Inspiring: પાંચ મહિનાની ગર્ભવતી હોવા છતાં મહિલાએ મેરેથોનમાં લગાવી દોડ, 10 કીમી ની દોડ 62 મીનીટમાં પુરી કરી

|

Dec 24, 2020 | 7:42 AM

બેંગ્લોર માં ગત રવિવારે સલાના ટીસીએસ વર્લ્ડ 10K (TCS World 10K) મેરેથોન આયોજન કરવામાં આવ્યુ હતુ. સામાન્ય રીતે પ્રતિવર્ષ મે-જૂન માસમાં આયોજીત કરવામાં આવે છે. આ ટુર્નામેન્ટ આ વર્ષે કોરોના વાયરસને લઇને આ વર્ષે ડિસેમ્બર મહિનામાં આયોજીત કરવામા આવી હતી. મોટી સંખ્યામાં લોકો આ મેરેથોન(Marathon) માં ભાગ લેવા માટે પહોંચ્યા હતા. પ્રેરણાદાયી (inspiring) આ વાતમાં […]

Inspiring: પાંચ મહિનાની ગર્ભવતી હોવા છતાં મહિલાએ મેરેથોનમાં લગાવી દોડ, 10 કીમી ની દોડ 62 મીનીટમાં પુરી કરી

Follow us on

બેંગ્લોર માં ગત રવિવારે સલાના ટીસીએસ વર્લ્ડ 10K (TCS World 10K) મેરેથોન આયોજન કરવામાં આવ્યુ હતુ. સામાન્ય રીતે પ્રતિવર્ષ મે-જૂન માસમાં આયોજીત કરવામાં આવે છે. આ ટુર્નામેન્ટ આ વર્ષે કોરોના વાયરસને લઇને આ વર્ષે ડિસેમ્બર મહિનામાં આયોજીત કરવામા આવી હતી. મોટી સંખ્યામાં લોકો આ મેરેથોન(Marathon) માં ભાગ લેવા માટે પહોંચ્યા હતા. પ્રેરણાદાયી (inspiring) આ વાતમાં એક પાંચ મહિના નો ગર્ભ ધરાવતી મહિલાએ ફક્ત 62 મીનીટમાં રેસને પુરી કરી હતી. આ દોડ 10 કીમી ની હતી. નજીકના સમયમાં માતા બનનારી અંકિતા ગૌડ (Ankita Gaur) એ રવિવારે ટીસીએસ વર્લ્ડ 10K દોડ પુરી કરી હતી. વ્યવસાયે એન્જીનીયર (Engineer) અંકિતા 2013 થી ટીસીએસ વર્લ્ડ 10Kમાં ભાગ લઇ રહી છે. આ ઉપરાંત તે પાંચ-છ આંતરરાષ્ટ્રીય મેરેથોન (International Marathon)માં પણ ભાગ લઇ ચુકી છે. જે અગાઉ બર્લીન (Berlin) માં ત્રણ વાર અને બોસ્ટન (Boston) તથા ન્યૂયોર્ક (New York) માં પણ ભાગ લઇ ચુકી છે.

પાછલા નવ વર્ષ થી નિયમીત રુપે દોડી રહેલી અંકિતાનુ માનવુ છે કે, પ્રવૃત્તી તેમના માટે શ્વાસ લેવા સમાન છે. અંકિતાએ કહ્યુ હતુ કે, આ એક એવી ચીજ છે કે જેને હું છેલ્લા નવ વર્ષ થી કરી રહી છુ, લગભગ દરરોજ. ચોક્ક તમે ક્યારેક બીમાર હોય કે ઇજાગ્રસ્ત હોય તો આમ નથી કરી શકતા. તેણે કહ્યુ કે છેલ્લા નવ વર્ષ થી દોડી રહી છુ મતલબ આ મારે માટે શ્વાસ લેવા રુપ છે. આ મારી અંદર પ્રાકૃતિક રુપ થી છે. આ વર્ષની પ્રતિયોગીતા માટે તમે કેવી તૈયારીઓ કરી હતી તેવા સવાલના જવાબમાં, કહ્યુ કે હું દરરોજ નિયમીત પાંચ થી આઠ કીમી દોડી રહી હતી ધીરે ધીરે.

અંકિતાએ કહ્યુ કે, તે દરેક વખતે આ મેરેથોનમાં મેડલ જીતી લેતી હતી. જોકે આ વખતે એમ નથી થયુ, કારણ કે તે બ્રેક લઇ લઇને દોડી રહી હતી. કારણ કે પાંચ મહિનાની ગર્ભવતી હોવાને લઇને મારુ શરીર પહેલાની તુલનામાં અલગ છે. અંકિતાએ ડોક્ટર ની સલાહ બાદ આ રેસમાં ભાગ લીધો હતો. તેણે કહ્યુ કે, મારા ડોક્ટરે મને બતાવ્યુ હતુ કે દોડવામાં કોઇ પણ ખતરો નથી, બસ મારે ધીમે દોડવુ પડશે. જોગની જેમ રનીંગ કરવી બાળક ને માટે પણ સારુ છે. ડોક્ટરની સલાહ બાદ પણ અંકિતાની માતા શરુઆતમાં આ માટે તૈયાર નહોતી. રમતની તરફ અંકિતાને પ્રોત્સાહિત કરવા વાળી તેની માતાને કેટલીક બાબતોનો ડર હતો. જોકે એક વાર ડોક્ટરની તરફ થી ગ્રીન સીગ્નલ મળ્યુ અને તે તૈયાર થઇ ગઇ હતી.

TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ

માતા પિતા ઉપરાંત અંકિતાને તેના પતિનુ પણ સમર્થન મળ્યુ હતુ. જ્યારે અંકિતા તબીબ ને જઇને આ અંગે વાત કરવાનો નિર્ણય કર્યો ત્યારે તેના પતિ પણ સાથે ગયા હતા. અંકિતાને લાગી રહ્યુ હતુ કે પરિવારની બાબત થી તે ખૂબ ભાગ્યશાળી છે.

Next Article