
IPL 2026 નો 44મો મુકાબલો અને મેદાન પર આમને-સામને હતા ક્રિકેટ જગતના બે દિગ્ગજ હરીફો Chennai Super Kings (CSK) અને Mumbai Indians (MI). ચેન્નઈના મેદાન પર રમાઈ રહેલી આ મેચમાં ભારે રસાકસી જોવા મળી. જેમા અસલી ડ્રામા રમતની 7મી ઓવરમાં જોવા મળ્યો.
CSK ના સ્ટાર લેગ સ્પિનર નૂર અહેમદને આ ઓવર સોંપવામાં આવી હતી. ઓવરના બીજા જ બોલે મેદાન પર હાજર તમામ ફેન્સને ચોંકાવી દીધા. 95.2 કિમી પ્રતિ કલાકની ઝડપે આવેલા બોલ પર MI ના બેટ્સમેન નમન ધીરે કટ શોટ રમવાનો પ્રયત્ન કર્યો. બોલ બેટની ધાર લઈને સીધો શોર્ટ થર્ડ મેન પર ઉભેલા શિવમ દુબેના હાથમાં ગયો.
ક્રિકેટની ભાષામાં જેને ‘લોલીપોપ’ કેચ કહેવાય, તેટલો આ આસાન મોકો હતો. પરંતુ, નસીબ જોગે દુબેના હાથમાંથી બોલ છટકી ગયો અને તેણે સીઝનનો સૌથી સરળ કેચ ડ્રોપ કરી દીધો.
આ ભૂલથી મેદાનમાં સન્નાટો છવાઈ ગયો કારણ કે આ જીવનદાન CSK ને મોંઘું પડી શકતું હતું. પરંતુ, નૂર અહેમદ એ હિંમત ન હારી અને શાનદાર વાપસી કરી.
માત્ર બે બોલ પછી એટલે કે ઓવરના ચોથા બોલે તેણે પોતાનો જાદુ ચલાવ્યો. નૂર એ એક તેજ લેગ સ્પિન ફેંકી, જેને સમજવામાં રાયન રિકેલ્ટન થાપ ખાઈ ગયા. રિકેલ્ટને આ નીચા રહેલા બોલ પર સ્લોગ સ્વીપ મારવાની કોશિશ કરી, પણ બોલ બેટના ઉપરના ભાગે લાગીને હવામાં ઉછળ્યો. ત્યાં હાજર ઉર્વિલ પટેલે કોઈ પણ ભૂલ કર્યા વગર એક શાનદાર કેચ પકડી લીધો.
રિકેલ્ટન 24 બોલમાં 37 રનની આક્રમક ઇનિંગ રમીને પેવેલિયન ભેગા થયા. ઉલ્લેખનીય છે કે, રિકેલ્ટને તેની છેલ્લી મેચમાં જ SRH સામે અણનમ 123 રનની શાનદાર સેન્ચુરી ફટકારી હતી. આમ, એક જ ઓવરમાં કેચ ડ્રોપ થવાથી લઈને મહત્વની વિકેટ લેવા સુધીનો હાઈ-વોલ્ટેજ ડ્રામા જોવા મળ્યો, જેણે મેચમાં નવો વળાંક લાવી
Published On - 9:19 pm, Sat, 2 May 26