TEAM INDIA તરફથી 322 મૅચો રમી ચુકેલો આ ખેલાડી ત્રાસી ગયો છે પોતાના ACCIDENTAL DEATHની અફવાથી, જાતે કર્યું ખંડન
ભારતીય ટીમમાં કમબૅક માટે સંઘર્ષ કરી રહેલો સુરેશ રૈના એક ખાસ કારણથી પરેશાન છે. તેની પરેશાનીનું કારણ ફિટનેસ નહીં, પણ કંઇક બીજું જ છે. Web Stories View more કરિશ્મા કપૂરના પરિવાર વિશે જાણો વિજય રૂપાણીના પરિવારમાં કોણ કોણ છે જાણો Plant In Pot : ઘરે કૂંડામાં ઉગાડો રજનીગંધાનો છોડ, આ રહી સરળ ટીપ્સ આ 5 […]

ભારતીય ટીમમાં કમબૅક માટે સંઘર્ષ કરી રહેલો સુરેશ રૈના એક ખાસ કારણથી પરેશાન છે. તેની પરેશાનીનું કારણ ફિટનેસ નહીં, પણ કંઇક બીજું જ છે.
હકીકતમાં યૂટ્યુબ પર કેટલાક લોકોએ વીડિયો શૅર કરી રોડ એક્સિડંટમાં સુરેશ રૈનાના મોતની વાત કહી હતી. આ અફવાથી પરેશાન રૈનાએ સોમવારે ટ્વીટ કરી ફૅન્સને અફવાઓને અવગણવાની સલાહ આપી.
Past few days there has been fake news of me being hurt in a car accident.The hoax has my family & friends deeply disturbed. Please ignore any such news; with god’s grace I'm doing absolutely fine.Those @youtube channels have been reported & hope strict actions will be taken soon
— Suresh Raina🇮🇳 (@ImRaina) February 11, 2019
રૈનાએ ટ્વીટ કરતા લખ્યું, ‘છેલ્લા કેટલાક દિવસોથી યૂટ્યુબ પર મારા કાર એક્સિડંટના ફેક ન્યૂઝ ફેલાવાઈ રહ્યા છે. આ ફેક ન્યૂઝથી મારો પરિવાર અને મિત્રો ખરાબ રીતે ત્રસ્ત છે. મારું આપ સૌને નિવેદન છે કે આ પ્રકારના સમાચારોની અવગણના કરો. ઈશ્વરની કૃપાથી હું બિલ્કુલ ઠીક છું. જે ચૅનલોએ આ પ્રકારની અફવાઓ ઉડાવી છે, તે રિપોર્ટ કરાઈ છે અને આશા છે કે ટૂંકમાં જ કડક કાર્યવાહી કરવામાં આવશે.’
નોંધનીય છે કે સુરેશ રૈના હાલમાં ટીમ ઇન્ડિયામાંથી બહાર છે, પરંતુ તે ઉત્તર પ્રદેશની રણજી ટીમમાં રમી રહ્યો છે. રૈનાએ છેલ્લી રણજી મૅચ ઝારખંડ વિરુદ્ધ રમી હતી કે જેમાં તેણે 75 રન બનાવ્યા હતાં. ટીમ ઇન્ડિયા તરફથી રૈનાએ છેલ્લી વાર જુલાઈ 2018માં ઇંગ્લૅંડ વિરુદ્ધ મૅચ રમી હતી.
સુરેશ રૈનાએ ભારત માટે 226 વનડે મૅચો રમી છે. તેમાં તેણે 5 સદી અને 36 અર્ધસદી સાથે 5615 રન બનાવ્યા છે. તેણે ટ્વીટ સ્પેશિયલિસ્ટ તરીકે પણ ઓળખવામાં આવે છે. ટી-20 ઇંટરનેશનલમાં 78 મૅચ રમનાર રૈનાએ 1605 રન બનાવ્યા છે. સુરેશ રૈના ત્રણેય ફૉર્મેટમાં સદી ફટકારનાર ચુનંદા ખેલાડીઓમાં સામેલ છે. તેના નામે 18 ટેસ્ટમાં 1 સદી અને 7 અર્ધસદી સાથે 768 રન છે.
[yop_poll id=1350]
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]