T-20 લીગઃ નેસ વાડીયાએ કહ્યુ, કે.એલ રાહુલ એક કપ્તાન તરીકે તૈયાર થઇ રહ્યો છે

|

Sep 29, 2020 | 11:05 AM

 પંજાબની ફ્રેન્ચાઇઝીના કો ઓનર નેસ વાડીયાએ કહ્યુ છે કે કેએલ રાહુલ જલ્દીથી ટીમ ઇન્ડીયાની પણ કેપ્ટનસી નિભાવશે. હાલના દિવસોમાં રાહુલનુ પ્રદર્શન જોને ક્રિકેટ જગતમાં એક અલગ જ હલચલ મચી ચુકી છે. કિંગ્સ ઇલેવન પંજાબના કેપ્ટન કેએલ રાહુલ ટી-20 લીગની સીઝનમાં ફોર્મમાં છે. ત્રણ મેચ દરમ્યાન આ ખેલાડીએ એક શતક અને એક અર્ધ શતક ફટકાર્યુ છે […]

T-20 લીગઃ નેસ વાડીયાએ કહ્યુ, કે.એલ રાહુલ એક કપ્તાન તરીકે તૈયાર થઇ રહ્યો છે

Follow us on

 પંજાબની ફ્રેન્ચાઇઝીના કો ઓનર નેસ વાડીયાએ કહ્યુ છે કે કેએલ રાહુલ જલ્દીથી ટીમ ઇન્ડીયાની પણ કેપ્ટનસી નિભાવશે. હાલના દિવસોમાં રાહુલનુ પ્રદર્શન જોને ક્રિકેટ જગતમાં એક અલગ જ હલચલ મચી ચુકી છે. કિંગ્સ ઇલેવન પંજાબના કેપ્ટન કેએલ રાહુલ ટી-20 લીગની સીઝનમાં ફોર્મમાં છે. ત્રણ મેચ દરમ્યાન આ ખેલાડીએ એક શતક અને એક અર્ધ શતક ફટકાર્યુ છે અને ઓરેન્જ કેપના લીસ્ટમાં પણ સૌથી ઉપર છે.

28 વર્ષના આ બેટ્સમેને ન્યુઝીલેન્ડમાં પાંચ મેચોની ટી-20 સીરીઝમાં પણ કમાલનુ પ્રદર્શન કર્યુ હતુ. મેન ઓફ ધી સીરીઝનો એવોર્ડ પણ મેળવ્યો હતો. કોરોના કાળ દરમ્યાન રાહુલે એમ પણ કહ્યુ હતુ કે, પોતાને ફોર્મ ખોઇ શકવાનો ડર છે. જોકે સિઝનની શરુઆત થતા જ જોવા મળી રહ્યુ છે કે એવુ કંઇ જ નથી થઇ રહ્યુ. રાહુલ આજે પણ લીગમાં જોરદાર ફોર્મ સાથે રમતમાં જોવા મળી રહ્યો છે. નેસ વાડિયાએ કહ્યુ હતુ કે, તે એક સારો કપ્તાન ના રુપમાં તૈયાર થઇ રહ્યો છે. મે એનામાં વિરાટ ને જોયો છે. રાહુલ એક કેપ્ટનની જેમ જ વિચારી રહ્યો છે. જ્યારે તમે વિકેટકિપર તરીકે હોય ત્યારે તમે વિચારવા લાગો છો. એવામાં આ કમાલનો સાબિત થનાર છે. અમારુ કામ રાહુલનો આત્મવિશ્વાસ વધારવાનો છે.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

વાડિયાએ એ સમયને પણ યાદ કર્યો કે જ્યારે વર્ષ 2018માં રાહુલને પોતાની ટીમમાં સામેલ કર્યો હતો. વાડિયાએ આગળ કહ્યુ હાલ તો એમ લાગી રહ્યુ છે કે હાલ તો ટીમ ઇન્ડીયામાં આવો ક્રિકેટર નથી. જે ખુલીને રમી શકે છે, તે નંબર ચાર પર રમી શકે છે, જે એક વિકેટકીપર છે અને તે બધુ જ કરી શકે છે. બતાવી દઇએ કે રવીવારે પંજાબને રાજસ્થાનના હાથે ચાર વિકેટે હારનો સામનો કરવો પડ્યો છે. જેમાં કેએલ રાહુલ અને મયંક અગ્રવાલે સરસ રમત દર્શાવી હતી. જેના થકી મોટો સ્કોર પણ પંજાબ ખડકી શકી હતી.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Next Article