલીએ ઓસ્ટ્રેલીયાની સામે ટેસ્ટ સીરીઝ જીતી હતી. કોહલી સિવાય કોઇ પણ ભારતીય કેપ્ટન આ રેકોર્ડ પોતાના નામે કરી શક્યો નથી.

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Next Article