ભારત અને ઇંગ્લેંડ ડે-નાઇટ ટેસ્ટ માટે મોટેરા સ્ટેડિયમમાં LED લાઇટની સજાવટ, બોલ આસાનીથી જોઇ શકાશે

|

Feb 18, 2021 | 11:39 AM

મોટેરાના સરદાર પટેલ સ્ટેડિયમ (Sardar Patel Stadium) માં LED ફ્લડ લાઇટ લગાવાવમાં આવી છે, જેનાથી નવા લુકમાં સજેલુ સ્ટેડિયમ જોવા મળશે. ભારત અને ઇંગ્લેંડ વચ્ચે 24 ફેબ્રુઆરીથી શરુ થઇ રહેલી ડે નાઇટ ટેસ્ટ મેચ (Day-Night Test Match) દરમ્યાન હવામાં બોલને આસાનીથી જોઇ શકાશે.

ભારત અને ઇંગ્લેંડ ડે-નાઇટ ટેસ્ટ માટે મોટેરા સ્ટેડિયમમાં LED લાઇટની સજાવટ, બોલ આસાનીથી જોઇ શકાશે
શ્રેષ્ઠ દ્રશ્યતા અને પડછાયાને દુર રાખવા માટે પુરી ગોળાકાર છત પર એલઇડી લાઇટ લગાવી છે.

Follow us on

મોટેરાના સરદાર પટેલ સ્ટેડિયમ (Sardar Patel Stadium) માં LED ફ્લડ લાઇટ લગાવાવમાં આવી છે, જેના થી નવા લુકમાં સજેલુ સ્ટેડિયમ જોવા મળશે. ભારત અને ઇંગ્લેંડ વચ્ચે 24 ફેબ્રુઆરી થી શરુ થઇ રહેલી ડે નાઇટ ટેસ્ટ મેચ (Day-Night Test Match) દરમ્યાન હવામાં બોલને આસાની થી જોઇ શકાશે. ગુજરાત ક્રિકેટ સંઘ (GCA) ના સંયુક્ત સચિવ અનિલ પટેલ એ કહ્યુ હતુ કે, દુનિયાના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમમાં 11 સેન્ટર પિચ છે. આ સાથે જ અહી જીમ સાથે ચાર ડ્રેસિંગ રુમ છે.

મોટેરા સ્ટેડિયમ (Motera Stadium) નુ પુનનિર્માણ કાર્ય કરવામાં આવ્યુ હતુ. જે ત્યારે શરુ થયુ હતુ, જ્યારે બીસીસીઆઇ ના સેક્રેટરી જય શાહ રાજ્ય ક્રિકેટ સંઘના અધ્યક્ષ હતા. જેમાં 1,10,000 દર્શકોને બેસવા ની ક્ષમતા છે. જે મેલબોર્ન ક્રિકેટ મેદાન કરતા ખૂબ વધારે છે. જીસીએ સ્ટેડિયમમાં રમાનારી આગળની બે ટેસ્ટ મેચો માટે લગભગ 55,000 ટીકીટોને વેચાણ માટે મુકવામાં આવી હતી. હાલમાં સૈયદ મુશ્તાક અલી ટ્રોફી નોકઆઉટ પણ મોટેરામાં આયોજીત કરવામાં આવી હતી.

ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક

અનિલ પટેલે કહ્યુ હતુ કે, આ દુનિયાનુ એક માત્ર સ્ટેડિયમ છે કે, જેમાં મુખ્ય મેદાન પર 11 સેન્ટર પિચ છે. સાથે જ દુનિયાનુ એક માત્ર સ્ટેડિયમ છે કે જ્યાં, અભ્યાસ અને સેન્ટર પિચ માટે એક જ માટીનો ઉપયોગ કરવામાં આવ્યો હોય. અમે શ્રેષ્ઠ દ્રશ્યતા અને પડછાયાને દુર રાખવા માટે પુરી ગોળાકાર છત પર એલઇડી લાઇટ લગાવી છે. આપને બતાવી દઇએ કે ભારત અને ઇંગ્લેંડ વચ્ચે ત્રીજી અને ચોથી ટેસ્ટ અહી મોટેરા સ્ટેડિયમ ખાતે રમાનારી છે. જેમાં ત્રીજી ટેસ્ટ મેચ ડે-નાઇટ હશે. ભારત અને ઇંગ્લેંડ (India vs England) વચ્ચે પ્રથમ વાર ડે-નાઇટ ટેસ્ટ મેચ રમાનારી છે.

Next Article