ધોની કેવી પરીસ્થિતિઓ વચ્ચે ટીમ ઇન્ડિયા માટે થયો હતો પસંદ, કિરણ મોરેનો આ હતો ખુલાસો

|

Dec 11, 2020 | 10:21 PM

મહેન્દ્રસિંહ ધોનીને વર્ષ 2004ના ડિસેમ્બર માસમાં બાંગ્લાદેશ સામેની વન ડે સીરીઝ માટે ટીમ ઇન્ડિયામાં સ્થાન મળ્યુ હતુ. જોકે ધોનીની પસંદગી કંઇ સરળતાપૂર્વકની રહી નહોતી. હાલમાં જ પૂર્વ વિકેટકીપર કિરણ મોરેએ આ વાતનો ખુલાસો કર્યો હતો કે, કેવી સ્થિતી વચ્ચે ધોનીને ટીમ ઇન્ડિયામાં પસંદ કરાયો હતો. ટીમમાં આવવા પછી ધોનીએ ભારતીય ક્રિકેટને એક નવી ઉંચાઇ એ […]

ધોની કેવી પરીસ્થિતિઓ વચ્ચે ટીમ ઇન્ડિયા માટે થયો હતો પસંદ, કિરણ મોરેનો આ હતો ખુલાસો

Follow us on

મહેન્દ્રસિંહ ધોનીને વર્ષ 2004ના ડિસેમ્બર માસમાં બાંગ્લાદેશ સામેની વન ડે સીરીઝ માટે ટીમ ઇન્ડિયામાં સ્થાન મળ્યુ હતુ. જોકે ધોનીની પસંદગી કંઇ સરળતાપૂર્વકની રહી નહોતી. હાલમાં જ પૂર્વ વિકેટકીપર કિરણ મોરેએ આ વાતનો ખુલાસો કર્યો હતો કે, કેવી સ્થિતી વચ્ચે ધોનીને ટીમ ઇન્ડિયામાં પસંદ કરાયો હતો. ટીમમાં આવવા પછી ધોનીએ ભારતીય ક્રિકેટને એક નવી ઉંચાઇ એ પહોંચાડી હતી. તેણે ભારતને ત્રણ આઇસીસી ટ્રોફી, ટી20 વિશ્વકપ 2007, ચેમ્પિયન્સ ટ્રોફી 2013 અને વન ડે વિશ્વ કપ 2011 અપાવવા સફળ રહ્યો હતો. તેની આગેવાનીમાં ટીમ ઇન્ડીયા ટેસ્ટમાં પણ નંબર વન બની શકી હતી.

2004 ના મુખ્ય પસંદગીકાર કિરણ મોરેએ તે સ્થિતીઓનો ખુલાસો કર્યો છે. જ્યારે ધોનીની પસંદગી બાંગ્લાદેશ પ્રવાસ માટ થઇ હતી. આ તે સમય હતો જ્યારે ટીમ ઇન્ડીયા લગાતાર વિકેટકીપર બદલતી રહેતી હતી. વન ડેમાં રાહુલ દ્રાવિડ વિકેટકીપર હતા અને તે સારુ પ્રદર્શન કરી રહ્યો હતો. તેણે 73 વન ડે માં 71 કેચ અને 13 સ્ટંપીંગગ કર્યા હતા. જોકે પસંદગીકારોને લાગી રહ્યુ હતુ કે રાહુલ ઓવર લોડેડ છે. તેણે બેટીંગ પર ફોકસ કરવુ જોઇએ. બેશક પાર્થિવ પટેલ અને દિનેશ કાર્તિક પણ આસપાસ જ હતા. પરંતુ પસંદગીકારોને એક એવો ખેલાડી જોઇતો હતો, જે બોલને યોગ્ય રીતે હિટ કરી શકે અને વિકેટ પાછળની જવાબદારી પણ નિભાવે શકે.

કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો

કિરણ મોરેએ ભારતીય મહિલા ક્રિકેટ ટીમના કોચ ડબલ્યુ વી રમનને પોડકાસ્ટ ઇનસાઇડ આઉટ માં કહ્યુ હતુ. કે રાહુલ દ્રાવિડ 73 વન ડેમાં આ જવાબદારી નિભાવી ચુક્યો છે, અમ રાહુલને આરામ આપવા માંગીએ છીએ. આ દરમ્યાન મહેન્દ્રસિંહ ધોની ઇન્ડિયા એ ટીમ તરફ થી સારી બેટીંગ કરી રહ્યો હતો. તેમણે કહ્યુ કે, કેન્યામાં ધોની રમતો જોઇને કંઇક સારો લાગ્યો, જે રીતે તે રમતને આગળ વધારતો હતો. તે પ્રવાસમાં ધોનીએ 600 રન બનાવ્યા હતા. અમારી પાસે યુવરાજ સિંહ જેવો ખેલાડી પહેલા થી જ હતો. ધોની આવ્યો, તે કંપ્લીટ પેકેજ હતો. તેણે ઇન્ડિયન ક્રિકેટમાં તોફાન સર્જી દીધુ હતુ.

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Published On - 2:25 pm, Fri, 11 December 20

Next Article